________________
ઠાકોર સાહેબે મેળવી હતી અને વડોદરા યુનિવર્સિટીને આપી હતી, જે હકીકત ઠાકોર સાહેબની માહિતીની સચ્ચાઈ દર્શાવતી હતી.
દેવની મોરીના અવશેષો જોઈને મહારાજશ્રીનો સંઘ કેશરિયાજીને રસ્તે મેશ્વો નદીની વિશાળ ખીણમાંથી, શામળાજી તરફ આગળ વધતો અમે જોઈ રહ્યા અને મારા સાથીદારોએ કહ્યું કે, “આવા જોનાર આવે તો આપણો આનંદ કેટલો બધો વધે!''
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજને વાકપુષ્પાંજલિ
શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે, પાટણ संतो हि सत्येन नयन्ति सूर्य । संतो भूमिं तपसा धारयन्ति ॥ संतो गतिभूतभव्यस्य राजन् । सतां मध्ये नावसीदन्ति सन्तः ॥४७ ।।
મારત રૂ-૨૮૧ સજનો જ સત્યથી સૂર્યને ગતિમાન કરે છે, સજનો ધરતીને તપ વડે ધારણ કરે છે, હે (યમ) રાજ! સનો ભૂત-ભવિષ્યની આધારગતિ છે, સજનોની મધ્યે સકાન કદી સીદાતો નથી. 'મહાભારત' ૩૨૮૧.
પ્રાતઃસ્મરણીય પ. પૂ. પુણ્યવિજ્યજી મહારાજ પાટણમાં લાંબો કાળ રહ્યા તે દરમ્યાન, આ સંત મહાપુરુષના સમાગમમાં આવનાનો અનન્ય લાભ ઘણો વખત મળ્યો છે. જ્યારે જ્યારે તેમના દર્શને ગયો છું ત્યારે ત્યારે, ઘણાં આવશ્યક કાર્યોમાં રચ્યાપચ્યા રહેતા હોવા છતાં, તેઓએ સસ્મિત વદને આવકાર આપ્યો હતો. તેમની મુખ્ય પ્રવૃત્તિ પુસ્તકોદ્ધારમાં કેન્દ્રિત હતી. પાટણના ભંડારો, જે અદર્શનીય બન્યા હતા, તેને તેમના ગુરુ અને પરમગુરુ, પ. પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજ અને પ્રવર્તક પ. પૂ. શ્રી કાંતિવિજયજી મહારાજના આદેશ પ્રમાણે, તે દરેક ભંડારોને સંશોધી તેના ગ્રંથોને વ્યવસ્થિત કરી, પદ્ધતિસર, તેમણે સુલભ અને દર્શનીય બનાવ્યા. કારણ, પ્રાચીન કાળમાં સ્થપાયેલા આ ભંડારોના ગ્રંથો, પેટી-પટારાઓમાં પોટકાં બાંધી નાખ્યા હતા. તેના સંરક્ષક જૈન શ્રેષ્ઠીઓ આ ગ્રંથોમાં શું છે તે જાણતા ન હતા, છતાં ધાર્મિક દષ્ટિએ આ જ્ઞાનભંડાર છે એમ માની, તેના પ્રત્યે પૂર્ણ આદર અને ભક્તિ રાખી, તેની સંગોપના રાખતા હતા. તેમાં ધોડાવજની પોટલીઓ મૂકવી, ઊધી ન લાગે તે માટે તેને ઉપર-નીચે કરી તપાસવા અને પાછા પટારામાં પધરાવી, તેનું સંરક્ષણ કરવામાં જ પોતાનું કર્તવ્ય સમજતા. પ. પૂ. પુણ્યવિજયજી મહારાજે પોતાના ગુરુ શ્રી પૂ. ચતુરવિજયજી સાથે આ બધા ભંડારોને વારાફરતી તપાસી, તેમાંના દરેક ગ્રંથોનાં, પહેલાં તો, ક્રમ પ્રમાણે પાનાં ગોઠવ્યાં, પછી તે ક્યા વિષયના ગ્રંથો છે તેની યાદી તૈયાર કરી. તદુપરાંત તે બધાની પ્રશસ્તિઓ તપાસી, તે ગ્રંથની રચનાકાળ, લખ્યાકાળ, લખનાર, લખાવનાર શ્રેષ્ઠી, અને ક્યાં રચાયો કે લખાયો, તેની સર્વ વિગતો તૈયાર કરી, તેની વ્યવસ્થિત યાદીઓ
153
થી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org