________________
પૂજ્ય પુણ્યવિજયજીનાં વ્યક્તિત્વના સમર્થ શિલ્પી ગુરુદેવોને પ્રણામ....!
(કહેવત છે કે, ગુરુ કરતાં ચેલા સવાયા! જગતના સઘળા સમર્થ ગુરુઓ માટે આ વાત શતાંશ સત્ય સાબિત થઈ છે. મછંદરનાથ ગુરુના શિષ્યરત્ન ગોરખનાથ, સ્વામી રામકૃષ્ણ પરમહંસના શિષ્યરત્ન સ્વામી વિવેકાનંદ, ગુરુ.ચાણક્યના શિષ્ય સમર્થ રાજવી ચંદ્રગુપ્ત મૌર્ય તો જૈન પરંપરામાં પણ પૂજ્ય બૂટેરાયજીના શિષ્યરત્ન પૂજ્ય આત્મારામજી મ. સા., પૂજ્ય આત્મારામજીના શિષ્યભૂષણ ગુરુ વલ્લુભ અને અંતિમ શિષ્ય પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે પોતપોતાનાં ક્ષેત્રમાં અનુપમ યોગદાન આપીને જિનશાસન અને તેમના ગુરુદેવનું નામ રોશન કર્યું જ છે.
આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજ્યજી મહારાજ વર્તમાનકાળમાં તો 'ન ભૂતો ન ભવિષ્યતિ' ઉક્તિને પોતાના અનન્ય દુષ્કર યોગદાનથી સત્ય સાબિત કરી ગયા છે. પૂજ્ય પુણ્યવિજયજીના આવા વિરાટ વ્યક્તિત્વની ઝલક આ પૂર્વેના બે લેખોમાં આપ નિહાળી ચૂક્યા છો, ત્યારે એમના વ્યક્તિત્વના સઘળાં પાસાંઓથી સુપરિચિત થતાં પૂર્વે આ અનુપમ શિષ્યરત્નના વ્યક્તિત્વના ધડતરમાં પાયાની ઈંટ બની પ્રશંસનીય જ નહીં, પરંતુ અત્યધિક મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર તેમના પુણ્ય વિજયજીના) દાદાગુરુ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજ સાહેબ તથા ગુરૂદેવ પૂજ્ય ચતુરવિજયજી મહારાજ સાહેબની જીવનઝાંખીનું વિહંગાવલોકન કરવું આ સ્થાને સર્વથા ઉચિત લેખાશે એવું અમારું મંતવ્ય છે, - ચાલો, એ વિભૂતિઓના પૂજ્ય પુણ્યવિજયજી મ. સા. દ્વારા આલેખિત જીવન પર આછો દષ્ટિપાત કરી તેમના પ્રત્યે આપણો અહોભાવ દાખવી કૃતાર્થ થઈએ.
- રશ્મિકાંત જોશી)
*
*
*
પૂજ્યપાદદાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ
મારા પરમ ઉપકારી પૂજ્યપાદ દાદાગુરુશ્રીનું જ્યારે પણ પુણ્ય સ્મરણ કરું છું ત્યારે, સાચા ગુરુના જ્ઞાન અને ચારિત્રના પ્રભાવનું વર્ણન કરતી ગુણોસ્તમૌન વ્યાધ્યિાનંશિષ્યાઃ સંછિન્નસંશયયઃ એ કાવ્યપંક્તિ અંતરમાં ગુંજી ઊઠે છે, અને એની યથાર્થતા સમજાઈ જાય છે. સાચા ગુરુનું તો જીવન અને આચરણ જ શિષ્યોની શંકાઓનું નિવારણ કરી દે છે. મેં મારા દાદાગુરુશ્રીમાં એક આદર્શ ધર્મગુરુ, વિદ્યાગુરુ અને દીક્ષાગુરુ તરીકે આવો મહિમા પ્રત્યક્ષ અનુભવ્યો છેઃ એમની હાજરી માત્રથી કેવળ એમનાં દર્શનથી જ-કંઈકશાસ્ત્રીય બાબતોના સંશયોનું નિરાકરણ થઈ જતું, એટલું જ નહીં, જીવનસાધના અને ચારિત્રની આરાધનાને લગતી અનેક શંકા-કુશંકાઓનું પણ જાણે આપમેળે જ શમન થઈ જતું. આવા જીવનસિદ્ધ પ્રભાવક મહાપુરુષ હતા મારા પરમપૂજ્ય દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ: આજે આ ઉંમરે અને છ દાયકા જેટલા દીક્ષા-પર્યાય પછી પણ લાગે છે કે આવા વાત્સલ્યમૂર્તિને શિરછત્ર તરીકે મેળવવામાં હું કેટલો બધો ભાગ્યશાળી હતો ! એમનું સ્મરણ અંતરને ગગદબનાવી મૂકે છે, અને જાણે આજે પણ હું એમની આગળ બાળમુનિ હોઉં એવું સંવેદન ચિત્તમાં જગાડે છે. સાચે જ, તેઓશ્રીના મહાન ઉપકારની કોઈ સીમા જ નથી. 97
શ્રી પુણ્યચરિત્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org