________________
આરોપીને નિર્દોષ છોડી દીધો. એ વાત કાયદાની હતી એટલે તે વિશે આપણે ટીકાન કરી શકીએ. પરંતુ આરોપીને નિર્દોષ છોડી મૂકતાં તેણે સાક્ષીની જુબાનીની ટીકા પણ કરી. એનો વિષય ન્યાયનો હતો અને તેને જો શિલ્પ અને
સ્થાપત્ય વિશેનું જ્ઞાન ન હોત તો, સાંડેસરાની જુબાની પર ટીકા કરવાનો તેને હક્ક કેટલો? પણ આજે તો આખુંય રાજતંત્ર અવળે રસ્તે જ ચાલી રહ્યું છે, ત્યાં શું થાય?
૧૩-૮-૭૦, ગુરુવાર આજે ત્રણ વાગે પૂ. પુણ્યવિજયજીને મળવા વાલકેશ્વર ગયો હતો. ભાવેશ્વરથી સાહિત્ય કલારત્ન મુનિ શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે ચીમનલાલ પાલીતાણાકરના સન્માન સમારંભ સંબંધમાં આવતા રવિવારના વ્યાખ્યાનમાં શ્રોતાઓને બે શબ્દો કહેવા માટેનો પત્ર તેમની પર લખી મોકલ્યો હતો. તે સંબંધમાં મહારાજશ્રી સાથે વાત કરતાં તેઓશ્રીએ વ્યાખ્યાનમાં આ વાતની અનુમોદના કરવા આનંદપૂર્વક સંમતિ આપતાં એક શ્લોક કહી તેનો અર્થ સમજાવતાં કહ્યું: “ગૃહસ્થ તો પોતાના દરિદ્રભાઈનું, દુઃખી બહેનનું, વૃદ્ધ પુરુષનું તેમજ જ્ઞાન આપનાર ગુરુનું અત્યંત ધ્યાન રાખવું જ જોઈએ. આ તો પાયાની જરૂરિયાત છે.”
- પંડિત શ્રી બેચરદાસભાઈનાં, આગમો પરનાં બનારસમાં આપેલાં વ્યાખ્યાનોના પ્રકાશન સંબંધમાં મેં વાત કરી એટલે મહારાજશ્રીએ આપણા પંડિતજનોની પ્રશંસા કરતાં કહ્યું કે હવે અમે તો કાંઠે આવી ગયા કહેવાઈએ. પરંતુ પંડિત સુખલાલજી કે બેચરદાસજી, પંડિત હરગોવિંદદાસ કે (એક પંડિતજીનું નામ તેમણે અહીં આપેલું પણ તેનું સ્મરણ નથી રહ્યું) જેવા પંડિતો થવા મુશ્કેલ છે.
મહારાજશ્રીએ ઉણોદરી તપ સંબંધમાં ૩૨ કોળિયાના આહાર સંબંધમાં સમજાવતાં કહ્યું કે જેની સુધા જે રીતે ઝૂમ થાય એ રીતે તેણે આ પ્રમાણમાં કોળિયા લઈ ભોજન કરવું જોઈએ. તાત્પર્ય એ છે કે દેહને પોષણની જરૂરિયાત હોય તે કરતાં વધુ અગર ઓછો ખોરાક આપવાનું જરૂરી નથી. બાકી તો, આ વસ્તુનો મુખ્ય આધાર દરેકની તાસીર, બાંધો અને પ્રકૃતિ પર રહે છે.
દેવલોકના દેવો અને દેવીઓના વિષયસુખ સંબંધમાં શાસ્ત્રમાં જે વર્ણન છે તે પરત્વે ઘણા વખતથી મને એક શંકા રહેતી હતી, પણ તે વ્યક્ત કરતાં એક પ્રકારની સુબ્ધતા અનુભવતો. દેવીઓની ઉત્પત્તિ જો કે બીજા દેવલોક સુધી જ હોય છે, પરંતુ તેમ છતાં આઠમા દેવલોક સુધી ત્યાંના દેવોની ઈચ્છા થાય ત્યારે વાસનાની તૃમિ અર્થે દેવીઓ જઈ શકે અગર તો જવું પડે છે. ઉચ્ચ કોટિના દેવો તો શાંત અને કામવાસના રહિત જ હોય છે, એટલે વ્યવસ્થા એવી જણાય છે કે દેવની કક્ષા જેટલા પ્રમાણમાં ઊંચી તેટલા પ્રમાણમાં કામવાસનાની ન્યૂનતા. મારા મનમાં એમ થતું કે મૃત્યુલોકમાં તો પુરુષની પ્રધાનતા માની, એટલે સ્ત્રીઓની અવહેલના થતી જોવામાં આવે છે, પરંતુ દેવલોકમાં પણ દેવીઓને ગમે તે દેવની ઈચ્છા અને હુકમ થાય એટલે વાસના તૃમ કરવા તેણે ચાલી
થી પુરા-રારઝમ
94
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org