________________
સ્વીકાર થયો હતો. આ સંકલનના વિદ્વાનોને એક બાબત લક્ષમાં લીધી હોય પણ ખરી, દક્ષિણ ભારતમાં દિગંબરી સાહિત્યનું - જેમ કે કુન્દકુન્દઆચાર્યના સાહિત્યનું માધ્યમ અર્ધમાગધી હતું, તે અનુસાર, ઉત્તર ભારતનું માધ્યમ પણ અર્ધમાગધી રાખવામાં આવ્યું હોય! અલબત્ત, જૈન વિદ્વાનોથી સંસ્કૃતની ઉપેક્ષા તો થઈ શકે એમ નહોતું. મુનિ-મહારાજોએ અર્ધમાગધીનું માધ્યમ તો રાખ્યું, પણ તે પાઠો ઉપરની વૃત્તિઓ, વિવેચનાઓ, વ્યાખ્યાઓએ માટે એમણે સંસ્કૃતનું માધ્યમ રાખ્યું, પરિણામે જૈનોનો સંસ્કૃત ભાષાનો પરિચય સાબૂત રહ્યો. એમાગે નિર્વાણ માધ્યમ ભાષ્યો, નાટકો, મહાકાવ્ય, કાવ્યશાસ્ત્રો વગેરે લખ્યાં, તે જ સાથે એમાગે પ્રાદેશિક ભાષાઓ, બોલીઓ, રાજસ્થાની, હિન્દી, ગુજરાતી, કાનડી, તામિલ વગેરે માધ્યમો રાખી તેમાં પાગ નવું સાહિત્ય આપ્યું. દુર્ભાગ્યે તે પ્રયાસ એક પક્ષીય રહ્યો; જૈનેતર વિદ્વાનોએ અર્ધમાગધીનો પરિચય કેળવ્યો નહિ!
મહારાજશ્રી પુણ્યવિજયજીએ આ પરંપરાઓને સાચવી રાખીને જૈન વિદ્યાનો આપાગને પરિચય કરાવ્યો છે, જૈન આગમ-સાહિત્યની એમની વાચના વ્યકિતગત રહી છે. પ્રથમ કક્ષાની વાચના અત્યારે બિલકુલ શક્ય નથી. મહારાજશ્રીની આ વ્યક્તિગત વાચના સ્વછંદી, સાંપ્રદાયિક કે કોઈ અમુક હેતુલક્ષી નથી.
એમની વાચનામાં મૂળ પાકને જ વળગી રહેવામાં આવે છે. એમના નિર્ણયો પૂર્વે થયેલી સામૂહિક વાચનાઓ અને તેમના ઉપર થયેલી વૃત્તિઓ વગેરેના તુલનાત્મક અભ્યાસ પછી જ લેવામાં આવ્યા છે.
આ હકીકત હું જાત-અનુભવથી અહીં લખી શકું છું; એ જાત-અનુભવની નોંધ મારે અહીં લેવી જ જોઈએ. મુંબઈના મહાવીર જૈન વિદ્યાલય તરફથી સંશોધન થાય છે અને તે સાહિત્ય પ્રસિદ્ધ પાગ થાય છે; એમાં શ્વેતાંબરી આગમ-સાહિત્યનાં કોઈકોઈ સૂત્રોનો સમાવેશ થયો છે. એવા એક સૂત્રનું સંપાદન કરવાનું મહારાજશ્રીએ હાથ ઉપર લીધેલું તે પૂરું કરવામાં વિલંબ થયેલો. વિદ્યાલયના કાર્યકરોએ તે કાર્ય વેળાસર પૂરું કરી આપવાની મહારાજશ્રીને વિનંતી કરેલી. મહારાજે કાર્યકરોને ધર્મલાભ ફરમાવતાં, વિલંબની સ્પષ્ટતા કરતો જે જવાબ આપેલો તે વિદ્યાલયના રિપોર્ટ-નિવેદનમાં, સમગ્ર પ્રસિદ્ધ થયેલો. જે મારા વાંચવામાં આવેલો અને જેને મેં નિવેદનમાંથી કાઢી મારી ફાઈલમાં ગોઠવી રાખેલો છે-એ હેતુથી કે, એવાં કોઈ બીજાં સંપાદનો થતાં હોય તે માટે મહારાજશ્રીનો જવાબ માર્ગદર્શક થઈ શકે. મારે અહીં કહેવું જોઈએ કે, આવાં કોઈ કોઈનવીન સંપાદનો પ્રસિદ્ધમુદ્રિત થયેલાં પ્રકાશનોના આધાર ઉપર સંગ્રહીત થયેલાં હોય છે, અને એ પ્રયાસોમાં મહારાજશ્રીએ કેળવેલી તુલનાત્મક વાચનાનો આશ્રય-અવકાશ હોતો નથી!
પુણ્યવિજયજી મહારાજની તમામ વાચનાઓનો આ મુખ્ય વૈશેષિક ગુણ છે. આવી વિશિષ્ટતા પ્રાચીન ઢબને અનુસરતા આપણા પંડિતોને બહુ ઓછા પ્રમાણમાં લાધેલી હોય છે. પુણ્યવિજયજી મહારાજ પ્રાચીનોમાં આવે છે, સાથે તેમના પ્રયાસો નવયુગી પ્રયાસોની કક્ષામાં આવે છે. જૈન માન્યતાઓને તેઓ આ નવીન શૈલીથી વિચારે છે તેથી તેમનાં મંતવ્યો યુરોપીય વાતાવરણથી રંગાયેલાં વિદ્વર્ગમાં એકદમ માન્યતા પામ્યાં છે. એમના વિચાર્યોમાં સાંપ્રદાયિક તત્ત્વો ઘૂસી શક્યાં નથી. અત્યારે તો હરેક વિચારક માને છે કે કોઈ પણ મંતવ્યમાં કોઈ સમય-અધીન તત્વ હોય તો તેનો વિચાર જે તે સમયની મર્યાદાઓને સમજીને થવો જોઈએ, અને એમાં સાંપ્રદાયિક આગ્રહ હોવો જોઈએ નહિ.
મહારાજશ્રીની દષ્ટિએ આ નવીન શૈલીનો સમાવેશ થાય છે એ હું મારા એમના પરિચયથી જાણી શક્યો 16 !
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org