________________
અપાર ખંત તેમજ ધીરજની ગવાહી પૂરે છે.
પણ આ સૌમાં જૈન આગમોનો અદ્યતન ઢબે અભ્યાસ કરી તેની પૂનર્વાચનાઓ તૈયાર કરવાનો એમના પુરુષાર્થ શિરમોર જેવો છે. પિસ્તાળીસ જેટલાં જૈન આગમોનો, તેની નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાઓનો, પ્રથમ તો કેટલાંક વર્ષો સુધી એમાગે મૂક અભ્યાસ કર્યો. પછી બે-ત્રણ સંનિષ્ઠ લક્ષિાઓની મદદથી એમાગે સંપાદનો તૈયાર કરવા માંડ્યા. પરંતુ આ વખતે એ લહિયાઓને ચૂકવવાના પૂરા પૈસાની પણ સગવડ નહિ. છતાંય પોતાનું અજાચક વ્રત એમણે છોડ્યું નહિ. ઈ. ૧૯૪૭-૪૮માં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને આ વાતની ખબર પડી. એમાણે મુનિશ્રીનું કાર્ય નિહાળ્યું અને પ્રસન્ન થઈ લહિયાઓનું લહેણું ભરપાઈ કરી આપ્યું. એટલું જ નહિ પણ મુનિજીને પોતાનું સંશોધનકાર્ય આગળ ધપાવવામાં સર્વ રીતે સહાય કરવાનું એમણે વચન આપ્યું. આ આગમોની છેલ્લી વાચનાઓ આજથી લગભગ પંદરસો વર્ષ પૂર્વે વલભીપુરમાં શ્રી દેવગિણિ ક્ષમાશ્રમાગના માર્ગદર્શન નીચે તૈયાર થએલી; ત્યાર પછી એ છેક આ કાળે મુનિશ્રી પુણ્યવિજયજીએ અપાર પુરુષાર્થથી જે નવી વાચનાઓ તૈયાર કરી તે જૈન ધર્મમાં અને આ સદીના સંપાદન ક્ષેત્રમાં અમૂલ્ય અને અદ્વિતીય પ્રદાન લેખાશે. આમાંના બે ગ્રંથોન્ચૂર્ણિ સાથેનું ‘નંદીસૂત્રમ્” અને વિવિધ ટીકાઓ સાથેનું ‘નંદીસૂત્રમ્’–તો અનુક્રમે ઈ. ૧૯૬૬ અને ૧૯૬૮માં છપાઈને પ્રકટ પણ થયાં છે. એમના આ ભગીરથ પ્રયાસને અનુલક્ષીને એમને ‘આગમપ્રભાકર” કહેવામાં આવ્યા છે તે ઉચિત જ છે.
સંપાદન ઉપરાંત હસ્તપ્રતો ભેગી કરવી, ગોઠવવી, તેની અન્વીક્ષા કરવી, એ પણ એમની પ્રિય પ્રવૃત્તિ રહી. તે અંગેનો. ઈ. ૧૯૩૫માં પ્રગટ થએલો ‘ભારતીય શ્રમાગસંસ્કૃતિ અને લેખનકળા' નામક દીર્ધ નિબંધ આ વાતની સાખ પૂરે છે. વિવિધ કાળની હસ્તપ્રતો વાંચવાની આ પ્રવૃત્તિને પરિણામે એમણે દેવનાગરી પહેલાંની બ્રિાહ્મી લિપિ ઉકેલવાનું તેમજ દેવનાગરીના સદીએ સદીએ બદલાએલા મરોડ ઉકેલવાનું કાર્ય આત્મસાત્ કર્યું સાથે સાથે વિવિધ સૈકાની દેવનાગરી લિપિ લખવામાં પણ એમણે નિપુણતા મેળવી લીધી. પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, સિકકા, મૂર્તિઓ વગેરે પુરાતત્ત્વ વિષયોના પણ એ અચ્છા જ્ઞાતા હતા. લિપિશાસ્ત્રના તો એ એવા અસાધારણ અભ્યાસી હતા કે લિપિ પરથી કઈ હસ્તપ્રત કઈ સદીની હશે તેનું ચોક્કસ અનુમાન કરી શકતા.
સંશોધક તરીકે સાંપ્રદાયિક અને છતાં વ્યક્તિગત મત-માન્યતાઓથી મુક્ત એવી ઐતિહાસિક દષ્ટિ તેમની પાસે હતી. તુલનાત્મક અભ્યાસરીતિ અને સત્યાન્વેશી સંશોધન પ્રીતિ એમને સહજ હતાં. આથી જ એ પોતાના સંશોધન હેઠળની કૃતિનીખૂબી-ખામીનું તાશ્યપૂર્ણ દર્શન કરી શકતા. ગુણગ્રાહક દષ્ટિએ એમનામાં કોમળતા અને સહાનુભૂતિ પ્રગટાવ્યાં હતાં, તો સત્યોપાસનાએ નિર્ભયતા અને નિષ્પક્ષપાત ખીલવ્યાં હતાં. એમની સર્વાગી અન્વેષણાત્મક દૃષ્ટિએ એમની પાસે અણિશુદ્ધ સંપાદનો કરાવ્યાં છે. માઈક્રો ફિલ્મ, ફોટોસ્ટેટ તેમજ એન્લાર્જમેન્ટ જેવી વૈજ્ઞાનિક સાધનપદ્ધતિનો પણ એમણે સંશોધક તરીકે પૂરતો ઉપયોગ કર્યો છે.
આવા જ્ઞાનવીર સાધુપુરુષનું વ્યક્તિત્વ પણ આકર્ષક અને અભુત હતું. ચિત્તની નિર્વિકાર અવસ્થામાંથી પ્રગટેલી મુદ્રા હરહંમેશ એમના વદન પર અંકિત રહેતી. નિર્ભેળ જ્ઞાનસાધનાએ એમના વ્યક્તિત્વને અત્યુચ્ચ બનાવ્યું હતું. પરિણામે એમની વિરતિ રસહીન કે ઉદાસ નહોતી, પણ સદા પ્રસન્નતાથી છલકાતી રહેતી. એમની સરળતા ને સમતા એમનાં વાણી-વર્તનમાં સદા નર્તન કર્યા કરતી. એમની અનાસક્તિએ એમને કઠોર નહિ પણ શ્રી પુણ્યચરિત્રમ્
206
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org