________________
તું નિશ્ચિત માનજે કે મારો આત્મા યોગભૂમિને સ્પર્શેલો છે.” આ સમયની તેમની આંખ અને આકૃતિ જેવી હતી તેવી જ અત્યારે પણ મારી સામે મૂર્ત થાય છે. અને ધન્યતા તથા વિરહદુઃખ અનુભવાય છે.
૩૭. સંશોધન-સંપાદન સંબંધી યત્કિંચિત્ જે આવડત મને મળી છે, તે પૂજ્યપાદ મહારાજજીની જ પ્રસાદી છે, એ એક હકીકત છે. અર્થાત્ આવા પ્રકારની આવડત તે મારી નહીં પણ મહારાજજીની જ છે. આથી હું જે કંઈ પ્રમાણિત કાર્ય કરું છું તે, અર્થાપત્તિએ, મહારાજજીએ કર્યું છે એમ હું સદાને માટે માનું છું. શ્રી અનુયોગવારસૂત્રના સંશોધન પ્રસંગે એક રાત્રે મહારાજજીની સાથે બેઠો હતો ત્યારે મારાથી એક સ્થાનને ઝડપથી નિર્ણય લઈને બોલી જવાયું. મહારાજજીએ સૂચક અને ગંભીર આંખે મારા સામે જોઈને કહ્યું– અમૃત! તું ગયા ભવમાં શું હોઈશ? મેં કહ્યું - અર્ધમાગધી-પ્રાકૃત ભણ્યા વિના પણ આ કાર્ય કરવામાં હું ઉપયોગી થાઉં છું તેમાં મુખ્યતયા આપશ્રીનો અનુગ્રહપૂર્ણ ઉપકાર તો મુખ્ય છે જ, છતાંય ગત જન્મમાં કદાચ ગોરજી (જાતિ) હોઈશ !મહારાજજીએ વાત પૂરી કરવાના ઢંગથી કહ્યું-તારી રીત-રસમ ઉપરથી એટલું તો કહી શકાય કે તું ગયા જન્મમાં ગોરજી-યતિ તો નહીં હોય પણ કોઈ અતિચારસેવી સાધુ હોઈશ. આગળ ચાલતાં તેમણે જણાવ્યું કે-“આટલાં વર્ષોના પરિચયથી મને લાગે છે કે આપણે ગત જન્મોમાં સાથે હોઈશું અને આવતા જન્મોમાં પણ મળીશું. અમૃત ! આગમોના કામ માટે આપણે બીજો ભવ કરવો પડશે, અને તે વખતે આ જન્મનાં કાર્યો આપણને સવિશેષ બળ આપશે.'' આ વાત સાંભળી ત્યારે મારા મનમાં થયેલું કે-“શું મહારાજજીના નેતૃત્વમાં સમગ્ર આગમો પ્રકાશિત નહીં થાય?” આ શંકા મેં મહારાજજીને જણાવી ન હતી. આ પ્રસંગ અમદાવાદનો છે.
૩૯ કોઈક કામ કરવા અમુક ગૃહસ્થને યોગ્ય માનીને તે કામ માટે તે ગૃહસ્થને મહારાજજીએ સૂચના કરી હોય. પણ જો તે ગૃહસ્થ મહારાજજીએ સૂચવેલા કાર્યને ઉવેખે તો મહારાજજીએ તે ભાઈને વિશેષ સમજાવવા કદી પ્રયત્ન કર્યો નથી. મહારાજજીએ આવી બાબતના સંબંધમાં મને એક વાર જણાવેલું કે–આપણે માનીએ કે આ કામ અમુક માણસ કરશે અને જો તે ન કરે તો તેમાં મુખ્યતયા તો આપણી ખામી માનવી જોઈએ. આવો પ્રસંગ જવલ્લે જ બનેલો અને તેમાં મહારાજજીમાં એક ઉદાસીન યોગીનાં દર્શન થયેલાં. .
૩૯. જે કોઈ મુનિ મહારાજ કે સાધ્વીજી મહારાજને પુસ્તક, પંડિત, દવા કે અન્ય વસ્તુની જરૂર હોય ત્યારે તેઓ મહારાજજી પાસે આવીને કહેતાં, મહારાજજી તેનો અચૂક પ્રબંધ કરાવતા. આમાં સ્વપર સમુદાય કે ગચ્છાન્તરની આછી-પાતળી રેખા પણ મહારાજજીના મનમાં ભેદ પાડી શકી ન હતી. આ ઉપરાંત દુઃખી ગૃહસ્થ, તકલીફવાળા વિદ્યાર્થી વગેરે પણ મહારાજજીની પાસે આવતા અને તેમને યોગ્ય મદદ પણ તેવા પ્રકારના ભાગ્યવાન ગૃહસ્થો દ્વારા મહારાજજી કરાવતા. કોઈવાર મહારાજજી કહેતા કે “આ માણસ ઠગ જેવો કે ધીઠો લાગે છે.” મદદ માટે આવનાર ગૃહસ્થવર્ગમાં કોઈ કોઈ અજૈન ભાઈઓ પણ આવતા. આવા કાર્યના સંબંધમાં મહારાજજીએ મને એક દિવસ કહેલું કે–“આપણે અન્યના માટે શક્ય હોય તેટલા ઉપયોગમાં આવીશું તો જન્માંતરમાં એ બધા જીવો આપણી અનુકૂળતા માટે થશે.' ૪૦. સમુદાયાન્તરના કે ગચ્છાન્તરના કોઈક સાધુઓ, તેમના પોતાના સમુદાયમાં કે ગચ્છમાં કોઈ પણ
થી પુણ્યચરિઝમ
89
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org