________________
આ પ્રમાણે પરીક્ષક યજમાન રોજ બાદશાહ-ફકીરની પાસે જઈને વિનયથી ઉત્તરોત્તર વધુ ને વધુ પસ્તાવાપૂર્વક માફી માગીને તેમને પોતાના ઘેર ભોજન લેવા માટે નોતરી લાવે, અને જેમ જેમ ઘર નજીક આવે તેમ તેમ ઉત્તરોત્તર દિવસોમાં “કુત્તા, હરામી, કમીના” આવા હલકા શબ્દો વાપરી બાદશાહ-ફકીરનો તિરસ્કાર કરે, બાદશાહ-ફકીર પણ નોંતરું મળે તે વખતે તથા તિરસ્કાર થાય તે વખતે પણ પૂર્વવત્ શાંતિથી જવાબ આપતા. આ રીતે પરીક્ષક યજમાને પોતાના ઘરના પગથિયા સુધી નોંતરી લાવીને બાદશાહ-ફકીરનો કુલ વીસ દિવસ સુધી તિરસ્કાર કર્યો. આ બધા દિવસોમાં બાદશાહ-ફકીર પૂર્વવત્ અમીદ્રષ્ટિથી જવાબ આપતા.
એકવીસમા દિવસે પરીક્ષક યજમાનનો આત્મા કંપી ઊઠયો, બાદશાહ-ફકીરને નોતરીને ઘેર લાવી જમવા બેસાડ્યા. ફકીર જમે છે, યજમાનનો આત્મા કકળીને મનોમન કહેવા લાગ્યો‘આવા સંતને સતાવીને હવે તારું શું થશે? ઝેરનાં પારખાં ન થાય, તે તેં કર્યા! તારી શી દશા થશે?' આવા આવા વિચારવમળમાં તેનું મન ભરાઈ ગયું અને એ મોટે અવાજે બાદશાહ-ફકીરના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો. બાદશાહફકીરે કહ્યું કે બેટા, કયું રોતા હૈ? પરીક્ષક યજમાન બોલ્યો- આપ બાદશાહ છો, એ મેં બાવીસ દિવસ પહેલાં નક્કી જાણી લીધું અને આપની ફકીરીની પરીક્ષા કરવા માટે મેં આપની સાથે જે વર્તાવ કર્યો તે મારો ગુનો કદી માફ નહીં થાય. આમ બોલતાં બોલતાં પરીક્ષક યજમાન ખૂબ ખૂબ અકળાઈને રોવા લાગ્યો. ફકીરે તેના વાંસા ઉપર હાથ ફેરવીને શાંતિથી જણાવ્યું કે-“બેટા! ઈસમેં તેરા કોઈ કસૂર નહીં હૈ, તેરે મેં શયતાન આયા થા ઈસસે તૂને ઐસા કિયા, અબ શયતાન ચલા ગયા હૈ, તો કિસ લિયે રોતા હૈ? શયતાનને શયતાની કામ કિયા ઈસમેં તેરા કોઈ કસૂર નહીં હૈ. ખડા હો જા ઓર ગભરા મત. ખુદા કી બંદગી ઔર હો સકે ઈતની બૈરાત કર, અબ ખુશ હો જા ! જિંદગાની લંબી હૈ, અચ્છા કામ કર, તેરા અચ્છા હી હોગા!”
આ દષ્ટાંત કહ્યા પછી મહારાજજીએ જણાવ્યું કે–અમૃત! કષાયનાં નિમિત્તો ન મળે ત્યાં સુધીની જુદી વાત, પણ કષાયનાં નિમિત્તો મળતાં આત્મા જેટલે અંશે સમભાવ કેળવે તેટલે અંશે અમારી સાધુતા છે. બાકી તો કષાયનું નિમિત્ત થનારે પહેલ કરી અને તેના પછી જો આપણે તેનો બદલો લઈએ તો આપણામાં અને કષાયના નિમિત્તભૂત વ્યક્તિમાં ઝાઝો ફરક ન કહેવાય.
અહીં મહારાજજી માટે અનેકવાર અનુભવેલી હકીકત જણાવું છું કે મહારાજજી પ્રત્યે અયોગ્ય રીતે વર્તનાર માણસને કોઈને કોઈ દિવસ પસ્તાવાનો પ્રસંગ આવે તે રીતે મહારાજજીનો તેની સાથે વ્યવહાર થતો હતો.
૩૨. એક વખત મને પ્રસંગવશ એક વ્યક્તિ ઉપર રોષભાવ થયો. મહારાજજીની પાસે જઈને બધી વાત જણાવીને મેં કહ્યું કે--હું તેમની સામે જાહેરમાં લખવાનો છું. મહારાજજી અતિસ્વસ્થપણે સાંભળી જ રહ્યા; કશું જન બોલ્યા. થોડીવાર અન્ય સામાન્ય વાતો કરતાં પ્રસંગ લઈને તેઓએ એક દષ્ટાંત કહ્યું, તે આ પ્રમાણે
એક ઠાકોરના ત્યાં નાની અશ્વશાળા હતી. એક દિવસ પડોશી દુશ્મને ઠાકોરના સીમાડાં ભાંગ્યા તેથી
35
બી પુરા-ચરસ
sain Education International
For Private & Personal Use Only
For Private & Pers
www.jainelibrary.org