SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. જેસલમેરના નિવાસ દરમ્યાન રતલામથી વયોવૃદ્ધ શ્રીપૂજ્યજી મહારાજ જેસલમેર પધાર્યા હતા. મહારાજજીના કાર્યની તેઓશ્રીએ મુક્ત અને પ્રશંસા કરીને જણાવ્યું કે –મદBIનના માપ જ્ઞાન પ્રશાસન का महत्त्वपूर्ण कार्य करते हो इसमें कोई शक नहीं । फिर भी आप अगर शासनदेवी श्री पद्मावतीजी का अनुष्ठान તો માપ વિરોષસુર હા મહારાજજીએ તેમની સહજ સ્વસ્થતાથી જણાવ્યું કે– શ્રી પદ્માવતીની शासनदेवी है ही, शासन का कार्य करने की सूझ भी पद्मावतीजी को होगी ही । मैं मानता हूँ वहाँ तक मेरा कार्य शासनकार्य ही है, तो पद्मावतीजी की भी यह आवश्यकीय फर्ज है की वो मेरे शासनकार्य में सविशेष अनुकूलता करे। इतने काम में से समय निकाल के में पद्मावतीजी की आराधना में लग जाऊँ सो तो पद्मावतीजी को भी मंजूर રહોના ચાહિયે, રવિવો મૌર મેરે પરિણામો જ્ઞાતિ ને દાહિ! આ વાત સાંભળીને શ્રીપૂજ્યજી મહારાજે કોઈ દલીલ કરી ન હતી. ૨૭. જેસલમેરમાં એક રાત્રે હું મહારાજ પાસે શંકા પૂછવા બેઠો ત્યારે મહારાજજી શંકાસ્થળ જોતા હતા, તે વખતે મારી નજર તેમના આસન ઉપર પડેલા પત્ર ઉપર પડી. પત્રની પંક્તિમાં અનુયોગદ્વારસૂત્રનું નામ જોવાથી મને થયું કે આગમ સંબંધી વિગતનો પત્ર લાગે છે. તેથી જે ભાગ ખુલ્લો હતો તે વાંચતાં જણાયું કે એક ગુણગ્રાહી મુનિભગવંતના મંગાવવાથી મહારાજજીએ પોતે સુધારેલી અનુયોગધારસૂત્રની પ્રતિ મોકલી હશે. તે પ્રતિ જોઈને પત્ર લખનાર મુનિશ્રીએ મહારાજજી પ્રત્યે ખૂબ જ ભક્તિભાવપૂર્વક જણાવેલું કે, “અનુયોગદ્વારસૂત્રનું આવું સંશોધન વર્તમાનકાળમાં આપના સિવાય બીજાને માટે પ્રાયઃ અશક્ય છે.” પત્ર લખનાર મુનિશ્રીનું નામ વાંચીને મેં મહારાજજીને પૂછ્યું કે આ મહારાજે આપના માટે આવું સરસ લખ્યું છે?' મહારાજજીએ કહ્યું કે તે જોયું તો ભલે જોયું, આ આખો કાગળ વાંચી જા, પણ કોઈનેય કહીશ નહીં. કારણ કે અમારે સાધુસમુદાયમાં કોઈ વાર અનેક વિમાસણો હોય છે. આ હકીકત જાહેર થાય તો લખનાર મુનિને કદાચ તેમના વડીલોનો અણગમો વહોરવો પડે. ૨૮. અનેકવાર એવું બનેલું કે મહારાજજી સંશોધનકાર્ય કરતા હોય અને નજીકમાં જ પંન્યાસજી શ્રી રમણીકવિજયજી મહારાજ અને હું, મહારાજજી જરાય પ્રયત્ન વિના પણ સાંભળી શકે તેવા અવાજે, વાત કરતા હોઈએ. આ વાતની કોઈક બાબત માટે મહારાજજીને અમે અલગ અલગ પૂછીએ કે– કેમ સાહેબ! મેં કહ્યું તેમ છે ને? ત્યારે અમારી મોટા અવાજે થયેલી વાતનો એક પણ શબ્દ મહારાજજીને સ્પર્શેલો જ નહીં તેથી મહારાજજી અમારી આખી વાત સાંભળે ત્યારે જ ઉત્તર આપે. ટૂંકમાં, બાજુમાં કોણ શું કરે છે? તેનો જરા પણ ખ્યાલ મહારાજજીને રહેતો નહીં. સંશોધનકાર્યમાં તેમની તલ્લીનતા સદાને માટે રહેતી, એટલું જ નહીં, મારા માટે તો મેં અનેકવાર અનુભવ્યું છે કે, મહારાજજીની તલ્લીનતાની અસર મને ઘણીવાર થતી કે જેથી સમયનો અને થાકનો ખ્યાલ પણ વીસરી જવાતો. આજ અનેકવાર તેમના અભાવમાં મન ભારે થઈ જાય છે ! ૨૯ પૂજ્યપાદ શ્રુતસ્થવિર, આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજીની સૂરતમાં ગંભીર અને અંતિમ માંદગી હતી તે સમયે મહારાજજી વડોદરામાં હતા. તેમની સાથે આગમોના કાર્ય અંગે કેટલીક આવશ્યકીય ચર્ચા થી પુરાચરિત્રમ 82 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy