________________
વિજયવલ્લભસૂરિજી મહારાજ, પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયદાનસૂરિજી મહારાજ, પૂજ્યપાદ શ્રી હંસવિજયજી મહારાજના સુશિષ્ય મુનિવર શ્રી દોલતવિજયજી આદિ ઘણાનો ફાળો છે, છતાં આ ગ્રંથમાળાને એની શરૂઆતથી જ જીવિત રાખવામાં મારા પૂજ્ય દાદાગુરુશ્રીનો અને પૂજ્ય ગુરુશ્રીનો ફાળો અતિ મહત્ત્વનો અને મોટો છે, એ સત્ય હકીકત છે.
અહીં એક વાત તો સમજી જ લેવાની છે કે પૂજ્ય દાદાગુરુશ્રીની જ્ઞાનોદ્ધારની કે શાસનપ્રભાવનાની દરેકેદરેક પ્રવૃત્તિમાં, કાયાની છાયાની જેમ, મારા પૂજ્ય ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજનો હંમેશાં ધર્મપુરુષાર્થભર્યો ઘણો મોટો ફાળો રહેતો. આ ઉપરથી સૌ કોઈને નિશ્ચિતરૂપે લાગશે કે ગુરુ-શિષ્યની આ જોડીએ જ્ઞાનોઘ્ધારના પુણ્યકાર્યની પાછળ જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. મારામાં શાસ્ત્રસંશોધનની જે કંઈ અતિ અલ્પ-સ્વલ્પ સ્ફૂર્તિ કે દષ્ટિ આવી છે, તે મારા આ બંને શિરછત્રોને જ આભારી છે, એટલું જ નહિ, પણ મારામાં જે કંઈ સારું છે, તે આ ગુરુયુગલની કૃપાનું જ ફળ છે.
વિશિષ્ટ વ્યક્તિત્વ
પૂજ્ય દાદાગુરુશ્રી કેવા કરુણાલુ અને વાત્સલ્યમૂર્તિ હતા, એમનો સ્વભાવ કેવો શાંત અને પરગજુ હતો, તેઓ કેટલા બધા ધીર-ગંભીર અને બોલવા કરતાં કરવામાં માનનારા હતા, એમનામાં મધ્યસ્થતા, ગુણગ્રાહક વૃત્તિ અને સત્યશોધક દષ્ટિનો કેવો સુમેળ સધાયો હતો અને એમનું જીવન કેવું વિમળ હતું, અને આવી બધી ગુણવિભૂતિને બળે એમનું વ્યક્તિત્વ કેવું પ્રભાવશાળી અને ઉજ્જવલ હતું, એ અંગે તો પુનરુક્તિનો દોષ વહોરીને પણ એમના એ દિવ્ય ગુણોનું વારંવાર સંકીર્તન કરવાનું મન થઈ આવે છે.
એમના આવા વિશિષ્ટ વ્યક્તિત્વની છાપ એમના પરિચયમાં આવનારના અંતર ઉપર પડચા વગર ન રહેતી. સૌ કોઈને તેઓ પોતાના હિતચિંતક સ્વજન સમા જ લાગતા. દાદાગુરુશ્રીના આવા વ્યક્તિત્વથી લીંબડીના દરબાર શ્રી દોલતસિંહબાપુ વગેરે ખૂબ પ્રભાવિત બન્યા હતા. તેઓને કોઈ પણ કારણસર જામનગર કે પાટણ આવવાનું થતું ત્યારે તેઓ દાદાગુરુશ્રીનાં દર્શને અવશ્ય આવતા. એક વાર તો તેઓ એક નોકરને લઈને એકલા જ આવ્યા હતા. તેઓશ્રી પ્રત્યેના આવા આદર કે આકર્ષણનું એક કારણ એ પણ હતું કે તેઓ જેમ સૌ પ્રત્યે સમાન ધર્મસ્નેહ ધરાવતા હતા, તેમ જૂની-નવી ગમે તે પ્રકારની વિચારસરણીને સમભાવે સમજી, વિચારી અને આવકારી શકતા હતા; અમુક પ્રકારની વિચારસરણીને કારણે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અનાદરનો ભાવ દર્શાવવાનું એમની પ્રકૃતિમાં જ ન હતું. તેથી રૂઢિચુસ્ત, સુધારક કે ઉદ્દામ વિચારો ધરાવનાર સૌ કોઈને માટે તેઓ પૂછ્યાઠેકાણું બની શક્યા હતા. આનો સાર એ કે તેઓશ્રીમાં માનવતાનો સદ્ગુણ આટલી કોટિએ ખીલ્યો હતો.
સમદર્શીપણું, સ્નેહાળતા, વૈય્યાવચ્ચ કરવાનો ભાવ વગેરે વગેરે તેઓશ્રીના વિશિષ્ટ ગુણોને લીધે તેઓનો પોતાનો સાધુસમુદાય નાનો હોવા છતાં એમની છત્રછાયામાં વિશાળ સાધુસમુદાય રહેતો હતો. તેઓનું સમુદાયમાં એવું બહુમાન હતું અને સમુદાયના હિતની તેઓ એવી ચિંતા સેવતા હતા કે એક વખત, વિ. સં. ૧૯૫૭માં, પૂજ્ય મુનિ શ્રી વલ્લભવિજયજીને આચાર્ય પદવી આપવાની વાત આવી ત્યારે તેઓએ દીર્ઘદષ્ટિ અને સમયજ્ઞતા
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
104
www.jainelibrary.org