________________
પ્રસંગોમાં આબાદ રીતે જિતાડેલા. તું પણ તેમના જ વંશનો છે એટલે તારી બહાદુરી બતાવવામાં પાછી પાની ન કરતો. ચારણો જેમ જેમ આવાં વચનો બોલતાં ગયાં તેમ તેમ કાણેખાંનાં નકસોરાં કૂલતં ગયાં અને તેણે નિશ્ચય કર્યો કે આ લડાઈમાં તો ઠાકોરને જીવના જોખમે પણ બચાવવા. અને ખૂબ જ ચતુરાઈથી કાણેખાંએ ઠાકોરને જિતાડ્યા.
આ દષ્ટાંત કહીને ઉપસંહારમાં મહારાજજીએ કહ્યું–આવાં દષ્ટાંતો જીવનમાં પ્રેરણા લેવા માટે હોય છે. આટલું સાંભળ્યા પછી મેં જે લખવાનો વિચાર કર્યો હતો તે સદંતર માંડી વાળ્યો, એટલું જ નહીં, આવા પ્રસંગોમાં મારા માટે તો મહારાજજી સદાને માટે પ્રેરક બની રહ્યા છે.
૩૩. મહારાજજી ખૂબ જ મક્કમ મનના હતા, છતાં કોઈ કરુણ પ્રસંગ જોતાં કે સાંભળતાં તેઓ ગગ પણ થઈ જતા. એક દિવસ લુણાવાડાના ઉપાશ્રયે હું ગયો તે અગાઉથોડી જ વાર પહેલાં એક યુવક મહારાજજીને મળીને ગયેલો. મહારાજજીએ મને કહ્યું–અમૃત ! એક ભાઈ મુંબઈથી આવ્યો હતો. તેની મા માંદી છે, તેની સેવા માટે બીજું કોઈ નથી. તેથી તેણે મા પાસે જવા તેના શેઠની રજા માગી. જવાબમાં શેઠે જણાવ્યું કે–તારો હિસાબ ચૂકતે લઈને જાઓ, તમે નોકરીથી છૂટા છો. અમૃત! શુભાશુભના ઉદય પ્રમાણે જીવને વેદન છે એ તો નિશ્ચિત છે જ, છતાં આવી નિષ્ફરતા એ પણ....' આટલું કહેતાં તો મહારાજજીનો કંઠ ભરાઈ ગયો અને આંખ ભીની થઈ ગઈ, આગળ મહારાજજી કશું જ બોલ્યા નહીં, અહીં વજનાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિા લોકોત્તરણાં ચત્તાંસિ કો હિ વિજ્ઞાતુમહતિ આ ઉક્તિ મહારાજજીમાં મૂર્ત થાય છે.
૩૪. એક દિવસ હું લુણસાવાડા મોટીપોળના ઉપાશ્રયમાં મહારાજજી સાથે બેસીને કામ કરતો હતો. વચમાં પ્રાંસગિક વાતચીતમાં મહારાજજીએ જણાવ્યું કે-“મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે પોતાના માટે એક સ્થળે અસ્માદશાં પ્રમાદગ્રસ્તાનાં ચરણકરણહીનાનામ.... (આખું વાક્ય યાદ નથી રહ્યું:) લખ્યું છે. અમૃત! તું વિચાર કર જો ઉપાધ્યાયજી મહારાજ જેવા સમર્થ જ્ઞાની અને ત્યાગી મહાપુરુષનો આ પ્રકારનો સ્વાનુભવ હોય તો અમે શુદ્ધ સંયમઆરાધના માટે ગૌરવ લઈએ તે કેટલું બેહૂદું અને સત્યથી વેગળું છે, એટલું જ નહીં, તે આત્મવંચના પણ છે.”
૩૫. અમદાવાદ-પંચભાઈની પોળના વતની અને મારા આદરણીય મુરબ્બી શ્રી લાલભાઈ સોમચંદભાઈએ મને એક દિવસ જણાવ્યું કે-“પૂ.શ્રી ભદ્રમુનિજી (આજ દિવંગત છે) જૈનોના બધા ફિરકાઓનું ઐક્ય કરવા માટે પ્રયત્ન કરવા ઈચ્છે છે અને આકાર્યમાં પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજનો સહકાર મેળવવાની પણ તેમની ભાવના છે. આ સંબંધમાં તમે મહારાજજીને પૂછીને યોગ્ય પ્રયત્ન કરો તો સારું કામ થાય.” મેં મહારાજજીને આ વાત કહી. જવાબમાં મહારાજજીએ જણાવ્યું કે “આગ્રહો એટલા જડ ઘાલીને બેઠા છે કે જેથી આપણે માનીએ તેટલું આ કામ સરળ નથી. આવાં કાર્ય કરતાં કોઈ વાર સુષુત આગ્રહો ઉત્તેજિત થાય તેવો પણ સંભવ રહે છે અમૃત ! આ સંબંધમાં મને તો કોઈ વાર એવો પણ વિચાર આવેલો કે શ્રવણ
87
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org