________________
કરવા માટે મહારાજજી વડોદરાથી સુરત ગયા હતા. સૂરતથી વડોદરા પધાર્યા પછી કેટલાક દિવસ પછી મારે પાટણથી વડોદરા જવાનું થયું. એક દિવસ પ્રાસંગિક રીતે મેં મહારાજજીને પૂછ્યું કે “સાહેબ ! સુરત જઈને શું કરી આવ્યા?” મહારાજજીએ જણાવ્યું કે “અમૃત! કામ કરતાં આપણને જે જે સ્થાનો ધ્યાન ખેંચે તેવાં લાગે છે તે પ્રત્યેક સ્થાન સાગરજી મહારાજની નજરમાં છે. અને તેઓએ ખૂબ જ ગંભીર બાબતોને યથાર્થ ભાવે પચાવી રાખી તેથી જ એમનું શ્રુતસ્થાવિર્ય છે એમ કહી શકાય.”
૩૦. વયોવૃદ્ધ સાધ્વીજી શ્રી રત્નશ્રીજી મહારાજ મહારાજજીનાં માતુશ્રી હતાં. પોતે સાધ્વી અને પુત્ર સાધુ હોવા છતાં માતા તરીકેની તેમની લાગણીઓ સાવ લુપ્ત તો ન જ થાય એ સ્વાભાવિક છે. આથી જ અનેકવાર મહારાજજી, સાધ્વી-માતાનું મન સાચવવા, આંતરિક રીતે અલિપ્ત ભાવે, પણ જરાક ઉભડક ન લાગે તેવી રીતે, સાધ્વી-માતા પાસે જતા અને તેમને સંતોષ થાય તે રીતે તેમનું મન સાચવતા. માતા પાસે બેસીને તેઓને સુગમ બને તે રીતે, વિવિધ પ્રસંગે, તાત્વિક વિનોદ સાથે કરતા. આવા કેટલાક પ્રસંગોમાં હું પણ મહારાજજીની સાથે જતો.
૩૧. એક દિવસ સાથે રહેલા મુનિઓ પૈકી બે મુનિભગવંતોને પરસ્પર ઊંચાં મન થયાં, પણ મહારાજજીની ઉપસ્થિતિમાં કષાયનું મોટું સ્વરૂપ થઈ શકે નહીં. આમ છતાં તે બન્ને મુનિઓનાં મન પરસ્પર કષાયિત રહેતાં હતાં. આ વાત મહારાજજી પામી ગયા હતા. મહારાજજી વ્યક્તિવિશેષને સમજાવવા માટે સમય પાકવાની અવધિ પણ વિચારતા, આથી તાત્કાલિક તો તેમણે કોઈ મુનિને કશું જ કહ્યું નહીં. હું બપોરે મહારાજજીની પાસે ગયો ત્યારે તેમણે મને અંગત રીતે જણાવ્યું કે “ધર્મની વિવિધ આરાધના અને આત્મશાંતિના ઉપાયો પૈકીના એક એક પ્રકારની આ બે જણા (જેમને પરસ્પર ઊંચા મન હતા તે) વર્ષોથી આરાધના-ઉપાસના કરે છે, પણ કેમ જાણે આત્મકલ્યાણ માટેનો મુખ્ય હેતુ તેમના લક્ષમાં જ આવતો નથી ! આ બે જણાએ શાસ્ત્રાભ્યાસ અલ્પ કર્યો છે, છતાં કષાયોનો પરિપાક કેવો હોય છે?' તે તો તેમણે અનેક વાર વાંચ્યું હશે ‘જ્ય અયિં ચરિત્ત’ ગાથાનો અર્થ જો સાચી રીતે વિચારે તો તેમને કષાયનિમિત્તના પ્રસંગોમાં સ્વભાન આવે જ. આમાંય પ્રશસ્ત કષાયનો અને અપ્રશસ્ત કષાયનો સત્યાર્થ સમજ્યા વિના જે પ્રશસ્ત કષાયનો આશ્રય લેવામાં આવે છે તે તો પ્રાયઃ પ્રત્યેક વ્યક્તિનો ભિન્ન ભિન્ન હોય છે અને તે મોટે ભાગે અશાસ્ત્રીય પણ છે. અમૃત! આપણા ત્યાં કષાયત્યાગ માટે ઘણો ઘણો ઉપદેશ છે એ તો ખરું, પણ અન્ય ધર્મોમાં પણ કષાયજયથી આત્મકલ્યાણ માટે સારી રીતે લખાયું છેઉપદેશાયું છે.'
આટલું કહીને મહારાજજીએ એક બાદશાહનું દષ્ટાંત કહ્યું. તે આ પ્રમાણે છે
એક બાદશાહે મોટી ઉંમર સુધી રાજવૈભવ ખૂબ ભોગવ્યો. એક દિવસ તેને વિચાર આવ્યો કે “રાજસુખ ખૂબ ભોગવ્યું; હવે ખુદાની બંદગી માટે શેષ ઉમર ગાળવી જોઈએ-ફકીરી લેવી જોઈએ. પણ જો લોકો જાણે કે મેં ફકીરી લીધી છે, તો મારા વૈભવત્યાગથી લોકો મને સાચો ફકીર થવા દેશે નહિ, અને માન-પૂજા-આદર કર્યા જ
83
થી પુણ્યચરિત્રમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org