________________
પણ અધૂરો ઘડો જ છલકાય છે, તેમ આ બાબતમાં ઓછામાં ઓછું સમજનારાઓ વધુમાં વધુ ઘોંઘાટ કરે છે.”
- જૈન સમાજની કેટલીક શિક્ષિત અને કેળવાયેલી વ્યક્તિઓ સંબંધમાં તેઓએ કહ્યું કે “આ લોકોમાં જ્ઞાન અને સમજણશક્તિ હોવા છતાં તેઓનાં લખાણો અને ભાષણોમાં કડવાશ અને કટુતા આવી જાય છે. આના કારણે સમાજમાં સુધારો થવાને બદલે ઊલટો બગાડો થવા પામે છે. કોઈ પણ બાબત ગમે તેટલી દુઃખદ હોવા છતાં તે વિષે લખતી કે બોલતી વખતે લેખક કે વકતાએ કડવાશ શા માટે બતાવવી જોઈએ તે નથી સમજી શકાતું.” મહારાજશ્રીએ પછી કહ્યું: “મને લાગે છે કે, એવી નાજુક બાબત હોય તો પણ તે અંગે સંયમપૂર્વક, વિનય અને વિવેકથી શ્રોતાઓને કહેવામાં આવે, તો તેઓની પર ઊલટી વધુ સારી અસર થશે. અને આ માર્ગે જ સમાજમાં સાચા સુધારાઓ શક્ય બની શકે.”
તા. ૬-૧૧-૭૦ ચીમનલાલ પાલીતાણાકરના સન્માન સમારંભમાં પધારવા માટે પૂ. પુણ્યવિજયજી મહારાજ સાહેબને આમંત્રણ આપવા શ્રી કેશવલાલ મોહનલાલ શાહ, હું અને ચીમનલાલ પાલીતાણાકર આજે વાલકેશ્વર ઉપાશ્રયમાં ગયા હતા. મહારાજશ્રીએ કહ્યું કે હવે શરીર પહેલાંની માફક કામ નથી આપતું એટલે આ પ્રસંગે ગોડીજી ઉપાશ્રયમાં આવવાનું બની શકે તેમ નથી; તેમ છતાં આવા શુભ કાર્યમાં મારા આશીર્વાદ તો હરહંમેશ હોય જે છે.” તે પછી મહારાજશ્રીએ કહ્યું કે “જૈન સમાજ સાહિત્ય, લોકઉત્કર્ષ અર્થે વિચારવા અને યોજના કરવાને બદલે પોતાની શક્તિ માત્ર ઉત્સવો અને વરઘોડાઓની પાછળ વેડફી નાંખે છે. જૈન સમાજની ઉન્નતિ માત્ર ઉત્સવો અને વરઘોડાઓથી નથી થવાની. આપણા સમાજનો અભ્યદય ન થવાનું કારણ આપણો જૈન સમાજ પોતે જ છે, પણ લોકો તે સમજતા નથી એ ભારે દુઃખદ વાત છે.”
T96
શ્રી ગુણાચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org