________________
કારણે મનમેળના અભાવે ત્યાંથી જુદા થઈને મહારાજજી પાસે આવીને પોતાની પરિસ્થિતિ જણાવી, મહારાજજીની પાસે રહેવા માટે વિનંતી કરતા, ત્યારે મહારાજજીના સહવર્તી મુનિઓને કોઈક વાર રુચિકર ન લાગતા અને મહારાજજી સમક્ષ પોતાનો અભિપ્રાય પણ જણાવતા. ત્યારે મહારાજજી કહેતા કે–ઘર છોડીને સાધુ થયો છે, જ્યાં છે ત્યાં તેના આત્માને કષાય થાય છે, તો સ્વસ્થ ચિત્તે જો સંયમ પાળે તો તે લાભ જ છે ને ! તે ક્યાં જાય? આવનાર આવા મુનિઓમાં કોઈક મુખમધુર અને અંદરથી કપટી હોય એવા પણ આવ્યા હશે, પણ તે મહારાજજીની પાસે ઝાઝું રહી શક્યા નથી.
૪૧. પૂજ્યપાદ મહારાજજીની સાથે કાર્ય કરતાં કરતાં, સમય જતાં, થોડી-ઘણી સમજ આવ્યા પછી, ધ્યાન ખેંચે તેવી હકીકતો તરફ મારી નજર જતી. આને લક્ષીને પ્રસંગે પ્રસંગે હું મહારાજજીની સાથે ચર્ચા કરતો અને પૂછતો કે-સાહેબ!આ સંબંધમાં લેખો લખું છું? મહારાજજી મને ખૂબ જ શાંતિથી સાધક-બાધતા સમજાવતા અને ભારપૂર્વક હુકમના રૂપમાં આજ્ઞા કરતા કે-“અમૃત! જે હકીકતો યથાવભાવે સમાજનો મોટો વર્ગ સમજી ન શકે એવી હકીકતોની જાણથી તેવા વર્ગમાં પારમાર્થિક રીતે હાનિ થવાનો વધુ સંભવ છે. અલબત્ત, સમજદાર એટલે સાધક-બાધક કારણોને સમજીને પચાવનાર વ્યક્તિવિશેષ જાણે તો અનુચિત નથી. આપણી પંડિતાઈ અને શાસ્ત્રવચનથી જે ખાસ લખવા-કહેવા જેવું છે તે તો એ છે કે જેને વાંચી-સાંભળીને માણસના કષાયો પાતળા-ઓછા થાય, તે પાપભીરુ, પરોપકારી અને સદાચારી બને.” આવી મતલબની પ્રેરણા અને અનેકવાર મળી છે. આજ ગુરુપૂર્ણિમાના પ્રભાતે આ સંસ્મરણો લખાયાં છે તેથી મનને ખૂબ જ આનંદ થયો છે.
मत्तियाओ अहं जाओ मणुओ जप्पसायओ । मुणिपुंगवाण ताणं पुण्णप्पाणं महे सीणं ॥ १ आगमपहायराणं सुविहियसाहण नाणजोगीणं । सिरिविक्कमनिवसंवच्छरस्स नंद-उच्छि-ख-जुगसंखस्स ।
गुरुपुण्णिमाए एवं लिहियं 'अमएण' भत्तीए ॥ ३ અર્થ: જેમના પ્રસાદથી હું માટીમાંથી માણસ થયો તે મુનિપુંગવ પુણ્યાત્મા મહર્ષિ આગમપ્રભાકર સુવિહિત સાધુ જ્ઞાનયોગી શ્રી પુણ્યવિજયજી મહારાજના ચરણકમલમાં મારાં વંદન હો ! શ્રી વિક્રમ સંવત્ ૨૦૨૦ની ગુરુપૂર્ણિમા (અષાડ સુદ૧૫)ના દિવસે ભક્તિથી અમૃતે આ લખ્યું છે.
(મૂળ તો આ સંસ્મરણો, પૂજ્યપાદ મહારાજજીની હયાતીમાં, વિ. સં. ૨૦૨૫ના વર્ષમાં દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિ સમારોહ વડોદરામાં ઊજવાયો તે નિમિત્તે પ્રગટ થયેલાં “જ્ઞાનાંજલિ”નામે ગ્રંથ માટે, હું લખવાનો હતો, પણ કંઈક એવી ઉપાધિઓ આવી પડે કે એ તે વખતે ન લખાયાં, તે છેક અત્યારે શ્રદ્ધાંજલિરૂપે લખાયાં).
શ્રી પુણ્યારિઝમ
90
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org