________________
સુવાસ મહેકી ઊઠે છે.
આજથી એક વર્ષ પર અમે શામળાજી પાસેના દેવની મોરી ગામની સીમમાં ખોદકામ કરતા હતા. ત્યારે મહારાજશ્રી વિહારમાં હતા. કપડવંજથી કેશરિયાજી તેમને જવાનું હતું. મહારાજશ્રીનો મુકામ કપડવંજમાં છે એવી ખબર પડતા મહારાજશ્રીનાં દર્શન કરીને આગળ વધવું એવું નક્કી કરીને અમે મોટર કપડવંજમાં વાળી. મહારાજશ્રીનો મુકામ ક્યાં હતો તે ખબર ન હતી. તેથી ત્યાં બજારમાં પૂછપરછ કરી ને અમને રસ્તામાં સ્કલીફ પડશે કે કેમ એવો વિચાર કરતા હતા ત્યાં અમૃતલાલ ભોજક મળ્યા, તેમણે અમારો માર્ગ સરળ કરી આપ્યો.
મહારાજશ્રી તો કપડવંજ કોલેજમાં વ્યાખ્યાન આપવા ગયા હતા, એવી ખબર તેમના ઉતારા પાસે પહોંચ્યા ત્યારે અમને મળી. પણ સંધ્યાકાળ થવા આવ્યો હતો એટલે મહારાજશ્રી જલદી આવી પહોંચશે એવી અમારી ધારણા સાચી પાડતા, તેઓ આવી પહોંચ્યા. દૂરથી જ અમને તેમણે ઓળખી પાડ્યા અને કપડવંજ તરફ નીકળવાનું કારણ પૂછ્યું. મેં દેવની મોરીના સ્તૂપ તથા વિહારના ઉત્નનનની વાત કરી. એટલે તેમણે ટીંટોઈથી દેવની મોરી કેટલું દૂર થાય? રસ્તો કેવો છે? શામળાજીથી તેનું અંતર કેટલું વગેરે પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. મેં તેમને એ સ્થળનો પરિચય આપ્યો એટલે તેમણે વિહારનો કાર્યક્રમ જોયો અને મને કહ્યું કે અમુક દિવસે બપોરના એ ઉત્પનન જોવા અમે આવીશું.
દેવની મોરીની અમારી છાવણીમાં મેં મારા સહાયકર્તા શ્રી સૂર્યકાન્ત ચૌધરીને મહારાજશ્રીના આગમનના સમાચાર આપ્યા તેથી તે આનંદમાં આવી ગયા અને એમના આગમનની રાહ જોતા થઈ ગયા, નિયત સમયે વિહાર કરતો સંઘ આવી પહોંચ્યો. પૂ. મહારાજશ્રી, પૂ. પં. રમણિકવિજયજી અને તેમના સાથીદાર સાધુઓ, સાધ્વીજીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓથી સૂપ અને વિહાર ઊભરાયો. ઘડીભર તો લાગ્યું કે મહાવીર અને ગૌતમ બુદ્ધનો કાળ સજીવન થયો. વિહાર જોઈને ઘણા લોકોને ઉપાશ્રય યાદ આવ્યો અને સૂપ તથા વિહારમાં સંઘના લોકો ફરવા લાગ્યા.
પણ મહારાજશ્રીએ અમને ઉખનન સમજાવવાનું કહ્યું, એટલે એક પછી એક ઉત્નનનની વિગતો અમે આપવા માંડી. પણ મહારાજશ્રીની પ્રશ્નાવલીની ઝીણવટ, વિગતો જાણવાની તેમની આતુરતાને પરિણામે અમારી ખરેખર પરીક્ષા થઈ. તેનું શુભ ફળ એ આવ્યું કે કેટલીક બાબતો પર અમે ઓછો વિચાર કર્યો હતો તેની પર વિચારણા થઈ અને ઉત્નનનના જુદા જુદા વિભાગો વધુ સ્પષ્ટ થયા. પુણ્યવિજયજી મહારાજ માત્ર ઉખનન જોઈને સંતોષ માને એવા ન હતા. એમણે તેમાંથી નીકળેલી વસ્તુઓ જોઈ તેની વિગતવાર પરીક્ષા કરી ત્યારબાદ મોરી પાર્શ્વનાથનું સ્થળ પૂછ્યું.
દેવની મોરીની આજુબાજુ બૌદ્ધ તથા હિંદુ અવશેષોથી તથા જળાશયો વગેરેથી તો અમે પરિચિત હતા, પરંતુ અમારી તપાસમાં જૈન અવશેષો અમને મળ્યા ન હતા. તેથી આ પ્રશ્નોનો જવાબ તત્કાળ આપવો મુશ્કેલ હતો. સારે નસીબે દેવની મોરીના ઠાકોર શ્રી સૂરજમલસિંહ જાડેજા અમારી સાથે હતા. તેમનો દેવની મોરીની સીમનો પરિચય એટલો વિશાળ હતો કે તેમણે તરત જ અમારી છાવણીના નૈઋત્ય ખૂણામાં બાવળની ઝાડી, બતાવી અને કહ્યું કે પેલી ઝાડીની પાછળ જૈન દેરાસર હતું અને તે સ્થળની એ પ્રતિમા હતી. હાલ નવા બાંધકામો અને રસ્તાઓની રચનાને લીધે એ દેરાસરનું નિશાન રહ્યું નથી. પાછળથી એ જ સ્થળેથી કેટલીક જૈન પ્રતિમાઓ
શી પુણ્યચરિત્રમ્
152
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org