________________
પ્રભાવશાળી અને ઉચ્ચાશયી બન્યું હતું.
શ્રી આગમપ્રભાકરજી મહારાજના યશોwવલ વ્યક્તિત્વનો વિચાર કરીએ છીએ અને એક આદર્શ શ્રમણશ્રેષ્ઠની ભવ્ય છબીનાં મંગલકારી દર્શન થાય છે. ન કોઈની નિંદા-કૂથલીમાં પડવાનું, ન કોઈના પ્રત્યે વૈર કે લેષ ધરવાનો; ન કોઈની ઈર્ષ્યા-અદેખાઈકરવાની; અભિમાન-અહંકારથી સદાય દૂર રહેવાનું, નામના -કીર્તિનો મોહ અંતરને અભડાવી કે રંક બનાવીન જાય એની તેમ જ વિનય, વિવેક અને વિનમ્રતામાં ક્યારેય ખામી આવવા ન પામે એની સતત જાગૃતિ રાખવાની; નાના કે મોટા, ભણેલા કે અભણ, પાપી કે પુણ્યવંત, સાધુ કે ગૃહસ્થ, શ્રીમંત કે ગરીબ, સ્ત્રી કે પુરુષ સૌ પ્રત્યે સમાન હેત અને આદરભાવ દર્શાવવાનો; પ્રશંસાથી ન કદી ફુલાઈ જવાનું કે નિંદાથી ન ક્યારેય વિલાઈ જવાનું, ધર્મજીવન કે સાધુજીવનના પાયારૂપ નિર્દભવૃત્તિનું જતન કરીને છળપ્રપંચ કે માયાભાવથી સદાય અલિપ્ત રહેવાનું, રાગ-દ્વેષ, ડંખ કે મારા-તારાપણાથી અળગા રહીને નિષ્કષાયપણાને જીવન સાથે વણી લેવા સતત પ્રયત્નશીલ રહેવાનું, કોઈનું પણ કામ કરી આપવાની પરગજુવૃત્તિ; દિન-દુઃખી પ્રત્યે અપાર અને સક્રિય કરુણા, ઋણસ્વીકારની તત્પરતા-આવા આવા અનેક ગુણોની વિભૂતિને લીધે તેઓનું જીવન અપ્રમત્ત સંયતના જીવન જેવું ખૂબ ઉન્નત અને પવિત્ર બન્યું હતું, અને છતાં પોતાના આવા ઉન્નતપણાનો કે મોટાપણાનો લેશ પણ ખ્યાલ એમના અંતરને સ્પર્શી શક્યો ન હતો, એ બીના મહારાજશ્રીની અંતર્મુખ જીવનસાધનાની કીર્તિગાથા બની રહે એવી છે; એ તેઓની આત્મસાધનાની વિરલ વિશેષતા છે. જન્મજન્માંતરની અખંડ સાધનાને લીધે જાણે અહિંસા, સંયમ અને તપમય કે જ્ઞાન-ચારિત્રમય ધર્મની આરાધના એમને માટે બિલકુલ સહજ અને સ્વાભાવિક બની ગઈ હતી. એમની આસપાસ સદાય ધર્મભાવનાનું માધુર્ય પ્રસરેલું રહેતું અને એમની પાસે જનારના અંતરને પાવન કરતું.
તેઓનું જીવન તપ, ત્યાગ, સંયમ, વૈરાગ્ય અને તિતિક્ષાને વરેલા એક ધર્મગુરુનું જીવન હતું, અને છતાં ઉદાસીનતા કે અણગમો એમની પ્રસન્નતાને જરા પણ ઓછી કરી શક્યાં ન હતાં, એ પણ એમની સંયમસાધનાની એક વિશિષ્ટતા જ લેખાવી જોઈએ. ઘરના કે બહારના ગમે તેવા ગંભીર પ્રશ્નો સામે આવીને ઊભા હોય, પરિસ્થિતિ ઘેરી ચિંતા કરાવે એવી હોય કે શરીર અસ્વસ્થ બન્યું હોય, છતાં એમની પ્રસન્નતા ભાગ્યે જ ખંડિત થતી. ગમે તેવા વિષમ સંયોગોમાં પણ પ્રસન્નતાપૂર્વક પોતાની સંયમયાત્રાને આગળ વધારવાની કળા જાણે તેઓને સહજસિદ્ધ હતી. જેઓએ મહારાજશ્રીની હાસ્ય-ઉલ્લાસ વેરતી પ્રસન્નતાનો થોડો પણ અનુભવ કર્યો હશે તેઓ એને ક્યારેય વિસરી નહીં શકે.
અને મહારાજશ્રીના અંતરની વિશાળતા અને ઉદારતા તો મોટા મહેરામણનું સ્મરણ કરાવે એવી હતીસાચે જ તેઓ દરિયાવદિલ મહાપુરુષ હતા. સૌ કોઈને માટે એમનાં અંતરનાં દ્વાર ઉઘાડાં રહેતાં; સૌ-કોઈને એમની પાસે સદાય ઉમળકાભર્યો આવકાર મળતો. એમને માટે ન કોઈ પોતાનું હતું કે ન કોઈ પરાયું હતું, સૌ એમને મન સ્વજના સમા પ્રિય હતા, અને સૌને એમના નિર્ચાજ વાત્સલ્યની ભેટ મળ્યા કરતી. વળી, તેઓ વિચક્ષણ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવના ઊંડા જાણકાર અને સમયના પ્રવાહોને સારી રીતે પિછાનનાર હતા. એટલે કંઈક સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને માટે તેઓ શિરછત્રરૂપ હતા. તેઓના ધીર અને સાગરગંભીર હૃદયમાં કેટકેટલી વ્યક્તિઓનાં દુઃખ અને વેદના સમાયાં હતાં અને કેટકેટલી વ્યક્તિઓ એમની પાસેથી આશ્વાસન
197
થી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org