________________
કહેવામાં અત્યુક્તિ નથી.
સને ૧૯૫૧માં વડોદરામાં યુનિવર્સિટીમાં જોડાયા પછી પ્રાચીન ગુર્જર ગ્રન્થમાળાનું મેં આયોજન કર્યું. એ માટે હસ્તપ્રત-સામગ્રી એકત્ર કરવામાં પૂ. મહારાજશ્રી તરફથી કીમતી સહાય મળી. ત્રણ બાલાવબોધ સહિત ષષ્ટિશતક-પ્રકરણ’, ‘પ્રાચીન ફાગુસંગ્રહ’ અને ‘વર્ણક-સમુચ્ચય'નાં કામો તેમની સહાય વિના આ રીતે થઈ શક્યાં ન હોત. અનેક વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને અપેક્ષિત સામગ્રી પૂરી પાડવાની ખંતભરી કાળજી પૂ. મહારાજ સાહેબે લગભગ અર્ધ શતાબ્દી થયાં રાખી છે.
સને ૧૯૫૮માં પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક તરીકે મારી નિયુક્તિ થઈ અને એ સંસ્થા તરફથી પ્રગટ થતી ‘ગાયકવાડ્ઝ ઓરિએન્ટનલ સિરીઝ'ના મુખ્ય સંપાદક તરીકે પણ મારે કામ કરવાનું આવ્યું. આ સિરીઝનો આરંભ શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે કર્યો હતો અને એના પ્રથમ ગ્રંથ તરીકે રાજશેખરની કાવ્યમીમાંસા' સને ૧૯૧૬માં પ્રસિદ્ધ થઈ હતી. વડોદરાનરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડની સૂચનાથી ચિમનલાલ દલાલે પાટણના હસ્તલિખિત ગ્રંથભંડારોની તપાસ કરી. એના અહેવાલને પરિણામે આ સિરીઝનો રાજ્ય તરફથી આરંભ થયો હતો. ભંડારોની તપાસ માટે અગાઉ પાટણ આવેલા વિદ્વાનો ફોર્બ્સ, ન્યૂલર, પિટર્સન, ભાંડારકર, કાથવટે અને મણિલાલ નભુભાઈ કરતાં ઘણી વિસ્તૃત તપાસ ચિમનલાલ દલાલ કરી શક્યા એનું સૌથી મોટું કારણ પૂ. પ્રવર્તકજી મહારાજ અને પૂ. ચતુરવિજયજી મહારાજ તરફથી તેમની કામગીરીને સંપૂર્ણ સહકાર અને સહાય મળ્યાં એ હતું. ગાયકવાડ સિરીઝના ઘણા મૂલ્યવાન ગ્રંથો પાટણ ભંડારની હસ્તપ્રતો ઉપરથી સંપાદિત થયેલા છે. આ સિરીઝને તથા તેની આયોજક સંસ્થાને પૂ. મહારાજશ્રી તરફથી વિવિધ પ્રકારની સહાય આજસુધી મળતી રહી છે એ તેમની ગુરુપરંપરાનું સાતત્ય છે. ખંભાતના તાડપત્રીય ભંડારની તેમણે તૈયાર કરેલી વર્ણનાત્મક સૂચિ તથા એમનાં બીજાં કેટલાંક સંપાદનો આ સિરીઝમાં પ્રગટ કરી શક્યાં છીએ એ અમારે માટે પરમ હર્ષનો વિષય છે.
જીવનમાં અર્ધ શતાબ્દી સુધી મહારાજશ્રીએ ગ્રંથસંગોપનનું કાર્ય કર્યું, પણ ગ્રંથોનેય પરિગ્રહ તેમણે રાખ્યો નથી. દસેક વર્ષ પહેલાં એમની પ્રેરણાથી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈએ અમદાવાદમાં સ્થાપેલા ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને પોતે એકત્ર કરેલ વિરલ હસ્તપ્રતોનો અને મુદ્રિત ગ્રંથોનો વિશાળ સંગ્રહ તેઓએ ભેટ આપીને સર્વને ઉપલબ્ધ બનાવ્યો છે. પોતાની અનેકાનેક તૈયાર પ્રેસ-કોપીઓનું પણ લાયક વિદ્વાનોને વિતરણ કરી દેતાં તેમણે કદી સંકોચ અનુભવ્યો નથી.
કેવળ હું જ નહિ, પણ મારાં સર્વ કુટુંબીજનો અને બાળકો પૂ. મહારાજશ્રીના ગાઢ પરિચયમાં આવ્યાં છીએ અને તેમનો સતતવાહી વાત્સલ્યભાવ અમને મળ્યો છે એ માટે અમે ધન્યતા અનુભવીએ છીએ. છેલ્લાં અઢાર વર્ષ થયાં હું વડોદરામાં સ્થિર થયો છું. એટલા સમયમાં અનેકવાર મહારાજશ્રીનું વડોદરામાં આગમન થયું છે તેમ કેટલાંક ચાતુર્માસ પણ થયાં છે. હરેક વખતે વડોદરામાં પ્રવેશતાં અને વડોદરા છોડતાં તેમણે અને તેમના સમસ્ત મુનિમંડળે એકાદ દિવસ તો અમારે ત્યાં અવશ્ય ગાળ્યો છે એ કદી ભુલાય એમ નથી.
જ્ઞાનાંજલિ' ગ્રંથના અભિવાદન વિભાગના અનેક લેખોમાં પૂ.મહારાજશ્રીના એક પરમ વિશિષ્ટ વિદ્વાન અને સંશોધક તરીકેના ગુણોનો દેશ-વિદેશના સંશોધનપ્રવીણોએ પોતપોતાના દષ્ટિબિન્દુએથી નિર્દેશ કરેલો હોઈ એ જ વસ્તુની પુનરાવૃત્તિ હું અહીં નહીં કરું. પણ વર્ષોથી અનુભવાયેલી એક વાતનો નિર્દેશ અહીં કરવાનું મન શ્રી પુયર્ચા૨નમ્
136
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org