________________
વાપરીને એ બંધ રાખવાની સલાહ આપી; અને સૌએ એમની આ સલાહ માનપૂર્વક વધાવી લીધી. વળી, પંડિતવર્ય શ્રી બેચરદાસજી સામે શ્રીસંઘમાં વિરોધ જાગ્યો કે મુનિ શ્રી જિનવિજ્યજીએ દીક્ષાનો ત્યાગ કર્યો તે વખતે, તેઓ પ્રત્યે જરા પણ હીનભાવ સેવ્યા વગર, પૂજ્ય દાદાગુરુશ્રીએ એમને આશ્વાસન, હિતશિખામાગ અને માર્ગદર્શન આપીને એમની વિશિષ્ટ શક્તિઓનો લાભ સમાજને મળતો રહે એ માટે જે પ્રયત્ન કર્યો હતો, તે પૂજ્ય દાદાગુરુશ્રીની ઉદારતા, સાધુતા અને મહાનુભાવતાની સાક્ષીરૂપ બની રહે એમ છે. એમના જીવનમાં આવા તો અનેક પ્રસંગો મેં જોયા છે.
ડો. દેવવ્રત ભાંડારકર, શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ જેવા આપણા દેશના વિદ્વાનો અને ડો. હર્મન યાકોબી, નોર્મન બ્રાઉન જેવા વિદેશી વિદ્વાનોએ દાદાગુરુશ્રીની પાસેથી ઘણી પ્રેરણા મેળવી હતી. આ લખતી વખતે વિ. સં. ૧૯૯૭ કે ૧૯૯૮ની સાલનો એક પ્રસંગ યાદ આવે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર, લેખક અને કવિ અને ગુજરાત યુનિવર્સિટીના અત્યારના ઉપકુલપતિ ભાઈશ્રી ઉમાશંકર જોષી પૂજ્ય દાદાગુરુશ્રી પાસે પાટણ આવ્યા હતા. એ જવાના હતા અને બીજે જ દિવસે મહાવીર જયંતીનું પર્વ આવતું હોવાથી મારી વિનંતીને માન્ય રાખી તેઓ રોકાઈ ગયા હતા. આ જયંતી પ્રસંગે પૂજ્ય દાદાગુરુશ્રીએ, અતિ સાહજીકપણે, ભગવાનના ગુણાનુવાદ તરીકે, થોડીક મિનિટ સાવ સાદી અને સરળ વાણીમાં વ્યાખ્યાન આપ્યું હતું. અંતરની લાગણીની સહજ અભિવ્યક્તિરૂપે અપાયેલા આ પ્રવચનથી ભાઈશ્રી ઉમાશંકર જોષી ખૂબ પ્રભાવિત થયા હતા. આ વક્તવ્યના પોતાના હૃદય ઉપર અંકિત થયેલ પ્રતિબિંબનો ઉલ્લેખ, પાછળથી, તેઓએ મારા ઉપરના એક પત્રમાં કર્યો હતો. તેમાં તેઓએ જણાવ્યું હતું કે, “પૂજ્ય મહારાજશ્રીએ અતિવૃદ્ધ અવસ્થા હોવા છતાં મહાવીર જયંતીના પ્રસંગે જે સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું, તેથી મને લાગ્યું કે ભારતમાં હજી પણ ઋષિતેજ જાગતું છે.''
આવો જ એક બીજો પ્રસંગ પણ અહીં નોંધવા જેવો છે. ભારતીય કળાના અભ્યાસી શ્રી એન. સી. મહેતા (શ્રી નાનાલાલ ચીમનલાલ મહેતા) એક વાર દાદાગુરુશ્રીને મળવા પાટણ આવેલા મારી યાદ પ્રમાણે તેઓ પંડિતવર્ય શ્રી સુખલાલજી સાથે આવ્યા હતા. શ્રી મહેતા પૂજ્ય દાદાગુરુશ્રી તથા શાંતિમૂર્તિ પૂજ્ય શ્રી હંસવિજયજી મહારાજ-એ ત્રણેએ એકાંતમાં લાંબા વખત સુધી વાતો કરી. એ પછી આ બે સંતપુરુષોની પોતાના ચિત્ત ઉપર પડેલી છાપ અંગે તેઓએ કંઈક એવી મતલબનું કહેલું કે–સામાન્ય રીતે હું બીજાઓથી ભાગ્યે જ અંજાઉં છું; પણ આ બે સાધુપુરુષોથી હું ખૂબ પ્રભાવિત બન્યો છું. બન્ને ઋષિ જેવા કેવા સૌમ્ય, અને શાંત છે!
વિહાર
પૂજ્ય દાદાગુરુશ્રીએ જ્ઞાનભંડારોના ઉદ્ધાર આદિને પોતાનું એક જીવનકાર્ય માનેલું હોવાથી મોટેભાગે તેઓને એ કાર્યમાં જ ઓતપ્રોત રહેવું પડતું, અને તેથી તેઓ વિહાર ઓછો કરી શકતા. છતાં તેઓશ્રીએ પંજાબ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશોમાં વિચરીને ત્યાંની ભૂમિને પવિત્ર કરી હતી અને ત્યાંની જનતાને પોતાની સમદર્શી સાધુતાનો લાભ આપ્યો હતો. જ્ઞાનભંડારોની ઉદ્ધારની દૃષ્ટિએ પાટણ તો તેઓશ્રીની કર્મભૂમિ જ બન્યું હતું.
105
શ્રી પુણ્યચરેમમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org