________________
જ્ઞાનોદ્ધારનું કાર્ય
પૂજ્ય દાદાગુરુશ્રી શાસ્ત્રોધ્ધારના કામમાં એવા તો ઓતપ્રોત બની ગયા હતા કે જાણે એ એમનું જીવનકાર્ય કે એમનો જીવન-આનંદજન હોય ! પૂર્વાચાર્યો અને અન્ય વિદ્વાનોએ મહાશ્રમ અને સાધનાપૂર્વક રચેલ પ્રાચીનઅર્વાચીન સ્વદર્શનના કે ઈતર ગ્રંથોની રક્ષા, એના મૂલ્યાંકન, લેખન આદિ બાબતમાં તેઓ ખૂબ ઊંડા ઊતર્યા હતા. એમની આવી અવિહડ જ્ઞાનપ્રાપ્તિને લીધે જ આજથી આશરે પોણોસો વર્ષ પહેલાં (વિ. સં. ૧૯૫૨માં) વડોદરામાં શ્રી આત્માનંદ જૈન જ્ઞાનમંદિરની અને તે પછી કેટલાંક વર્ષે છાણીમાં છાણી જ્ઞાનભંડારની સ્થાપનાની પ્રેરણા આપી હતી. આ જ્ઞાનભંડારોમાં નવ હજાર ઉપરાંત ગ્રંથોનો સંગ્રહ છે, જેમાં તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી, એમ બંને પ્રકારની પ્રતો છે. એમાં પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, રાજસ્થાની, ગુજરાતી આદિ ભાષામાં રચાયેલ શાસ્ત્રીય ગ્રંથો ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કોષ, છંદ, અલંકાર, નાટક, આયુર્વેદ, શિલ્પ, જ્યોતિષ જેવા વિવિધ વિષયના તેમજ જુદાં જુદાં દર્શનોને આવરી લેતા ગ્રંથોનો વિપુલ અને બહુમૂલો સંગ્રહ છે. આ ભંડારોમાં આવી નિર્ભેળ જ્ઞાનોપાસનાની વ્યાપક દષ્ટિએ જ ગ્રંથોનો સંગ્રહ કરવામાં આવેલ હોવાથી એ દેશ-વિદેશના જૈન અને જૈનેતર વિદ્વાનોને માટે સમાન રીતે ઉપયોગી અને ઉપકારક બની શક્યા છે. પ્રાચીન ગ્રંથોનો આવો ઉત્તમ સંગ્રહ કરવા ઉપરાંત બીજું મહાન કાર્ય તેઓએ એ કર્યું કે જે ગ્રંથોની પ્રતિઓ અન્યત્ર અપ્રાપ્ય, અતિવિરલ કે જીર્ણશીર્ણ હતી, એવા જૈન-જૈનેતર સંખ્યાબંધ ગ્રંથોની પોતાની જાત દેખરેખ નીચે, કુશળ લહિયાઓને હાથે, નકલો કરાવી હતી. એક જમાનામાં તેઓશ્રીના હાથ નીચે એકીસાથે પચીસ-પચીસ, ત્રીસ-ત્રીસ લહિયાઓ કામ કરતા હતા. એ દશ્યનું આજે પણ સ્મરણ થઈ આવતા જાણે એમ જ લાગે છે કે કોઈ જ્ઞાનોદ્ધારક મહર્ષિ જ્ઞાનોદ્ધારની એક મહાશાળા ચલાવી રહ્યા છે, અને એમાં પોતાની સર્વ શક્તિનું સિંચન કરી રહ્યા છે.
વળી, પ્રાચીન ગ્રંથોના સંગ્રહ અને રક્ષણ માટે જેમ તેઓએ નવા જ્ઞાનભંડારો સ્થપાવ્યા હતા, તેમ જૂના જ્ઞાનભંડારોને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે પણ ખૂબ જહેમત ઉઠાવી હતી. પાટણ, લીંબડી આદિમાં રહેલા ભંડારો તેઓની આવી જ્ઞાનભકિતની કીર્તિગાથા બની રહે એમ છે.
અને પાટણમાં નવું સ્થપાયેલ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર તો, પાટણના સંખ્યાબંધ અવ્યવસ્થિત બની ગયેલ ગ્રંથભંડારોના સુવ્યવસ્થિત મહાભંડારરૂપ બની ગયેલ હોવાથી, જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના અભ્યાસીઓ માટે જ્ઞાનતીર્થ સમાન બની ગયેલ છે. આ જ્ઞાનમંદિરની સ્થાપનામાં પૂજ્ય દાદાગુરુદેવે જે ઝંખના સેવી હતી અને પ્રેરણા આપી હતી તે સૌકોઈને માટે દાખલારૂપ બની રહે એમ છે.
નવા જ્ઞાનભંડારોની સ્થાપના અને જૂના જ્ઞાનભંડારોની સુરક્ષાની સાથે સાથે પ્રાચીન શાસ્ત્રગ્રંથોના ઉધ્ધાર તરફ પણ તેઓશ્રીનું પૂરેપૂરું ધ્યાન હતું. અને એટલા માટે આવા ગ્રંથોના સંશોધન-સંપાદન અને શુદ્ધીકરણ માટે તેઓ જાતે કામ કરતા અને બીજાઓને પ્રેરણા આપતા. ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા તરફથી પ્રસિદ્ધ થતી શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાલા, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી જૈન ઐતિહાસિક ગ્રંથમાલા વગેરેના સંચાલન અને વિકાસ માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. આ કાર્યમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી
103
થી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org