________________
σε
ઠાકોરે તેની સાથે લડાઈ કરવાની તૈયારી કરી. લડવૈયાઓ અશ્વશાળાના બધા ઘોડા લઈને તૈયાર થયા. ઠાકોર અશ્વશાળામાં આવ્યા ત્યારે ત્યાં એક પણ ઘોડો ન હતો. અશ્વપાલકને પૂછતાં જણાવ્યું કે યોધ્ધાઓ બધા ઘોડા લઈને તૈયાર થઈને ઉભા છે. ઠાકોરે પોતાના માટે ઘોડાની વ્યવસ્થા કરવાનું સૂચવતાં અશ્વપાલે જણાવ્યું : ‘‘મહારાજ ! આ એક ઘોડી જ બાકી છે અને તે જાતવાન છે. તેના પૂર્વજોએ આપના પૂર્વજોને લડાઈઓમાં ખૂબ જ સફળતા અપાવેલી છે, પણ તે સગર્ભા છે.’’ ઠાકોરે કહ્યું ‘“જાતવાન છે એટલું જ બસ છે. સગર્ભા છેતે તો હું કાળજીથી સંભાળી લઈશ.’' ઘોડી ઉપર સવાર થઈને ઠાકોર લડાઈના મેદાનમાં આવ્યા. અને કુશળતાથી શત્રુ ઉપર જય મેળવ્યો. લડાઈમાં કાળજીપૂર્વક સંભાળવા છતાં જુસ્સાના આવેગમાં ઠાકોરે એક વાર જરા જોરથી ઘોડીને એડી મારેલી. થોડી દિવસ પછી ઘોડીને સુંદર લક્ષણયુક્ત વછેરો જન્મ્યો. પણ ઠાકોરની એડી વાગવાના કારણે તેની એક આંખ ફૂટી ગયેલી. દિવસો જતાં વછેરાની ચપળતા અને હોંશિયારીથી પ્રેરાઈને અશ્વપાલને તેના ઉછેરમાં વધારે લાગણી રહેતી. તે એક આંખે કાણો હોવાથી અશ્વપાલે તેનું નામ ‘કાણેખાં’ રાખ્યું. થોડા દિવસો જતાં એક દિવસ કાણેખાંએ પોતાની માને પૂછ્યું – મા! બધા ઘોડાને બે આંખો છે અને મારે એક જ આંખ કેમ ? માએ લડાઈની વાત કરતાં જણાવ્યું કે માલિક આપણને તેના સંતાન કરતાં પણ અધિક લાગણીથી પોષે છે, પણ લડાઈમાં ખૂબ જ કાળજી રાખવા છતાં જુસ્સાને લીધે ઠાકોરે એક જ વાર એડી મારેલી તેથી તારી આંખ ફૂટી ગઈ. આ સાંભળીને કાણેખાંને ગુસ્સો આવ્યો અને એ બોલ્યો કે–મને જરા મોટો થવા દે, પછી તારા ઠાકોરની ખબર લઈ બતાવું. માએ કહ્યું– બેટા! આપણા આવા માયાળુ માલિક માટે આવું વિચારવું કે બોલવું તેમાં આપણી નાલાયકી કહેવાય. આમ છતાં કાણેખાં તો મનમાં ડંખ રાખે જ ગયો. કેટલોક સમય ગયા પછી કાણેખાં મોટો થયો. યોગાનુયોગ વળી પડોશી શત્રુએ હુમલો કર્યો અને ઠાકોરે લડાઈની તૈયારી કરી. આ વખતે ઠાકોર માટે યોગ્ય ઘોડા તરીકે અશ્વપાલે કાણેખાંની પસંદગી કરીને ઠાકોરને કહ્યું– એ કાણો છે પણ અતિ ચપળ અને સમયસૂચક છે; ઉપરાંત, તેને સારી રીતે કેળવેલો છે. ઠાકોરે કહ્યું—ભલે, તૈયાર કરો.
અશ્વશાળામાં આવીને અશ્વપાલે કાણેખાને કહ્યુ–તારા મા-બાપ, દાદા અને પડદાદાએ આપણાં ઠાકોર સાહેબોને અનેક લડાઈઓમાં જિતાડચા છે. તે પ્રમાણે તું પણ કુશળતાથી ઠાકોરને લડાઈમાં જય અપાવજે. આ સાંભળીને કાણેખાં, તેની મા પાસે જઈને કહેવા લાગ્યો–મા ! આજ તારા ઠાકોરને મારી આંખ ફોડવાની સજા ન આપું તો હું કાણેખાં નહિ ! આજ તો તારા ઠાકોરને દુશ્મનના હાથમાં જ સોંપી દઉં. આ સાંભળીને માનું હૈયું વલોવાઈ ગયું અને તે બોલી “બેટા ! મેં તને અનેકવાર સમજાવ્યો તોય તું સમજતો નથી તે સારું નથી. આપણી પેઢીઓના પોષનારના ઉપકારનો સારો બદલો આપવો એ આપણી ફરજ છે.આમ મા બોલતી હતી ત્યાં કાણેખાં રોષમાં ને રોષમાં જ ચાલવા માંડડ્યો. કાણેખાંને જતાં જતાં છેવટે મા એટલું જ બોલી કે બેટા ! ભલે તું રોષમાં જાય છે, પણ મને વિશ્વાસ છે કે તારી જાત તને ખોટું કામ નહીં કરવા દે. ઠાકોર કાણેખાં ઉપર સવાર થઈને લડાઈના મોરચે આવ્યા. મોરચા ઉપર ચારણોએ એકેક યોધ્ધાને શૂર ચડે તેવી રીતે બિરદાવ્યા પછી કાણેખાંને પણ ચારણોએ કહ્યું–‘“તારી માએ અને તારા બાપ-દાદાઓએ આ ઠાકોરને અને તેના પૂર્વજોને લડાઈમાં જીવસટોસટના
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
86
www.jainelibrary.org