________________
કરશે. માટે કોઈને પણ જણાવ્યા વિના મારે ફકીર થવું જોઈએ.'' આ વિચાર નિશ્ચિત કર્યા પછી એક રાત્રે બાદશાહ, કોઈને । પણ કહ્યા વિના, પોતાની રાજધાની છોડીને બહાર નીકળી ગયો. જ્યાં પોતાને કોઈ પણ ન ઓળખે તેવા પ્રદેશમાં જવાનો નિર્ધાર કરી કેટલેક દિવસે પોતાના રાજ્યની હદથી પણ ઘણે દૂર બાદશાહ ફકીર નીકળી ગયા. ‘જ્યાં જાય ત્યાં ગામ બહારનાં ખંડેરોમાં પડડ્યા રહેવું, સૂકું-લૂખું, ઓછું-વધતું જે મળે તે ખાવું અને પ્રસન્નચિત્તે ખુદાની બંદગી કરવી.’-આ ક્રમમાં બાદશાહ ફકીરનાં બાર વર્ષ વીત્યાં. શરીરનો વર્ણ વગેરે એટલું તો બદલાઈ ગયું કે પૂર્વના સતત પરિચયમાં આવનાર માણસો પણ બાદશાહને ઓળખી ન શકે.
આત્મશાંતિ માટે સહેલાં કષ્ટથી બાદશાહને આંતરિક આનંદ જ રહેતો. બાર વર્ષ વીત્યા પછી બાદશાહફકીરને વિચાર આવ્યો કે ‘‘મને કોઈ પણ રીતે મારાં પૂર્વનાં સુખ-ચેન અને વૈભવ-વિલાસનું સ્મરણ સરખયું સ્પર્શતું નથી, છતાં મારા આત્માની સાચી કસોટી કરવા માટે મારે મારી રાજધાનીમાં જવું જોઈએ.’' આમ વિચારીને બાદશાહ-ફકીર લાંબા ગાળે પોતાની રાજધાનીમાં આવે છે; નગર બહાર ખંડેરોમાં પડચા રહે છે. રોજ નગરમાં જાય છે, પણ કોઈ તેમને ઓળખી શકતું નથી; સાથે સાથે બાદશાહ-ફકીરને પણ કોઈ દિવસ ક્ષણમાત્ર પણ પોતાના અધિકારનું મમત્વ સ્પર્શતું નથી.આમ થોડા દિવસ ગયા પછી એક દિવસ નગરના બજારમાં એક ચકોર માણસે બાદશાહ-ફકીરને જોઈને નિશ્ચય કર્યો કે આ ફકીર ચોક્કસ અમારો બાદશાહ છે. આ નિશ્ચય કર્યા પછી એ માણસને વિચાર આવ્યો કે ‘આ બાદશાહ ફકીરી સાચી છે કે કાચી, તેની પરીક્ષા તો મારે કરવી જ જોઈએ.’
આમ વિચારી એક દિવસ બાદશાહ-ફકીર નગરમાંથી ભિક્ષા લઈને ખંડેરો તરફ જતા હતા ત્યારે આ માણસ તેમની પાછળ પાછળ ખંડેરો સુધી ગયો. અને તેણે વિનયથી હાથ જોડીને કહ્યું - ‘મુર્શદ! આપ મારા ઘેર ભોજન લેવા માટે આવતી કાલે પધારો તો મારું કલ્યાણ થાય’ બાદશાહ-ફકીરે કહ્યું કે ‘અચ્છા બેટા, આયેંગે’. બીજે દિવસે પરીક્ષક યજમાન બાદશાહ-ફકીરને લેવા માટે ખંડેરમાં ગયો, અને તેમના સાથે લઈને પોતાના ધર તરફ ચાલવા માંડડ્યો. જ્યારે પોતાનું ઘર ત્રણ સો હાથ દૂર રહ્યું ત્યારે પરીક્ષક યજમાને બાદશાહ-ફકીરને આંખ ફેરવીને કહ્યું કે- ‘ક્યા તૂને હમારે લિયે ફકીરી લી હૈ? હરામ કા ખાના હૈ? ચલા જા યહાંસે !' આ સાંભળી બાદશાહ-ફકીરે જે કરુણામયી દષ્ટિથી નોંતરું સ્વીકારીને ‘અચ્છા બેટા, આયેંગે’ કહ્યું હતું તેવી જ દષ્ટિથી વળતું જણાવ્યું કે ‘અચ્છા બેટા, જાતા હૂં.' ફરી બીજે દિવસે પરીક્ષક યજમાન બાદશાહ-ફકીરની પાસે ગયો, અને પસ્તાવો કરીને કહેવા લાગ્યો કે- મેં આપની સાથે નાલાયકીભર્યું વર્તન કર્યું છે તેથી હું ખૂબ જ બેચેન છું. આપ જો મારા ઘેર ભોજન લેવા નહિ પધારો તો મને ચેન નહીં પડે. આ સાંભળી બાદશાહ-ફકીરે પૂર્વવત્ પ્રસન્ન દષ્ટિથી કહ્યું કે અચ્છા બેટા, આયેંગે. આ બીજે દિવસે પહેલા દિવસ કરતાં પોતાના ઘર તરફ જરા વધારે આગળ સુધી આવીને પરીક્ષક યજમાને બાદશાહ-ફકીરને કહ્યું કે‘કલ નિકાલા ગયા થા, ફિર આજ હરામકા ખાને કે લિયે આયા હૈ? મહેનત-મજદૂરી કર, નિકલ યહાં સે!’ આ સાંભળી બાદશાહ-ફકીરે પૂર્વવત્ રીતે જણાવ્યું કે ‘અચ્છા બેટા, જાતા હૂં.’
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
84
www.jainelibrary.org