________________
શક્યું છે કે એમના જીવનમાં કટુતાનો અંશમાત્ર ન હતો અને જીવમાત્ર પ્રત્યે એમના હૃદયમાં વાત્સલ્યનો અખૂટ ઝરો સતત વહ્યા જ કરતો હતો. મિત્તી મેં સ્વવસૂએસ એ જિનેશ્વરદેવનો સંદેશ એમના રોમરોમમાં ધબકતો
હતો.
જેવી નિર્મળ તેઓશ્રીની અહિંસા મહાવ્રતની આરાધના હતી, એવી જ ઉત્તમ એમની સમતાની સાધના હતી. એમ લાગે છે કે સમતા કે સમભાવનું અમૃત તો એમના જીવનના અણુઅણુમાં સિંચાયેલું હતું; સમતાના તો તેઓ સાગર જ હતા. તેથી જ નિંદાથી ન ક્યારેય અકળાવું, સ્તુતિથી ન કદી ફુલાવું અને વેર-વિરોધના વિનાશકારી વમળમાં કોઈ દિવસ ન અટવાવું–આવી સ્થિતપ્રજ્ઞતા તેઓને સહજપણે સિદ્ધ થઈ હતી. અંદરથી મનનું કે તનનું કોઈ દુઃખ જાગી ઊઠવ્યું હોય કે સંઘ, સમાજ કે કોઈ વ્યક્તિ નિમિત્તે બહાર ઝંઝાવાત જાગી ઊઠવ્યો હોય, છતાં મારા દાદાગુરુશ્રીને, હિમાલયની જેમ એ બધાથી અવિચલિત અને અસ્પૃષ્ઠ રહીને, પ્રશાંતપણે, સ્વસ્થતાપૂર્વક અને અપ્રમત્તભાવે સંયમની આરાધના કરતા મેં જોયા છે. વળી, કોઈ બાબતમાં કોઈ એમને પોતાના વિરોધી માની લે તો, એમ થતું અટકાવવું એમના હાથની વાત ન હતી, પણ તેઓ પોતે તો કોઈ પ્રત્યે આવી આગગમાની કે તિરસ્કારની લાગણી ન ધરતા; અને સંસારમાં પ્રવર્તતા કષાય આદિ ક્ષુદ્ર ભાવોનો વિચાર કરીને સામાના દોષને પણ વીસરી જતા. તેઓની ક્ષમાશીલતા આદર્શ હતી; તેઓ સાચા અર્થમાં ક્ષમાશ્રમણ હતા. એમણે સમભાવ એવો કેળવી જાણ્યો હતો કે એમાં મારા-તારાનો ભેદ દૂર થઈ ગયો હતો. તીર્થંકર ભગવંતનું સમયાએ સમણો હોઈ– સાચા શ્રમણ થવું હોય તો સમતા કેળવવી જ જોઈએ–એ વચન પૂજ્ય દાદાગુરુશ્રીના અંતરમાં બરાબર વસી ગયું હતું. અને તેથી સમભાવની ક્યારેય ઉપેક્ષા ન થઈ જાય, એની તેઓ સદા સાવધાની રાખતા હતા. સમતાની આવી લબ્ધિ મેળવીને તેઓશ્રી સાચા શ્રમણ બન્યા હતા.
ન
અને, અહિંસા અને સમતાની જેમ અનેકાંતદિષ્ટ એટલે કે સ્યાદ્વાદ અને નયવાદનો મહિમા એમના જીવનમાં તાણા-વાણાની જેમ વણાઈ ગયો હતો; કારણ કે તેઓ સત્યના એક-એક અંશના ખપી હતા; અને મતાગ્રહ કે સાંપ્રદાયિક સંકુચિતતાને કારણે સત્યના કોઈ પણ અંશની જાણતાં કે અજાણતાં ઉપેક્ષા થઈ જાય એ એમને કોઈ રીતે મંજૂર ન હતું. તેથી જ તેઓ ‘મારું તે સાચું' એવી હઠાગ્રહી મનોવૃત્તિથી દૂર રહીને ‘સાચું તે મારું એવી ગુણગ્રાહક અને સત્યઉપાસક દૃષ્ટિને અપનાવી શક્યા હતા, અને બધા ધર્મોના સારા સારા અંશનો આદર કરી શક્યા હતા. શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રોના ઉધ્ધારના કાર્યમાં પણ તેઓ મારા-તારાપણાના ભેદભાવથી મુક્ત બનીને, હંસ-ક્ષીર-નીર ન્યાયે, હમેશાં સાર ગ્રહણ કરતા રહેતા હતા, અને કોઈપણ ધર્મ, પંથ કે સંપ્રદાયની નિંદાથી સદા દૂર રહેતા હતા સચ્ચ લોગસ્મિ સારભૂયં–વિશ્વમાં સત્ય એ જ સારભૂત તત્ત્વ છે– એ શાસ્ત્રવાણીનું હાર્દ તેઓ પૂરેપૂરું સમજી ગયા હતા, અને તેથી સત્યની ઉપાસના માટે સદા તત્પર રહેતા હતા. કષાયોને, રાગદ્વેષને કે કલેશકર મમતને વશ થયા કે સત્ય ખંડિત થયા વગર ન રહે. બીજાની વાતને એની દૃષ્ટિથી સમજવાનો પ્રયત્ન ન કરીએ તો પણ સત્યની ઉપાસનાને આંચ આવી જાય. આટલા માટે તેઓ એક અપ્રમત્ત આત્મસાધક સંતની જેમ, પોતાની જાતને આવી બાબતોથી સદા બચાવી લઈને સત્યની શોધમાં આનંદ અનુભવતા રહેતા હતા. એમ જ કહેવું જોઈએ કે પૂજ્ય દાદાગુરુશ્રીનું જીવન જીવતા અનેકાંતવાદનું એક જ્વલંત ઉદાહરણરૂપ હતું; એમના જીવન અને વ્યવહારમાંથી જાણે વગર બોલ્યે અનેકાંતદષ્ટિનો જીવનસ્પર્શી બોધપાઠ મળી રહેતો હતો.
શ્રી પુણ્યરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
100
www.jainelibrary.org