________________
પુત્રને પણ દીક્ષા લેવડાવવામાં જ એમણે શ્રેય માન્યું. પાલીતાણામાં ચાતુર્માસ ગાળી, ત્યાંની નવ્વાણું ધર્મયાત્રા વિધિપૂર્વક પતાવી, માતા માણેકબેન વડોદરા પાસેના છાણી ગામમાં આવી પહોંચ્યા. ત્યાં પોતાના પુત્ર મણિલાલને શ્રી કાંતિવિજ્યજીના મુનિમંડળને ચરણે સોંપ્યો. ગુરુ ચતુરવિજયજીએ મણિલાલને વિ. સં. ૧૯૬૫ના મહા વદ પાંચમે, એટલે કે ઈ. ૧૯૦૯ના ફેબ્રુઆરી માસમાં દીક્ષા આપી. એ વખતે મણિલાલની વયે તેર-ચૌદ વર્ષની. હવે બાળક મણિલાલ દીક્ષિત પુણ્યવિજય બન્યા.
એમની સાચી કેળવણીનો પ્રારંભ દીક્ષિત જીવનના આરંભથી જ થયો કહેવાય. જો કે એકધારો સળંગ વ્યવસ્થિત અભ્યાસ કરવાનું તો ક્યારેય બન્યું જ નહોતું, છતાંય પ્રગુરુ કાંતિવિજયજી ને ગુરુ ચતુરવિજયજીએ નવદીક્ષિત પુણ્યવિજ્યજીમાં ઊંડો રસ લઈ એમને કેળવણીની કેડીએ લાવી મૂક્યો. એમના અભ્યાસ માટે જે બેચાર શિક્ષકો વિદ્યાદાન કરતા તેમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી મોખરે હતા. પાછળથી તો આ ગુરુ-શિષ્ય સંબંધ ગાઢ મૈત્રીમાં પરિણમેલો. વળી, ગુરુ ચતુરવિજયજી તો સંશોધન અને સંપાદનના પણ જબરા શોખીન. એમના જ સહવાસથી પુણ્યવિજયજીમાં સંશોધનની જિજ્ઞાસા મહોરી ઊઠીં, જેનાં મીઠાં ફળ એમની સુદીર્ઘ સંશોધનપ્રવૃત્તિમાં જોઈ શકાય છે.
પ્રગુરુ કાંતિવિજયજીની વૃદ્ધાવસ્થા હોઈ પ્રશિષ્ય પુણ્યવિજયજીને લાગલગાટ અઢાર વર્ષ એમની પાસે સેવાર્થે પાટણમાં જ રહેવાનું થયું. આ વખતે પણ એમના જ્ઞાનપિપાસુ આત્માએ મળેલી તકનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. સૈકાઓથી સંઘરાએલી, વિવિધ જ્ઞાનથી ખચિત હસ્તલિખિત પોથીઓથી સમૃદ્ધ એવા પાટણના બધા જ જ્ઞાનભંડારોનું એમણે એ દરમ્યાન અવલોકન કર્યું. પછી જુદા જુદા જ્ઞાનભંડારોનાં અવ્યવસ્થામાં વ્યવસ્થા લાવવાનો એમને વિચાર આવ્યો, અને અત્યંત પરિશ્રમ ઉઠાવી એમણે એ ભંડારોની સુદીર્ઘ સૂચિપત્રો જાતે જ તૈયાર કર્યા. અંતે એમના પ્રયાસથી પાટણમાં હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની સ્થાપના થઈ.
દીક્ષાના પ્રથમ વર્ષે જ પ્રગુરુ અને ગુરુ પાસે એમણે બધાં પ્રકરણોનો અભ્યાસ કરી લીધો. ત્યાર બાદ બીજે વર્ષે ખેડા જિલ્લાના વસો ગામના શ્રાવક ભાઈલાલ પાસે સંસ્કૃત ‘માર્ગોપદેશિકા’નો અભ્યાસ કર્યો પછી પંડિત શ્રી નિત્યાનંદજી શાસ્ત્રીની નિશ્રામાં ‘સિદ્ધહેમ લઘુવૃત્તિ', “હેમલઘુપ્રક્રિયા', “ચંદ્રપ્રભા વ્યાકરણ', ‘હિતોપદેશ', ‘દશકુમારચરિત' વગેરે શાસ્ત્રો અને સર્વગ્રંથોનું પરિશીલન કર્યું. ત્યાર પછી તો પાળિયાદ નિવાસી પંડિત શ્રી વીરચંદભાઈ મેઘજી પાસે એમણે ‘લઘુવૃત્તિ’નો અધૂરો રહેલો અભ્યાસ પૂરો કરવા ઉપરાંત કાવ્યોનું પણ વાચન કર્યું, તો જૈન તત્ત્વજ્ઞાન અને ભારતીય દર્શનશાસ્ત્રના પારગામી પંડિત સુખલાલજી પાસે વિ. સં. ૧૯૭૧-'૭રમાં, અનુક્રમે પાટણ અને વડોદરામાં, કાવ્યાનુશાસન', 'તિલકમંજરી', 'તર્કસંગ્રહ' તેમજ છંદોનુશાસન' જેવા પ્રશિષ્ટ અભ્યાસગ્રંથોનું વિગતે પરિશીલન કર્યું. આ બધા અભ્યાસે એમના જ્ઞાનની ક્ષિતિજોનો અને દષ્ટિકોણનો અદ્ભુત વિકાસ કર્યો. એમના આ અભ્યાસકાળમાં આપણને એક સત્ત્વનિષ્ઠ અને સત્યનિષ્ઠ જ્ઞાનસાધકનાં દર્શન થાય છે. એક સાચા વિદ્યા-અર્થીને છાજે તેવી ઉત્કટ જિજ્ઞાસા, ઉચ્ચબુદ્ધિમત્તા, ઉષ્માયુક્ત જ્ઞાનોપાસના, ઉદ્દીપ્ત શ્રમસાધના અને ઉદાહરણીય વિનમ્રતાનાં પુણ્યવિજયજીમાં જે દર્શન થાય છે તે આજના યુગના પરીક્ષાલક્ષી વિદ્યાર્થીઓને માટે અનુકરણીય અને અનુસરણીય છે.
એમની આ વિદ્યાભ્યાસની ધારા સાથે શાસ-સંશોધનની ધારા પણ ચાલતી જ રહી. સંશોધન અને શ્રી પુણ્યચરિત્રમ્
204
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org