________________
વિનયન શોભતે—એ સૂત્રને સદેહે જોવાથી જે આનંદ માણસને થાય તે આનંદ મને થયો. એમની અગાધ વિદ્વત્તા અને અદ્ભુત વિનમ્રતા ભરેલા વાતાવરણમાંથી મને હેમચંદ્રાચાર્યના જીવનઆલેખ વિષે કંઈક નવીન જ વસ્તુદર્શન થયું. હું એમનો અત્યંત ઋણી છું કે એમણે પોતાના અમૂલ્ય સમયમાંથી થોડી પળો મને આપીને મારા કાર્યને પ્રોત્સાહન આપ્યું છે, નેનાજુક તબિયત છતાં પ્રસ્તાવાનનો શ્રમ ઉઠાવ્યો છે. ગુજરાતી વિકત્સમાજના એ નિર્મળ રત્નને હું નમ્રતાથી વંદુ છું.” (પૃ. ૫-૬)
ઉપર લખેલો પ્રસંગ પણ શ્રી ધૂમકેતુભાઈની હકીકતનો ઘોતક છે.
૨૪. જેસલમેર જતાં રણુંજ ગામના મુકામ પછી પાટણ આવવા માટે મહારાજજીએ વહેલી સવારે વિહાર કર્યો ત્યારે રેલમાર્ગની બાજુની કેડીમાં તેઓ ચાલતા હતા અને મનમાં પાઠ કરતા હતા. ચાલતાં ચાલતાં નાળું આવ્યું અને મહારાજજી સાત-આઠ ફૂટ નીચે પડી ગયા. જો કે કોઈ મહાવ્યથા ન થઈ, પણ પગમાં પીડા જણાઈ. પાટણ શ્રીસંઘના કેટલાય ભાઈઓ પાટણથી લગભગ બે માઈલ સુધી સામે આવેલા તેમાં હું પણ હતો. મહારાજજીએ પડી જવાની વાત કોઈને પણ ન કરી. પાટણમાં સામૈયું, વ્યાખ્યાન વગેરે પતી ગયું પછી મને બાજુમાં બોલાવીને કહ્યું કે “અમૃત ! હું આજરોજ સવારે પડી ગયો છું, વિહાર લાંબો કરવાનો છે અને પગમાં પીડા થાય છે. તું કોઈ કુશળ માણસને બોલાવી લાવ. પણ આ વાત કોઈને પણ જણાવીશ નહીં, તથા જે ભાઈ ઈલાજ કરવા આવે તેને પણ કહેજે કે તે પણ કોઈને વાત ન કરે. નાહકના લોકો દોડાદોડ કરશે.''હું જેષ્ઠિમલ્લ જ્ઞાતિના અને હાડવૈદનું કામ કરતા શ્રી પ્રતાપમલ્લ પહેલવાનને મહારાજજીની આજ્ઞા મુજબ સૂચન કરીને બોલાવી લાવ્યો. પુણ્યકાર્યના પ્રવાસી પુણ્યપુરુષની તકલીફ ૩૬ કલાકમાં તો બિલકુલ શમી ગઈ.
અન્ય સાધુ-સાધ્વી મહારાજોની નાની-મોટી બીમારી માટે જોઈતી દવાઓના સંબંધમાં મહારાજજી વિના વિલંબે યોગ્ય ઉપાસક દ્વારા પ્રબંધ કરાવતા. પણ પોતા માટે બહુ ઓછી દવા લેવી પડે તેવું જ ઈચ્છતા. તેમનું સ્વાસ્થ પણ તેવું જ રહેતું.
૨૫. જેસલમેરના જ્ઞાનસત્રમાં હું પણ હતો જ. યોગાનુયોગે મહારાજજી અને અમે સૌ કાર્યકર ભાઈઓએ એક જ સમયે જેસલમેરમાં સાથે પ્રવેશ કર્યો. પ્રથમ તો ધર્મશાળામાં પુસ્તકોની પેટીઓ અને અન્ય સામાન ઢગલાના રૂપમાં મુકાયો. તેને વર્ગીકૃત કરીને અમે સૌ ગોઠવતા હતા. મહારાજજીએ એક ઓરડો તેમના માટે પસંદ કર્યો અને તેના બારણામાં તેઓશ્રી ઊભા હતા. અહીં અમારી સાથેના સામાનમાં જે એક નાની પેટીમાં ખર્ચ માટેના રૂા. 3000/- હતા તે પેટી જડે નહીં ! મેં લક્ષ્મણભાઈને પૂછ્યું કે ક્યાંક રહી ગઈ કે પડી તો નહીં ગઈ હોય ને? આમ અમે ચિંતામાં શોધાશોધ કરતા હતા. એટલામાં બારણામાં ઊભેલા મહારાજજીએ પૂછ્યું કે શું થયું છે? મેં પેટીની વાત જણાવી. મહારાજજી અતિસ્વસ્થ અને નિરાકુળ સ્વરે એટલું જ બોલ્યા કે જડશે એ તો! પણ અહીં આવ હવે આપણે અહીંના કામ વિશે વિચારીએ ! સામાન ઘણો હતો એટલે એક બીજા ખડકલાની નીચેથી પેટી તો મળી, પણ મહારાજજીની નિરાકુળતાથી અમે સૌ ખૂબ જ પ્રભાવિત થયા.
8;
શ્રી.પુયચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org