________________
લાખેણી આડપેદાશ લેખે જ સમજવાનાં છે.
મહારાજશ્રી પાસેથી અહીંના તેમજ પરદેશના, શિખાઉથી માંડીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા, અનેક વિદ્વાનો અને સંશોધકોને અત્યંત ઉદારતાથી, તત્પરતાથી અને નિર્મમભાવે સંશોધનકાર્ય અંગે વિવિધ પ્રકારની સહાય સદા મળતી રહી છે.. અને એનો વ્યાપ પણ ઘણો મોટો છે. અનેક ભંડારોમાંથી હસ્તપ્રતો સુલભ કરી આપવી અને તે અંગેના તેમના અન્યન્ય જ્ઞાન અને અનુભવનો મુકતપણે લાભ આપવો, કોઈને સંશોધનની તાલીમ કે પ્રેરણા આપવી, કોઈને સંશોધનની વિવિધ ગૂંચો ઉકેલવામાં માર્ગદર્શન આપવું, તો ક્યાક સંશોધનસંસ્થાની કે પ્રકાશન-પ્રવૃત્તિની સ્થાપનાના સક્રિય પ્રેરક અને પ્રોત્સાહક બનવું. આ સૌ એમની ઊંડી વિઘાપ્રીતિ અને વિક્રીતિનાં જ ફલિત છે. જ્યારે આ બધાનો કોઈક વ્યવસ્થિત વૃત્તાંત તૈયાર થશે ત્યારે તે પ્રાચીન સાહિત્યસંશોધનના ક્ષેત્રમાં મળતા સહકાર અને સદ્ભાવ અંગેનું એક અતિશય પ્રેરક પુસ્તક બની રહેશે.
પુણ્યવિજયજીની અશ્રાન્ત કાર્યલગની, ઉદારતા, વત્સલતા અને નિખાલસતા સરળતાને શબ્દોમાં મૂકવાનો કોઈ પણ ઉદ્યમ અસફળ રહેવાનો. તે બધાંનો સાચો અનુભવ અને આસ્વાદ તો તેમના પ્રત્યક્ષ સંપર્કમાં આવીને જ પામી શકાય.
પુણ્યવિજયજીનું તથા તેમના અત્યંત નિકટના બહષ્ણુત સહયોગીઓ-મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજી–નું પ્રખર વિદ્યાસંવર્ધનનું એકનિષ્ઠ કાર્ય અર્વાચીન ગુજરાતના સંસ્કારજીવનનું એક અત્યંત ઉજ્જવળ પ્રકરણ છે. મહારાજશ્રીની જ્ઞાનસાધના યથાપૂર્વ ચાલતી રહે, આગમસંપાદનનું જીવનકાર્ય યશસ્વી રીતે પાર પડે અને તે અંગે આવશ્યક અને અનિવાર્ય એવાં દીર્ધાયુષ્ય, સ્વાથ્ય, શક્તિ અને સર્વ પ્રકારના સહકારનો સુયોગ એમના પરત્વે અવિરત થતો રહે એમ આપણે સૌ સર્વાત્મભાવે ઈચ્છીએ.
જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક મુનિ શ્રી પુણ્યવિજયજી
ડો. જિતેન્દ્ર જેટલી, દ્વારકા પ્રાચ્યવિદ્યાસંશોધનના ક્ષેત્રમાં રસ લેનાર સંશોધક વિદ્વાનોમાં અને એમાં પણ હસ્તપ્રતોને આધારે પોતાનું સંશોધન આગળ ધપાવનાર વિદ્વાનોમાં મુનિ શ્રી પુણ્યવિજ્યજીને ન ઓળખનાર એવા ભાગ્યે જ કોઈ ભારતીય કે પૂર્વ તથા પશ્ચિમના વિદેશી વિદ્વાન હશે. શું ભારતમાં કે શું અન્ય પૂર્વના કે પશ્ચિમના દેશોમાં એમની ખ્યાતિ હસ્તપ્રતોના તથા અનેક જૈન જ્ઞાન ભંડારોના ઉદ્ધારક તરીકે અમર રહે એવી છે. જૈન જ્ઞાનભંડારોની શાસ્ત્રીય પદ્ધતિથી ઉદ્ધાર કરવાની ગુરુચાવી એમના લિપિશાસ્ત્રના વિશિષ્ટ જ્ઞાનમાં રહેલી છે.
બાલ્યવયમાં જ દીક્ષા લીધા બાદ એમણે પંડિતો પાસે વ્યાકરણ, સાહિત્ય વગેરે જુદાં જુદાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ યુવાન વયથી જ એમનો રસ વિદ્યામાં–એમાં પણ વિશેષ સંશોધનમાં-સારો હોઈ એમના પ્રગુરુ પ્રવર્તક મુનિ શ્રી કાન્તિવિજયજી તથા ગુરુવર્ય મુનિ શ્રી ચતુરવિજયજીની પ્રેરણાથી હસ્તપ્રતોના ઉદ્ધારના કાર્યમાં ઝંપલાવ્યું અને અનુભવ તથા એકધારી સાધના દ્વારા સારું એવું નૈપુણ્ય પણ પ્રાપ્ત કર્યું.
--
-
શ્રી પુણ્યચરિત્રમ્
138
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org