________________
વાર્તાલાપની વાત સમજાવી મહારાજશ્રીએ કહ્યું : “આજે તો બ્રહ્મચર્યની બાધા પાળનારાઓ પણ કોઈ સુંદર રમણી જુવે કે તેના મનમાં કાંઈ કાંઈ રમકડાં દોડવા લાગે. એટલે આજે ધર્મ વધ્યો હોય તેવું ભલે લાગે, પણ આ બધું કૃત્રિમ છે; તેમાં જે સ્વાભાવિકતા હોવી ઘટે તે નથી.”
મુલુન્ડવાળા શ્રી હરગોવિંદદાસજી રામજી (હવે સ્વર્ગસ્થ) મહારાજશ્રીના અત્યંત પરિચયમાં હોવાથી મેં તેમની ખબર આપતાં મહારાજશ્રીને કહ્યું કે ફેકચર થવાથી તેમને બ્રીચ કેન્ડીઝની હોસ્પિટલમાં રાખવામાં આવેલ છે, પરંતુ ત્યાં તેમને ગમતું નથી, ઘેર પાછા આવવા ઉતાવળ કરે છે. કૃત્રિમતા અને સ્વાભાવિકતા પર મહારાજશ્રીનો આજે ખાસ ઉપદેશ હતો, એટલે આ સંબંધમાં તેઓએ કહ્યું : “જે સ્વસ્થતા અને શાંતિપૂર્વક આજ સુધી તેઓ દીર્ધ જીવન જીવ્યા છે, તેવી જ સ્વસ્થતા અને શાંતિ તેઓની આ બીમારીની આપત્તિમાં તેઓ જાળવી રાખે, તો જ તેમની શાંતિ અને સ્વસ્થતાને સ્વાભાવિક કહી શકાય. બાકી જીવન પ્રવાહ જ્યારે સીધો અને સરળ હોય ત્યારે તો સૌ કોઈ શાંતિ અને સ્વસ્થતા જાળવી શકે. પણ તેમાં શી નવાઈ? આ શાંતિ અને સ્વસ્થતા સ્વાભાવિક તો ત્યારે જ ગણાય કે જ્યારે પ્રતિકૂળ સંજોગોમાં પણ એ શાંતિ અને સ્વસ્થતામાં અવરોધ ન પડે.” મહારાજશ્રીએ આચાર્ય હરિભદ્રસૂરિ અને આચાર્ય હેમચંદ્રાચાર્યના જીવન અંગે કેટલીક વાતો કરી કહ્યું: ‘ભગવાન નેમનાથ શ્રીકૃષ્ણ પાસે માંસાહારન અટકાવી શક્યા, પણ એ કાર્ય હેમચંદ્રાચાર્ય કુમારપાળ પાસે કરાવી શક્યા. આનું નામ ભવિતવ્યતા” એમ કહી ઉમેર્યું “દરેક કાર્યમાં યોગ મહત્ત્વનો ભાગ ભજવે છે.” પછી મહારાજશ્રીએ માથા પર વાસક્ષેપ નાખતી વખતે અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું: “હું તો પૂર્વાચાર્યોનો એજન્ટ છું, અને એમની ઝોળી (બટવો)નો વાસક્ષેપ નાખું છું.”
તા. ૭-૯-૬૯, રવિવાર પંડિત શ્રી બેચરદાસભાઈ અને અજવાળીબહેન સાથે આજે બપોરે પૂ. પુણ્યવિજયજી પાસે ગયો હતો. ૧૫મી ઓગસ્ટના દિવસે મહારાજશ્રી કોટના ઉપાશ્રયમાં ગયા હતા એ સંબંધમાં ચર્ચાનીકળતાં મહારાજશ્રીએ કહ્યું: “એ દિવસે કોટના ઉપાશ્રયમાં નણિઊણ-પૂજનમાં હાજરી આપવાનું બન્યું. આજ સુધી તો આ પૂજનનું નામ સાંભળવામાં આવ્યું ન હતું. પૂજાના અંતે મંત્રનો શ્લોક આવે છે તેનો અર્થ એવો થતો હતો કે - “સર્વ દુશ્મનોનો નાશ થઈ જાઓ અને સઘળી સ્ત્રીઓ વશ થઈ જાઓ!” એ વખતે કોટમાં ચોમાસું રહેલાં મુનિ શ્રી ચિત્રભાનુનું ધ્યાન એ શ્લોક પર દોરીને પૂજન સમયે મહારાજશ્રીએ કહ્યું: “મંદિરમાં બેસી આવા મંત્રો બોલી શકાય?” મેં શ્રાવકોનો બચાવ કરતાં કહ્યું કે આવી બાબતોમાં શ્રાવકો તો શું સમજે? તેઓ તો જેમ મુનિરાજો કહે તેમ કરે. મુનિરાજો નવા નવા પ્રકારનાં પૂજનો શોધી કાઢે તો શ્રાવકસમાજ એ પૂજનો કરાવવા હંમેશાં તૈયાર જ થઈ જાય છે. આમાં દોષ હોય તો પણ ધર્મગુરુઓનો જ કહેવાયને! મહારાજશ્રીએ કાંઈક ભારે હૈયે કહ્યું: “આ તો તમે એકતરફી વાત કરી, શ્રાવકોને મોજ-વૈભવ જોઈએ છે અને પ્રતિષ્ઠા તેમ -શી પુણ્યચરિત્રમ દ્વત
32
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org