________________
થાય છે દીર્ધકાળની નિર્ભેળ જ્ઞાનભક્તિએ પૂ. મહારાજશ્રીના નિસર્ગ-સરળ જુવ્યક્તિત્વને ખૂબ સાત્ત્વિક બનાવ્યું છે. નામાભિધાનને અનુરૂપ તેઓ પુણ્યાત્મા છે. સંશોધનના ક્ષેત્રમાં મારો પ્રથમ પ્રવેશ કરાવનાર વિદ્યાગુરુ તેઓ હોવા છતાં થોડાંક વર્ષથી અમારી વચ્ચે સંશોધનવિષયક વાર્તાલાપ મર્યાદિત પ્રમાણમાં જ થાય એવું અજ્ઞાત રીતે બન્યું છે. મહારાજશ્રીનું વ્યક્તિત્વ એ કોટિએ પહોંચેલું અનુભવાય છે કે તેમની ઉપસ્થિતિમાં વાતાવરણ પવિત્ર થાય અને આસપાસનાં મનુષ્યોનાં માનસ પણ સાત્વિક આન્દોલનો અનુભવે. આવી સ્થિતિમાં ગરુ વાણીનો ઉપયોગ કરે તોયે શું અને ન કરે તોયે શું? “ગુરોસ્તુ મૌન વ્યાખ્યાન શિખાસ્તુ છિન્નસંશયા'
વંદનીય જ્ઞાનોપાસના
ડો. હરિવલ્લભ ચૂ. ભાયાણી, અમદાવાદ વિદ્યાક્ષેત્રે જેમણે ચિરંજીવ અર્પણ કર્યું છે, તેવા તેજસ્વી અને ગૌરવશાળી જૈન શ્રમણોની મહાન પરંપરાનું આગમપ્રભાકરે પુણ્યવિજયજી મહારાજે પોતાની અરધી શતાબ્દીથી પણ વધુ વિસ્તરતી જ્ઞાનોપાસના દ્વારા સંરક્ષણ અને સંવર્ધન કર્યું છે. પુણ્યવિજ્યજીની બહુશ્રુતતા, અવિરત સંશોધનવૃત્તિ અને સ્વભાવવૃત્ત વિદ્યાપ્રીતિ સર્વવિદિત છે. તેમની પ્રકૃતિની આ લાક્ષણિકતાઓ તેમના અદ્યાવધિ જીવનના કાર્યકલાપમાં ત્રિવિધ રૂપમાં પ્રગટ થતી રહી છેઃ (૧) પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિને લગતા તેમના બહુમૂલ્ય સંશોધનકાર્ય દ્વારા; (૨) પ્રાચીન જ્ઞાનભંડારોના વ્યવસ્થાકાર્ય દ્વારા; અને (૩) અન્યના સંશોધનકાર્યમાં અનેક પ્રકારે સહાયભૂત અને પ્રેરક થવા દ્વારા.
મહારાજશ્રીની સંખ્યાબંધ સંશોધન-સંપાદનની કૃતિઓમાં પ્રાકૃત સાહિત્યના ‘વસુદેવહિડી' અને ‘અંગવિજ્જા' જેવા અનન્ય અને અણમોલ ગ્રંથોનો સમાવેશ થાય છે. પ્રાચીન સાહિત્ય, ભાષા ઈતિહાસ અને સંસ્કૃતિના અધ્યયન માટે આ ગ્રન્થોનું એટલું બધુ મહત્ત્વ છે કે અનેક વિદ્વાનોને તે વર્ષો સુધી રોકી રાખશે. પણ તેમની સંશોધન પ્રવૃત્તિના કળશરૂપ તો છે તેમણે આદરેલો જૈન આગમોની શાસ્ત્રશુદ્ધ વાચના તૈયાર કરવા માટેનો મહાભારત પુરુષાર્થ. મૂળ હસ્તપ્રતો, તેમના પરનું ચૂર્ણિ, વૃત્તિ આદિરૂપ ટીકાસાહિત્ય વગેરે સમગ્ર સાધનસામગ્રીનો આધાર લઈને અદ્યતન પદ્ધતિએ જૈન આગમગ્રન્થોનો પ્રાચીનતમ પાઠ નિર્ણત કરવો એ પ્રાકૃતવિદ્યાનું એક પાયાનું કાર્ય છે. મહાભારતની પ્રમાણભૂત વાચના તૈયાર કરવા જેટલું–અને જૈન સમાજની દષ્ટિએ તો સર્વાધિક મહત્ત્વનું–આ કાર્ય અતિશય કઠિન અને જટિલ છે, અને અનેક વર્ષોનો લગાતાર શ્રમ, ધીરજ, અધ્યયન તથા સાધન-સામગ્રીનો સંચય અને ઊંડું પરિશીલન માગી લે તેવું છે. પુણ્યવિજયજીએ આ કાર્યને પોતાનું કર્યું છે, અને એક રીતે તો તેમનાં વિદ્યા અને જ્ઞાનને લગતાં અન્ય તેમનાં કાર્યો, સ્વયં ઘણા મહત્ત્વનાં હોવા છતાં, આ જીવનકાર્યના આનુષંગિક ફળ રૂપે જ છે. પાટણના જગપ્રસિદ્ધ જ્ઞાનભંડારોની વ્યવસ્થાને લગતું તેમનું ચિરસ્મરણીય સેવાકાર્ય, જેસલમેરના ઐતિહાસિક પણ અપ્રાપ્ય જેવા જ્ઞાનભંડારનાં અમૂલ્ય રત્નોને સર્વસુલભ બનાવવાનો તેમનો પુરુષાર્થ, તેમ જ અન્ય ભંડારોની તપાસ, વ્યવસ્થા કે હસ્તપ્રતની સૂચિઓનું નિર્માણ-એ સૌ આગમ સંપાદનના પ્રધાન લક્ષ્યને પહોંચવાના તેમના ભગીરથ અને જીવનવ્યાપી પ્રયાસોની (137
શ્રી પુણ્યચરિત્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org