SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ કોમળ બનાવ્યા હતા. કોઈનું પણ દુઃખ જોઈ એમનું દિલ દ્રવી જતું. એમની પાસે આવનાર કોઈ પણ દુખિયું પ્રશાંત થયાં વગર પાછું ફરતું નહિ. હસ્તપ્રતોનો એમનો પરિગ્રહ પણ ઉદારતા અને પરોપકારનો પ્રેર્યો હતો. આથી જ કોઈ પણ અભ્યાસી કે વિદ્વાન એમની પાસે આવે કે તરત જ પોતાના સંગ્રહમાંથી, સહેજ પણ સંકોચ વગર, એ આવનારને ઉપયોગી સામગ્રી પૂરી પાડતા. આશંકા કે અવિશ્વાસનું સહેજ પણ નામ નહિ. એમની આવૃત્તિ જ સામેની વ્યક્તિમાં પાગ વિશ્વાસનું વાવેતર કરતી. વિશ્વાસથી જ વિશ્વાસ કેળવાય છે એની પ્રતીતિ એમાણે પોતાના વર્તન દ્વારા કરાવી આપી હતી. ઉદારતા પણ એવી જ અનુકરણીય. અમદાવાદમાં ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ના આરંભમાં એમણે જ પોતાની દસ હજાર હસ્તપ્રતો તદ્દન નિર્મમપણે કાઢી આપી હતી. નિખાલસતા અને નમ્રતા પણ એમના વ્યક્તિત્વને દીપ્તિમંત કરતાં. અને એમની વત્સલતાથી તો કોઈ અનભિજ્ઞ નથી. જૈન કે જૈનેતર, નિરક્ષર કે સાક્ષર, ધનિક કે નિર્ધન સૌના પ્રત્યે એ પૂરો સમભાવ રાખતા. એઓ રૂઢિગ્રસ્ત આચારવિચારની મર્યાદા જાણતા, તો નવીનની ઉપયોગિતાને પાગ પિછાણતા. આથી જ ક્ષીરનીર-વિવેક એઓ જાળવી શકતા. શ્રમણસંઘના ભિન્નભિન્ન સમુદાયો વચ્ચે જે વાડાબંધી જેવું હોય છે તેનાથી તેઓ સર્વદા અલિપ્ત રહેતા. કોઈ પણ ગચ્છના અનુયાયીનો એમને છોછ નહોતો. આ રીતે એમાગે એક આદર્શ શ્રમણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરનિંદાથી પર પુણ્યવિજયજીએ સામી વ્યકિતના નાનામાં નાના ગુણને પણ મોટો ગણી સન્માન્યો હતો. જ્ઞાનની જેમ એમણે ચારિત્ર પર પણ ખૂબ ભાર મૂક્યો હતો. શીલ અને પ્રજ્ઞા જ ઉચ્ચ વ્યક્તિત્વનાં ઘડતર બળો છે એમ એમના જીવન પરથી કોઈ પણ કળી શકતું. એમની વિદ્યાને અહંકારનો ઓપ નહોતો દીધો. પોતાના અવિરત જ્ઞાનયજ્ઞનો ભંગ ન થવા દેવા માટે એમણે જુનવાણી કક્ષાના મોટામોટા આડંબરી મહોત્સવો ટાળ્યા હતા, તેમ એ જ ઈરાદાથી સુધારાના બહાના નીચે ઉપાડવામાં આવતી ઊહાપોહયુક્ત ચળવળથી પણ એઓ સદા દૂર રહ્યા હતા. પદવી કે પદની એમણે કદાપિ આકાંક્ષા રાખી નહોતી. શિષ્યો કે નામના મેળવવા પાછળ પણ એમણે નજર રાખી નહોતી. આથી જ આવા સાંસારિક વ્યામોહથી પર રહી એઓ એકધારી જ્ઞાનસાધના અને આત્મસાધના કરી શક્યા હતા. ‘મુનિ તો ન સૂરિઓમાં સામાન્ય પદવી છે, જ્યારે “આચાર્યની પદવી અતિ માનવંતી છે. વડીલ સૂરિઓ અને પાટણના શ્રીસંઘે એમને આચાર્ય પદથી વિભૂષિત કરવાનું ઠરાવ્યું ત્યારે એમણે નમ્રતાપૂર્વક એ પદનો પણ અસ્વીકાર કર્યો. વિદ્વત્તાના પ્રતીકરૂપ અપાતી. ‘પંન્યાસ’પદવીનો પાગ એમણે અસ્વીકાર કરેલો. વડોદરાના શ્રીસંઘે તો એમને પૂછ્યા વગર જ વિ. સં. ૨૦૧૦માં ‘આગમપ્રભાકર'નું બિરુદ આપી દીધેલું. પરંતુ આનું કશું ય વળગણ એમને નહોતું. દશી-પરદેશી અનેક વિદ્વાનોએ એમની રાહબરી નીચે સંશોધન કર્યું છે. છતાંય ગુરુપદનો લેશ પણ મદ કયાંય કળી શકાશે નહિ. ઉચ્ચતમ ઉપાધિ પીએચ.ડી.ના પરીક્ષક તરીકે પણ એમણે એટલી જ નિર્લેપતાથી કામગીરી કરી હતી. ઈ. સ. ૧૯૫૯માં અમદાવાદ ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદ'ના વીસમાં 207 શ્રી પુણ્યચરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy