________________
નીકળવું પડતું હશે? મહારાજશ્રી પાસે મારી આ શંકા વ્યક્ત કરી એટલે તેઓશ્રીએ આ બાબતમાં સમજાવતાં કહ્યું કે, આવા વ્યવહારમાં પણ દેવ અને દેવીના પૂર્વ જન્મોના સંબંધો અને અરસપરસ વચ્ચેના રાગ મુખ્ય કામ કરતાં હોય છે. આવા સંબંધો અને રોગના કારણે જ જ્યારે અરસપરસ વચ્ચે આકર્ષણ-ખેંચાણ થાય, ત્યારે જ દેવ એવા પ્રકારની દેવીની ઈચ્છા કરે અને તેથી જ દેવી દેવ પાસે જાય છે. એમાં દેવીઓની અવહેલનાની કોઈ વાત નથી. દેવીઓને દેવ પાસે જવાની ફરજ પડે છે અગર ઈચ્છા વિરુધ્ધ જવું પડે છે એમ માનવું યથાર્થ નથી.
૯-૧૦-૭૦, શુક્રવાર હું અને શ્રી ખીમચંદ ચાંપશી શાહ આજે બપોરે પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે વાલકેશ્વર ઉપાશ્રય ગયા હતા. વર્તમાન કાળ જૈન સમાજમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ અંગે પૂ. મહારાજશ્રીએ દુઃખદ હદયે સમાલોચના કરી. તેઓશ્રીએ કહ્યું : “અમદાવાદમાં હું અત્યંત કામના બોજા નીચે દબાયેલો રહેતો હોવા છતાં, જ્યારે મને અન્ય સ્થળે પૂજા-પૂજન સમારંભમાં હાજરી આપવાનું કહેવામાં આવે ત્યારે તેવા પ્રસંગે હું ત્યાં જવા પ્રયત્નો કરું છું,કારણ કે સમાજના મોટા ભાગના લોકોને આવી ક્રિયામાં રુચિ હોય છે અને આ રીતે તેમનો સંપર્ક થાય છે. કોઈ પણ બાબત પ્રત્યે તિરસ્કાર કે ઘણા કરવાથી તે બાબત સુધરી જતી નથી.” મહારાજશ્રીએ પોતાની બાલ્યવયનો એક દાખલો આપી કહ્યું : “હું અત્યંત નાનો હતો ત્યારની વાત છે, પરંતુ આજે પણ મને તે બરાબર યાદ છે. અમારા ઘરે એક ખૂણામાં ગાદલાંની થપ્પી પડી રહેતી. રાતે તે થપ્પીનાં ગાદલાં પાથરી સૌ સૂતા. એક વખત સાંજના થપ્પી પર ચડી હું ઊંઘી ગયો. પથારી પાથરવાનો સમય થયો ત્યારે મારી માતાએ મને ઊઠાવ્યો, પણ મેં નીચે ઊતરવા માટે ના પાડી. મેં હઠ લીધી કે મારે તો થપ્પી પર જ સૂવું છે. માતાએ પછી નવો રસ્તો કાઢો; મને કહેઃ તારે થપ્પી પર સૂવું છે ને ? ચાલ, હું તને બીજી સરસ થપ્પી કરી આપું! એમ કહીને પાથરવાના બેત્રણ ઓછાડોની ગડી કરી; વળી તેની પર એક-બે ટુવાલની ગડી કરી ગોઠવ્યા. અને પછી કહ્યું કે થપ્પી તૈયાર થઈ ગઈ, હવે તેની પર સૂઈ જા. મને તો કોઈ પણ હિસાબે થપ્પી જ જોઈતી હતી અને મને તે મળી ગઈ એટલે હું તેની પર સૂઈ ગયો.” બાળકને કેમ સમજાવવું અને તેની સાથે કેમ કામ લેવું તે માતા બરોબર સમજતી હોય છે. આપણા સમાજમાં પણ આજે બાળમાનસનું પ્રમાણ વધારે છે; ચોપાનિયાંમાં (આ ચોપાનિયાં શબ્દ મહારાજશ્રીએ જૈન સમાજનાં વિવિધ સામયિકોને ઉદ્દેશી વાપર્યો હતો.) તીખાતમતમતાં લેખો લખીને અગર ભાષણો દ્વારા લોકો પર પ્રહાર કરીને લોકોને સુધારવાના પ્રયત્નો મિથ્યા છે. (એ અરસામાં મુંબઈજૈન યુવક સંઘ તરફથી આપણી સાધુસંસ્થા અંગે એક પરિસંવાદ ગોઠવવામાં આવ્યો હતો, અને તેમાં કોઈ કોઈ વક્તાઓએ પ્રહારો કરવાની નીતિ અખત્યાર કરી હશે, તેના અંગે મહારાજશ્રી પોતાની વેદના ઠાલવી રહ્યા હતા એવું અનુમાન થયું, પણ આ અંગે તેઓશ્રીએ સ્પષ્ટ નિર્દેશ નહીં કરેલો.) ભિન્ન ભિન્ન ફિરકાના સાધુઓ વચ્ચે ઐક્ય સાધવાના બણગાં કેટલાક લોકો ક્યા કરે છે, પણ આવા માણસોને કશી ગતાગમ હોતી નથી. ભરેલો ઘડો છલકાતો નથી 95
થી પુણ્યર્ચારિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org