________________
ગ્રંથરચના
તેઓશ્રીએ ખાસ કોઈ સ્વતંત્ર ગ્રંથની રચના નથી કરી. તે છતાં તેઓએ જૈન તત્ત્વસાર નામના ગ્રંથનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો, જે છપાઈ ગયો છે. પણ તેઓની આત્મશુદ્ધિની અને પ્રભુના માર્ગનું અનુસરણ કરવાની તીવ્ર ઝંખના અને પોતાના દોષોના દર્શનથી થતી વેદના તેઓશ્રીની સ્તવન, સજ્ઝાય અને વૈરાગ્યપદોરૂપ કાવ્યકૃતિઓમાં જોવા મળે છે. આ કૃતિઓ સંખ્યામાં ભલે ઓછી હોય પણ, પહાડમાંથી નીકળતી સરિતાની જેમ સંવેદનશીલ અંતરના ઊંડાણમાંથી સહજપણે પ્રગટેલી હોવાથી, ગુણવત્તામાં ચઢિયાતી છે. તેઓશ્રીની આ હૃદયસ્પર્શી કાવ્યકૃતિઓ ‘આત્મકાંતિ પ્રકાશ' નામે પ્રસિદ્ધ થયેલી છે. એમ કહેવું જોઈએ કે અંતરસ્પર્શી જ્ઞાનરસ એ તેઓનો જીવનરસ હતો. જ્યારે શરીર અશક્ત થઈ ગયું અને આંખોનું તેજ પણ અંદર સમાઈ ગયું, ત્યારે પણ કોઈ ને કોઈ વાચકને પાસે રાખીને તેઓ નિરંતર શાસ્ત્રશ્રવણ કરતા જ રહેતા; એમાં તેઓ દુઃખ માત્રને વીસરીને આત્મિક આનંદનો અનુભવ કરતા. ક્યારેક મનમાં કોઈ કવિતા સ્ફુરી આવે તો પાસે રાખેલી સલેટ ઉપર મોટા મોટા અક્ષરોથી ટપકાવી લેતા.
ઉપસંહાર
દાદાગુરુશ્રીના ગુણોનું સ્મરણ અને સંકીર્તન કરતાં થાક તો મુદ્દલ લાગતો જ નથી, અને એક પરમ ઉપકારી મહાપુરુષના ઉપકારોનું સ્મરણ કરતાં ચિત્ત અનેરો આહ્લાદ અનુભવે છે, પણ હવે આ ધર્મકથા પૂરી
આ ધર્મકથાને પૂરી કરતી વખતે એક પાવન પ્રસંગ યાદ આવે છે ઃ દાદાગુરુશ્રીની બીમારીના છેલ્લા દિવસો હતા. એમને સાથળ ઉપર ગૂમડું થઈ આવ્યું, તે ફૂટવું તો ખરું, પણ કોઈ રીતે રુઝાય નહીં, મને થયું, હવે સ્થિતિ ગંભીર છે. આમ તો એમને શાતા પૂછવાનો મારો ક્રમ ન હતો—પૌત્ર દાદાને શી શાતા પૂછે? પણ તે દિવસે તેઓની પાસે જઈને પૂછ્યુંઃ‘કેમ સાહેબ, શાતા છે ને?’’ દાદાગુરુશ્રીએ આછું સ્મિત કરીને મારા શરીરે વાત્સલ્યભર્યો હાથ ફેરવતાં કહ્યું : ‘“નાનું સરખું ટબુકડું આવ્યું હતું અને આવડું મોટું થઈ ગયું!'' અને એમ કહીને હેત વરસાવતો તેઓશ્રીનો વરદ હાથ મારા માથે મૂક્યો ! આવું વાત્સલ્ય પામીને હુ ધન્ય બની ગયો ! તે પછી ૪૫ દિવસે જ તેઓ સ્વર્ગવાસી થયા.
મારા જીવન-ઘડતરમાં અને મારા શાસ્ત્રાભ્યાસના વિકાસમાં મારા પૂજ્ય દાદાગુરુશ્રી અને પૂજ્ય ગુરુશ્રીના ફાળાનો વિચાર કરું છું તો મને તો એમ જ લાગે છે કે આ કોઈ જન્મ-જન્માંતરના પુણ્યનું ફળ જ મને મળતું રહ્યું છે. વિશાળ વટવૃક્ષ જેવા એમના વાત્સલ્યસભર આશ્રયનો મેં જીવનભર અનુભવ કર્યો; એક પણ ચાતુર્માસ તેઓથી અલગ કરવાનો પ્રસંગ ન આવ્યો, પોતાના જીવનપ્રસંગોનું વર્ણન કરી અનેકવાર તેઓએ મને જીવનદર્શન કરાવ્યું; તેઓશ્રીના ચરણે બેસીને જ્ઞાન અને ચારિત્રની યથાશક્તિ આરાધના કરવાનો સોનેરી અવસર મળ્યો અને પ્રભુના શાસનની યથામતિ-શક્તિ સેવા કરવાની ભાવનાની ભેટ આવા પરમોપકારી મહાપુરુષો પાસેથી મળી, એ કંઈ જેવું તેવું સદ્ભાગ્ય ન કહેવાય. આ બધાંનો વિચાર કરતાં મારા અંતરતમ અંતરમાંથી એક જ ધ્વનિ નીકળે છે કે અત્યારે હું જે કંઈ છું તે મારા પૂજ્ય દાદાગુરુશ્રી અને પૂજ્ય ગુરુશ્રીના પ્રતાપે જ ! મારા આ પરમ ઉપકારી
શ્રી પુણ્યચરિત્રમ્
106
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org