________________
કેળવણી અન્યોન્ય પૂરક થઈ પડ્યાં. એમની સંશોધન-પ્રવૃત્તિનો આરંભ મુનિ રામચંદ્ર રચિત સંસ્કૃત કૌમુદીમિત્રાનંદ-નાટક'નું ઈ. સ. ૧૯૧૭માં સંપાદન કર્યું ત્યારથી ગણી શકાય, ત્યાર પછીના જ વર્ષે, ૧૪મી સદીમાં થએલા મુનિરામભદ્રના પ્રબુદ્ધ રૌહિણેય નાટકનું સંપાદન કર્યું. એ જ અરસામાં આચાર્ય મેઘપ્રભનું ‘ધર્માલ્યુદયછાયા નાટક’ સંપાદિત કર્યું. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત “ઐન્દ્રસ્તુતિ-ચતુર્વિશતિકા'નું સંપાદન એમણે ૧૯૨૮માં કર્યું. આ રીતે એમણે અભ્યાસ સાથે સંપાદનમાં પણ પોતાની પ્રતિભા કેળવી. એમની સકલ જ્ઞાનપ્રતિભા ત્રણ માર્ગે કાર્યરત રહી છે: (અ) પ્રાચીન સાહિત્ય-સંસ્કૃતિના સંશોધન-સંપાદનમાં, (બ) પ્રાચીન ગ્રંથભંડારોના વિશ્લેષણ અને વ્યવસ્થાકાર્યમાં, (ક) દેશી-પરદેશી જ્ઞાનપિપાસુઓ અને અભ્યાસીઓના સંશોધનકાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયભૂત થવામાં.
સંપાદક તરીકેની એમની ખ્યાતિ મુખ્યત્વે ૧૯૩૩ થી '૪૨ સુધીમાં પ્રગટ થએલ ‘બૃહત્કલ્પસૂત્ર'ના નિર્યુક્તિ અને ટીકા સાથે છ ભાગ, 'વસુદેવ હિપ્પી'નાં બે ભાગ, તથા ‘અંગવિજા’, ‘આખ્યાનક-મણિકોશ', 'કલ્પસૂત્ર', નંદિસૂત્ર વગેરે પર આધારિત છે. આ ઉપરાંત એમણે પાટણ, ખંભાત, લીંબડી, જેસલમેર, બિકાનેર, જોધપુર, ભાવનગર, પાલીતાણા, વડોદરા, અમદાવાદ આદિના જ્ઞાનભંડારોની ચીવટપૂર્વક તૈયાર કરેલી ગ્રંથસૂચિઓ એમની અથાક શ્રમશીલતાને અદ્ભુત ધીરજની દ્યોતક છે. એમાંય જેસલમેરના ગ્રંથભંડારની પ્રવૃત્તિ દાદ માગી લે તેવી છે.
આશરે ઈ. ૧૯૫૦નો સમય. જેસલમેરના વિશાળ અને વિકટ ગણાતા ગ્રંથભંડારનું સંશોધન કરવાના અડગ નિર્ધારથી એમણે અમદાવાદ રેલવેના પાટે પાટે પદયાત્રા આરંભી. હજુ હો ફાટતાં પહેલાંનું અંધારું હતું. ચાલતાં ચાલતાં તેઓશ્રી પંદર-સત્તર ફૂટ ઊંડા એક ગરનાળામાં પછડાયા ! પરંતુ દેવ કૃપાએ આબાદ રીતે ઉંગરી ગયા અને ઊભા થઈવળી પાછો એમણે લગભગ સાત માઈલનો પગપાળા રસ્તો કાપ્યો. જેસલમેરની કયાત્રાનો આ તો આરંભ જ હતો !
અંતે તેઓ ત્યાં પહોંટ્યા ત્યારે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો. મભોમમાં વેરવિખેર ગામડાં, અબુધ પ્રજાજનો સાથે પનારો પડવો, બળબળતી રેતીમાં ખુલ્લે પગે પ્રવાસ ખેડવો, જ્ઞાનભંડારના નિયમજડ રક્ષકોને રીઝવવા : આ બધું જ સહીને એમણે જેસલમેરના જ્ઞાનભંડારમાં સંશોધનના શ્રીગણેશ માંડ્યા. ત્યાં દોઢેક વર્ષ રહ્યા એ દરમ્યાન ખાવાપીવાની પણ પ્રતિકૂળતા. મકાઈના રોટલા ને જાડી દાળ પર જ એમણે દિવસો ગુજારવા માંડ્યા. ક્યારેક તો પીવાના પાણીની ભારે તંગી પડે. પરંતુ આ સંકટમય સંજોગોમાં ઝાપટાં એમના અખંડ પ્રજ્વલિત જ્ઞાનદીપને સહેજે પણ હતપ્રભ કરી શક્યાં નહિ. આ કષ્ટોના કંટકોએ એમની અવિરત કર્મયાત્રાને સહેજ પણ થંભાવી નહિ. બલ્ક આ મુસીબતોએ એમને વધારે મહેનતુ બનાવ્યા, આફતોએ વધુ આશાવાદી બનાવ્યા ને પ્રતિકૂળતાની ધોંસે એમને વિશેષ ધૈર્યવાન બનાવ્યા. આખા ભંડારને એમણે પુનર્વ્યવસ્થિત કર્યો તેમજ શ્રમસાધ્ય વિસ્તૃત સૂચિ તૈયાર કરી. દુપ્રાપ્ય હસ્તપ્રતોની જાળવણી કેમ થાય એનું એમણે સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. ત્યાંની અમૂલ્ય તાડપત્રીઓની એમણે માઈક્રો ફિલ્મ લેવડાવી કે જેથી પછીના કાળમાં સહુ એનો ઉપયોગ કરી શકે. અને તદ્દનુસાર આ તાડપત્રીઓનો ભારતના તેમજ ભારત બહારના અનેક અભ્યાસીઓએ ઉપયોગ કર્યો પણ છે. એમનું જેસલમેરનું કાર્ય એમની તીવ્ર જ્ઞાનોપાસના, દૂરંદેશીપણું અને
205
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org