________________
કહી શકાય એવું પ્રદાન છે. આ રીતે જૈનધર્મની સાધના-પ્રક્રિયામાં અહિંસા, સમભાવ અને અનેકાંતદષ્ટિ એ રત્નત્રયી કેન્દ્ર સ્થાને બિરાજે છે, અથવા કહો કે એ પ્રક્રિયાનું એજ અંતિમ સાધ્ય કે ધ્યેય છે. અને આત્મસાધનાની યાત્રામાં આગળ વધતાં વધતાં છેવટે એ ત્રણે એકરૂપ બની જાય છે; આનું જ નામ મોક્ષ એટલે કે ભવસાગરનો છેડો. (ખરી રીતે એ ત્રણે એકબીજામાં એવાં તો ઓતપ્રોત છે કે જો એ ત્રણમાંના ગમે તે એકની યથાર્થ અને જીવનસ્પર્શી સાધના કરવામાં આવે તો બાકીનાની સાધના પણ આપોઆપ થતી રહે, અને જો એકની પાળ ઉપેક્ષા કરવામાં આવે તો બીજાની સાધનામાં ક્ષતિ આવ્યા વગર ન રહે.)
- અહિંસા, સમતા અને અનેકાંતદષ્ટિ: આત્મસાધનાના સાધનરૂપ તેમજ સાધ્યરૂપ આ ગુણસંપત્તિની અપ્રમત્ત આરાધનાની દષ્ટિએ જ્યારે મારા દાદાગુરુશ્રીની સંયમસાધનાનો વિચાર કરવામાં આવે છે, ત્યારે એમ જ લાગે છે કે એ ત્રણેનો પવિત્ર ત્રિવેણી સંગમ એમના જીવનમાં સાવ સહજપણે સધાયો હતો, અને તેઓએ શ્રમણજીવનનો એક શ્રેષ્ઠ આદર્શ પોતાની સદા અપ્રમત્ત ધર્મસાધના દ્વારા જીવી બતાવ્યો હતો, એ મેં પ્રત્યક્ષ જોયું છે. એમની આવી સિદ્ધિ આગળ મસ્તક નમી જાય છે.
અહિંસા તો શ્રમણ-જીવનનું મહાવ્રત જ છે; અને પૂરી જાગૃતિ રાખવામાં આવે તો જ એનું પાલન થઈ શકે છે. એકેન્દ્રિય અને કીડી-કુંથુઆ જેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોથી લઈને તે કુંજર સુધીના કોઈ પણ જીવને જરા પણ કિલામણા ન થાય, અને માનવીની તો લાગણી પણ ન દુભાય, આવી રીતે આહાર, વિહાર અને વ્યવહાર ગોઠવવામાં આવે એ આ મહાવ્રતની રક્ષા માટે જરૂરી છે. પૂજ્ય પ્રવર્તકજી મહારાજ આ માટે તો સતત જાગ્રત હતા, અને જાણે-અજાણે પણ કોઈ દોષ કે અતિચારનું સેવન ન થઈ જાય એની પણ પૂરેપૂરી સાવચેતી રાખતા હતા; પણ આ મહાવ્રત અંગે એમની વિશેષતા મેં તેઓશ્રીની કરુણાપરાયણતામાં જોઈ છે. કોઈને જરા પણ દુઃખ જુએ કે એમનું હૈયું કરુણાભીનું થઈ જતું–બીજાનું કષ્ટ એમનાથી જોઈ શકાતું જ નહીં. અને આ પ્રસંગે, સંકટમાં આવી પડેલા પ્રત્યે સહાનુભૂતિ બતાવીને, એને દિલાસો આપીને કે બીજા કોઈને એને સહાયતા કરવાની પ્રેરણા કરીને જ સંતોષ ન માનતાં, તેઓ જાતે જ કંઈ પણ કરતા ત્યારે જ એમને સંતોષ થતો; અને એવે વખતે પોતે વયોવૃધ્ધ છે, જ્ઞાનવૃદ્ધ છે કે ચારિત્રવૃછે, એવો કોઈ વિચાર એમને ન આવતો. પોતાના કે બીજા સમુદાયનો કે નાના-મોટાનો ભેદ રાખ્યા વગર બિમાર સાધુઓની તેઓ સમાનભાવે અને લાગણીપૂર્વક વૈયાવચ્ચ કરતા એ તો ખરું જ, પણ એમની પાસે આવેલ કે કામ કરતા કોઈ ગૃહસ્થ માંદગીમાં આવી પડે તો એની સંભાળ રાખવાનું પણ તેઓ ન ચૂકતા. અને એમની પવિત્ર નિશ્રામાં કામ કરતા લહિયાઓના તો તેઓ હેતાળ શિરછત્ર જ હતા. એમને જરા પણ અસુખ ઊપજતું તો તેઓ બેચેન બની જતા, અને એ મુશ્કેલીનું નિવારણ થાય ત્યારે જ તેઓ નિરાંત અનુભવતા. પૂજ્ય દાદાગુરુશ્રીનો વૈયાવચ્ચનો અને દયાળુતાનો આ ગુણ અતિ વિરલ હતો. ઉંમર વૃદ્ધ થઈ, શરીર અશક્ત બની ગયું અને આંખોનું તેજ પણ અંદર સમાઈ ગયું, છતાં એમનો આ ગુણ જરાય ઓછો થયો ન હતો. આવી સ્થિતિમાં પણ લાકડીને ટેકે કે કોઈને સહારે ઉપાશ્રયમાં માંદા થયેલા સાધુઓ કે લહિયાઓ પાસે જઈને એમને સુખપૃચ્છા કરતા અને એમના માથે અને શરીરે વાત્સજૂર્વક હાથ ફેરવતા મેં અનેકવાર જોયા છે. આવા તો કેટલાય પ્રસંગો મારા સ્મરણમાં સંઘરાયેલા પડ્યા છે. એની યાદ આવતાં, એમની અહિંસકતા અને કરુણાળુતાના વિચારથી, અંતર ગદ્ગદ બની જાય છે. આ બધું તેઓને એટલા માટે સાવ સહજપણે સાધ્ય બની
99
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org