________________
છું, અને તેને આ લેખમાં મૂકવાનું હું મારું કર્તવ્ય સમજું છું. એક વાર વડોદરા મુકામે મેં આચારાંગસૂત્રની મારી વાચનાનો કોઈ કોઈ અનુભવ એમની સમક્ષ મૂકયો. મૂકતાં મને કાંઈક સંકોચ તો થતો હતો, છતાં શુદ્ધ વિચારણા માટે મેં એ સંકોચને દૂર કરી મારા વિષયના એકાદ બે મુદ્દાઓ એમની સમક્ષ મૂક્યા. મને જે જવાબ મળ્યો તેથી મને અત્યંત આનંદ-હર્ષ થયો. મહારાજશ્રીએ મારા વિચારને પુષ્ટિ આપી, ઉપરાંત સ્પષ્ટ કર્યું કે, આચારાંગસૂત્રની સંકલના કરનાર આચાર્ય ગૃહસ્થાશ્રમમાં જૈન દીક્ષા લીધી તે અગાઉ તેઓ વૈદિક મતના પ્રખર પંડિત,વિવેચક અને તત્ત્વચિંતક હતા, એટલે આચારાંગની સંકલનામાં એમનો પૂર્વાશ્રમનો રંગ, વિશુદ્ધ ભાવે, આવે તેમાં કશું આશ્ચર્ય નથી! મને પુણ્યવિજયજી મહારાજ દુરાગ્રહથી પરામુખ જગાયા છે. બાળદીક્ષા દેવદ્રવ્ય, પૂજાવિધિ, દિગંબર-સ્થાનકવાસી-તેરાપંથી ગચ્છવાદ, એ વિવાદથી તેઓ મુક્ત રહ્યા છે. સમક્તિ-મિથ્યાત્વના વિવાદથી તેમની દષ્ટિ કુંઠિત થઈનથી. તેમનો આચાર કડક રહ્યો છે, તો એકાંગી ક્રિયાવાદથી તેઓ બિલકુલ રંગાયેલા નથી. શુદ્ધ, વિવેકપ્રચુર, અભિનિવેશ રહિત તેમનાં વ્યાખ્યાનો અનુભવવામાં આવ્યાં છે. જ્યાં પદ્રવ્યમાં, પંચાસ્તિકાયમાં માન્યતા છે, જ્યાં સ્યાદ્વાદ-અનેકાંતમાં શ્રદ્ધા છે, ત્યાં જૈનત્વ હોઈ શકે છે એમ તેઓ માને છે; સાથે સર્વદર્શનો પ્રત્યે તેઓ સમભાવપણે રહે છે, ધર્મ અને સાયંસ, એ બે વચ્ચે વિરોધ સંભવતો નથી એમ તેઓ કહે છે.
જૈન આગમમાં નિર્નવોનો વિચાર આવે છે. આ એક વિશેષ પ્રયોગ છે. તેનું પ્રયોગાતર અંગ્રેજીમાં dissent શબ્દથી કરીશ. કેથોલિક ચર્ચની માન્યતાઓથી પ્રોટેસ્ટંટો જુદા પડ્યા અને ડિસેન્ટર કહેવાયા. એ જ પ્રોટેસ્ટંટોમાં મતાંતરો થયાં. તેઓ પરસ્પર dissent કહેવાય છે. મહાવીરના સમયમાં બે મુખ્ય dissent નિદવો થઈ ગયાઃ (૧) મંખલીપુત્ર ગોશાલક, (૩) ખુદ મહાવીરનો જમાઈ જમાલિ. મહાવીર પછી નિર્નવો થયા, એમનો નિર્દેશ કરવાની અહીં જરૂર નથી. વળી એટલું કહેવું બસ થશે કે, આ નિર્નવો પરસ્પર એકમેકને મિથ્યાત્વી કહેતા આવ્યા છે. જો કે ખૂબી તો એ છે કે દરેક નિદ્ધનો જૈનોની મુખ્ય માન્યતાઓ પંચાસ્તિકાય, પવ્યવિચાર, અનેકાંતવાદ-સ્યાદ્વાદ એમાં તો માને છે જ, છતાં એક સમૂહ બીજા દરેકને સમૂહને મિથ્યાત્વીઅ-જૈન માને છે! આ સંકુચિત વિચારધારા છે. મહારાજશ્રી આવા સંકુચિતપણાથી વિમુખ રહ્યા છે, સાથે તેઓ પોતાના પરંપરાગત ગચ્છગત સમૂહમાં રહીને જ સેવા કરતા રહ્યા છે, અને આ બધા સમૂહો તેમના પ્રત્યે સમાન સેવતા રહ્યા છે. કેટલાયે સ્થાનકવાસી સાધુઓ તેમનો પરિચય કેળવવાની તત્પરતા દર્શાવે છે, એ મારે જાત અનુભવ છે. જૈન વિદ્યાની એમણે આજીવન સેવા કરી છે એ જ એમના જીવનનું સાફલ્ય છે.
આપણે ઈચ્છીએ કે આવા પવિત્ર માનવો જૈન વિદ્યાની સેવા કરવા સદૈવ સમર્થ રહે, દીર્ઘ આયુષ્ય ભોગવે, અને આરોગ્યમાં રહે!
પ્રેરક વિભૂતિ
ડો. રમણલાલ ચી. શાહ, મુંબઈ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ કોઈ વ્યક્તિ પ્રેરણારૂપ બની જાય છે. જે કેટલીક વડીલ અને પૂજનીય વ્યકિતઓ મારા જીવનઘડતરમાં પ્રેરણારૂપ બની ગઈ છે તેમાં પરમ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ
થી પુણ્યચરિત્રમ્
162
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org