________________
થોડાંક સંસ્મરણો
લેખક - શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા
(જ્યારે જ્યારે અમદાવાદ જવાનું બનતું, ત્યારે ત્યારે મોટાભાગે પૂ. પંડિત શ્રી બેચરદાસભાઈ સાથે આગમપ્રભાકર પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજને વંદન કરવા જતો. છેલ્લાં લગભગ બે વરસથી તેઓ મુંબઈ પધાર્યા હતા. જ્યારે જ્યારે તેમની પાસે જવાનું બનતું ત્યારે ત્યારે મોટાભાગે તેઓ તેમના સંશોધન અને લેખનકાર્યમાં ઓતપ્રોત થયેલા જોવામાં આવતા. તેઓશ્રી કહેતા હતા કે એક શબ્દનો અર્થ શોધવા અને બેરાડવામાં ઘણીવાર આઠ આઠ દિવસ નિકળી જાય છે. આમ છતાં મુંબઈમાં તેઓશ્રીની પાસે જ્યારે જવાનું બનતું ત્યારે કોઈ કોઈ વાર તેમની સાથે વાર્તાલાપનું સદ્ભાગ્ય પણ પ્રાપ્ત થતું. તેમના દેહોત્સર્ગથી ભારતીય વિદ્યાના ક્ષેત્રમાં કદી પણ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમને શ્રદ્ધાંજલિ આપતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઉમાશંકર જોષીએ સાચું જ કહ્યું છે કેઃ “મુનિ શ્રી પુણ્યવિજયજી જતાં ગુજરાતના જ નહીં પરંતુ રાષ્ટ્રના સાંસ્કૃતિક જીવનને ખોટ પડી છે. તેમનું જીવન ચંદ્રના પ્રકાશ જેવું દિલને ભરી દે તેવું આહલાદક હતું.” તેમની સાથેના નીચે આલેખેલા કેટલાક પ્રસંગો મારી ડાયરીની નોંધ પરથી લખ્યા છે. - લેખક)
(૧).
તા. ૧૯-૭-૬૯, શનિવાર શ્રી પ્રાણજીવનદાસ ગાંધી, હું અને ચીમનલાલ પાલીતાણાકર આજે ચાર વાગે વાલકેશ્વર પૂ પુણ્યવિજયજી મહારાજ પાસે જૈન ધાર્મિક શિક્ષણ સંઘની સંસ્કાર-વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન મહારાજશ્રીની નિશ્રામાં ગોઠવવા અર્થે વિનંતી કરવા ગયા હતા. પૂ. મહારાજશ્રીએ તપમાં સ્વાભાવિકતા હોવી જોઈએ એ અંગે શાલિભદ્રજીની વાત કરતાં કહ્યું કે, મા ખમણના પારણે ગોચરીમાં તેમને દહીં મળ્યું અને તે તેમણે લીધું પાણી ખરું. આજે તો એક ઉપવાસના પારણામાં પણ લોકો ખટાશ લેતાં અચકાય છે, આનું મૂળ કારણ એક જ છે કે, આપણા વર્તમાન તપમાં સ્વાભાવિકતા નથી, પણ કૃત્રિમતા છે. ઉપવાસના દિવસે મનમાં તો પારણાના વિચારો જ રમતા હોય છે. માણસે નિખાલસ અને નિર્દોષ બની જવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી એક ખેડૂતને ઉપદેશ આપવા અર્થે ભગવાનની પાસે લઈ આવ્યા, પણ ભગવાન પર દષ્ટિ પડતાં જ તે ભડકીને ભાગ્યો. એ વખતે ઈન્દ્ર મનમાં ગૌતમની મશ્કરી કરી કે ગૌતમ પણ કેવા શિષ્યને શોધી લઈ આવ્યા છે! પરંતુ તેમ છતાં ગૌતમના મોં પર જરાય ગ્લાનિ કે ઉદાસીનતા ન હતી. ભગવાને ઈંદ્રને ગૌતમનો નિર્દેશ કરી કહ્યું : “ગૌતમ તો નિખાલસ અને નિર્મળ છે એટલે પેલા ખેડૂતની બાબત અંતે તમને જેવો વિચાર આવ્યો તેવો વિચાર ગૌતમને ન આવ્યો.” જીવનમાં આવી નિર્મળતા અને નિખાલસતા કેળવવી જોઈએ. પછી મીરાંબાઈ અને જીવાણજી ગોંસાઈ વચ્ચેના
બી પુણ્યત્રિમ
91
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org