________________
કુટુંબના સંસ્કારને લીધે અને ખાસ કરીને મારાં પ્રાતઃસ્મરણીય માતુશ્રીની હિતચિંતા અને પ્રેરણાને લીધે મારામાં જે કંઈ અલ્પ-સ્વલ્પ ધર્મસંસ્કારો પડ્યા હતા. અને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની શ્રધ્ધાનું જે કંઈ સામાન્ય બીજારોપણ થયું હતું, તેનો જ્ઞાનોપાસના અને સંયમઆરાધનારૂપે જે કંઈ વિકાસ થયો, તે મારા પરમપૂજ્ય દાદાગુરુદેવ અને મારા પરમપૂજ્ય ગુરુજી શ્રી ચતુરવિજયજી મહારાજની મારા પ્રત્યેની નિઃસીમ ધર્મકૃપાને પ્રતાપે જ. શીલ અને પ્રજ્ઞાવી સમૃદ્ધ એમના સ્ફટિક સમા નિર્મળ જીવનનું સ્મરણ અને આલેખન એક ધર્મમાર્ગદર્શક અને આત્મભાવપ્રેરક ધર્મકથા જ બની રહે છે.
આપણા આસબ્રોપકારી, ચરમતીર્થકર, ભગવાન શ્રી મહતિ-મહાવીર-વર્ધમાનસ્વામીના શાસનમાં સમગ્ર જૈન આગમોને દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ, એમ ચાર વિભાગોમાં વહેંચીને એમાં ધર્મકથાનુયોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, તે ઉપરથી પણ સમજી શકાય છે કે ધર્મની પ્રભાવનામાં અને આત્મસાધનામાં ધર્મકથાનું કેટલું મહત્ત્વ છે. જ્ઞાનયોગ, ધ્યાનયોગ, કર્મયોગ અને ભકિતયોગ, એ ચાર પ્રકારના યોગોમાંના ભક્તિયોગની જેમ, સામાન્ય બુદ્ધિના, ઓછા ભણેલા, ભલા ભોળા બાળજીવોને ગમ્મત સાથે જ્ઞાન આપીને એમને સરળતા અને સુગમતા પૂર્વક નીતિ, સદાચાર અને ધર્મની સમજૂતી આપવામાં ધર્મકથાનુયોગની ઉપયોગિતા અને ઉપકારકતા ઘણી વ્યાપક છે. મારા દાદાગુરુની જીવનકથા એ ધર્મબોધક એક પાવનકારી ધર્મકથા છે.
અહિંસા-સમભાવ-અનેકાંતવાદમૂલક વાત્સલ્યસભર સાધુતા
જૈનધર્મે પ્રરૂપેલ આત્મસાધનાના રાજમાર્ગનો અને પૂજ્ય પ્રવર્તકજી મહારાજની અખંડ જીવનસાધનાનો વિચાર કરીએ છીએ તો એમ જ લાગે છે કે તેઓશ્રીમાં એ બન્ને એકરૂપ બની ગયાં હતાં; અને તેથી તેઓનું જીવન જૈનધર્મ અને સંસ્કૃતિના એક સાચા પ્રતિનિધિ કહી શકાય એવા ધર્મપ્રભાવક પુરુષનું કે સ્વ-પર ઉભયનું કલ્યાણ સાધનાર મહર્ષિ સાધુ-સંતપુરુષનું આદર્શ જીવન હતું.
જૈન તીર્થકરો અને મહર્ષિઓએ ભવભ્રમણાના અંતને એટલે કે મોક્ષપ્રાપ્તિને આત્મસાધનાનું એટલે કે આધ્યાત્મસાધનાનું અંતિમ ધ્યેય માનીને, એના મુખ્ય ઉપાય તરીકે, જીવનમાં અહિંસાની સાધના અને પ્રતિષ્ઠા કરવાનું ફરમાવ્યું છે. અને અહિંસાને સિધ્ધ કરવાના મુખ્ય સાધન તરીકે સંયમ અને તપની આરાધનાને સ્થાન આપ્યું છે. વળી, આપણા શાસ્ત્રકાર ભગવંતોએ ઉવસમસાર ખુ સામણ-શ્રમણજીવનો સાર તો ઉપશમ એટલે કે શાંતિ અને સમતા છે– એમ કહીને ધર્મસાધનામાં સમતા કે સમભાવનું કેટલું મહત્ત્વનું સ્થાન છે, એ સમજાવ્યું છે, આ રીતે વિચારીએ તો સમતા એટલે કે સમભાવની પ્રાપ્તિ એ જ આત્મસાધના કે ધર્મસાધનાનું ધ્યેય કે કેન્દ્ર બની જાય છે. ઉપરાંત, માનસિક અહિંસાના પાલનના અને સત્યના નાના-મોટા એક-એક અંશને શોધી કાઢવાના અને સ્વીકારવાના એક અમોઘ ઉપાય તરીકે જૈનધર્મે નયવાદ અને સાકાદ એટલે કે અનેકાંતદષ્ટિની પ્રરૂપણા કરી છે. આ અનેકાંતવાદ એ આત્મસાધના અને તત્વવિચારણાના ક્ષેત્રમાં જૈન દર્શનનું એક આગવું
શ્રી પુણ્યર્ચારિત્રમ્
98
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org