________________
ભગવાન મહાવીર પોતે આવીને આ બધાને પોતાની પ્રરૂપણા સમજાવીને એક થવા કહે તો પણ કોઈ માને કે કેમ? તે એક પ્રશ્ન છે. જો કે એ એક વિચાર પૂરતી અસત્ કલ્પના છે. આ સંબંધમાં તને એક દષ્ટાંત કહું છું.” આમ કહીને મહારાજજીએ આ પ્રમાણે દષ્ટાન્ત કહ્યું
સાતસો દોહાના રચનાર બિહારીદાસજી એક ત્યાગી-વૈરાગી સંતપુરુષ હતા. તેઓ એક દિવસ એક ગામની ધર્મશાળાની પડાળીના એક ખૂણામાં બેઠા હતા. સાંજના સમયે એ પડાળીમાં ઊતરેલા અન્ય બાવાઓ પોતપોતાના શિષ્યો સાથે ભોજન લઈને બેઠા હતા. તેવામાં એક ગુરુ-બાવાજીએ પોતાના શિષ્યની આગળ બિહારી સતસઈનો એક દોહો કહ્યો અને તેનો અર્થ સમજાવ્યો. આ સાંભળીને નજીકમાં બેઠેલા બીજ એક ગુરુ બોલ્યા - આપને જો બિહારીદાસજીકે દોહે કા અર્થ કહા સો ગલત હૈ, ઇસકા અર્થ તો ઐસા હોતા હૈ આ સાંભળીને પહેલા બાવાજી બોલ્યા - ભાઈ મેરે ગુરુજીને મુઝે જો અર્થ બતાયા હૈ સો મેં કહતા હૈ, ઔર વહી અર્થ સહી હૈ બીજા બાવાજીએ પણ જણાવ્યું કે મેંને જો અર્થ કહા વો ભી મેરે ગુરુજીને સિખાયા હૈ, મેરે ગુરુજી બહુત જ્ઞાની થો આ સાંભળી પહેલા બાવજી બોલ્યા - તો ક્યા મેરે ગુરુજી અજ્ઞાની થે? આયે બડે જ્ઞાની ગુરુવાલે! બીજા બાવજી બોલ્યા-મુંહ સંભાલ કે બોલો, ક્યા સમઝ રખા હૈ તુમને હમારે ગુરુજી કો? આમ પરસ્પર ચડસાચડસીમાં બે બાવાજી લડવા તૈયાર થઈ ગયા. આ વાત ખૂણામાં બેઠેલા સંત બિહારીદાસજી સાંભળતા હતા. તેમણે વિચાર્યું કે મારા રચેલા દોહાના અર્થ માટે આ બે જણ ખોટા લડે છે; અને મારું કહેવાનું તાત્પર્ય તો આ બે કહે છે તેથી જુદું જ છે, તો એમને સમજાવું. આમ વિચારીને સંત બિહારીદાસજી ઝઘડી રહેલા એ બે બાવાઓની પાસે જઈને હાથ જોડીને બોલ્યા કે–ભાઈ! મેં બિહારી હું, આપ જિસ દોહે કે અર્થ કે બારે મેં વિવાદ કરતે હો ઉસકા સહી અર્થ યહ હૈ આટલું કહેતાં તો ઝઘડતા બન્ને બાવાઓ ચીપિયા લઈને ઊભા થયા અને બોલ્યા કે ક્યા બિહારીદાસજી ઐસે હોતે હૈં? આયા બડા બિહારીદાસ બનકે!ભાગ યહાં સે આટલું કહીને એ બેય બાવા બિહારીદાસજીને ધકકે ચડાવવા જાય તે પહેલાં સંત બિહારીદાસજી પોતાની ગોદડી લઈને ધર્મશાળાની બહાર જતા રહ્યા.
“અમૃત ! આ સ્થિતિ છે સમાજની! માટે આવા પ્રયત્નોમાં પડીએ તો સફળતા શક્ય નથી; આપણાં કામ, સમય અને શક્તિ બગડવાનો સંભવ છે.” આટલું અંતમાં મહારાજજીએ જણાવ્યું. મહારાજજીએ અહીં જણાવેલી વાત મેં શ્રી લાલભાઈને જણાવી હતી.
૩૬. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત આગમપ્રકાશનના કાર્ય અન્વયે શ્રી અનુયોગકારસૂત્રનું કાર્ય ચાલતું હતું. તદન્વયે મને મહારાજજીએ રાત્રે બોલાવેલો. અનુયોગદ્વારસૂત્રનાં સૂત્રોને સંખ્યાક્રમ આપવાનું કામ કરવાનું હતું. કામ કરતાં કરતાં લગભગ રાતના બાર વાગ્યા હશે. મહારાજજી જ્યારે કાર્યમાં પરોવાયા હોય ત્યારે સદાને માટે તેમની આકૃતિ અને આંખની વિશિષ્ટ પ્રતિભા ઊપસતી. આ વખતે પણ મેં મહારાજજીના સામે જોયું, દાઢી પણ ઠીક ઠીક વધેલી હતી, મારાથી સહજભાવે બોલાઈ ગયું–“મહારાજજી! આપ અત્યારે ઋષિ જેવા લાગો છો.” મહારાજજી બે મિનિટ સુધી તો કશું જ બોલ્યા નહીં. પણ પછી એમણે કહ્યું કે-“અમૃત ! શ્રી પુણ્યચરિત્રમ્
88
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org