________________
કે-મહારાજજી બોલે જ જાય અને હું સાંભળે જ જાઉં ! ‘શ્રી કડિયાની આંખ પણ ભીની થઈ ગઈ અને મહારાજજીના ચરણને પકડીને ભાવભીના સ્વરે બોલ્યા કે ‘‘સાહેબ ! મારા ઉપર આજ ખૂબ ઉપકાર કર્યો.’’
અહીં અંતસમયની આરાધનાનો મહિમા અને મહારાજજીનું કૂણું અંતર પ્રતિબિંબિત થાય છે.
૨૨. પ્રાયઃ વિ. સં. ૧૯૯૯ની સાલમાં કેટલાક સંબંધીઓ દ્વારા મને પ્રેરણા મળી કે બીડીઓનો ધંધો કરવામાં સારી કમાણી થઈ શકે તેમ છે. એક રાત્રે મહારાજજી પાસે જઈને મેં જણાવ્યું કે, મહારાજજી ! હું ધંધો કરું! કુતૂહલ થયું હોય તેવી દષ્ટિથી મહારાજજી બોલ્યા : ધંધો ? મેં કહ્યું : હાજી, બીડીઓના ધંધામાં પ્રાપ્તિ સારી થાય તેમ છે. મહારાજજીએ જણાવ્યું : આમાં મને કંઈ ખબર પડે નહીં, પણ જે કરે તે બરાબર વિચારીને કરજે. મેં જણાવ્યું કે સાહેબ ! બધો વિચાર કર્યો છે અને તેમાં સારું છે. પછી મહારાજજીએ કહ્યું કે તેં વિચાર તો કર્યો જ હશે, પણ પેલા ભરડાજીના શિષ્યના જેવો વિચાર ન થાય તેની ચોકસાઈ રાખવી. આમ કહીને પ્રસ્તુત ભરડાજીનું દૃષ્ટાંત આ પ્રમાણે કહ્યું–એક ગામમાં ગુરુ અને શિષ્ય ભરડાજી રહે. ગુરુજી શિષ્યને પ્રસંગે પ્રસંગે કહે કે બચ્ચા ! જ્યારે કોઈ પણ કામ કરવું હોય ત્યારે ખૂબ સોચી-સમજીને કરવું. શિષ્ય પણ ગુરુના વચનનો આદર કરતો. એક દિવસ સવારમાં શિષ્ય દાતણ કરવા બેઠો હતો ત્યારે સામેના વાડામાં ઊભેલા બળદ ઉપર શિષ્યની નજર પડી. શિષ્યને વિચાર થયો કે ‘‘આ બળદનાં બે શીંગડામાં મારું માથું આવી શકે કે કેમ? તે નક્કી કરવું જોઈએ.'' શિષ્યને બળદનાં શીંગડાંમાં માથું મૂકવાનો વિચાર આવ્યો તે સાથે જ ગુરુજીની ‘બહુ સોચી-સમજીને કામ કરવાની’ શિખામણ પણ યાદ આવી. એટલે શિષ્યે ઉતાવળ ન કરતાં આ સંબંધનો નિર્ણય કરવા માટે અંગત વિચારવા માંડ્યું. આમ છ મહિના સુધી વિચારીને તેણે નિર્ણય કર્યો કે બળદનાં બે શીંગડાં વચ્ચે માથું મૂકવું. અને શિષ્યે એમ કર્યું પણ ખરું ! માથું મૂકતાં જ બળદે શિષ્યને ઊંચો કરીને પટક્યો. બૂમ પાડીને શિષ્ય ઉભો થવા જતો હતો ત્યાં તો તેની બૂમ સાંભળીને ગુરુજી આવ્યા. ગુરુજીએ બૂમ પાડવાનું કારણ પૂછતાં, શિષ્યે બળદે પછાડવાની વાત કરી. ગુરુજી કહે : બેટા ! હું તને કાયમ કહું છું કે બહુ સોચી-સમજીને કામ કરવું. ત્યારે વળતો શિષ્ય બોલ્યો કે ગુરુજી ! એક-બે દિવસ નહીં, છ મહિના સુધી વિચાર કરીને પછી મેં બળદનાં શીંગડામાં માથું મૂક્યું, તોય મને પછાડયો!
આ સાંભળીને હું સમજ્યો કે મહારાજજી મને ના નથી કહેતા, પણ હું બીડીઓનો ધંધો કરું તે મહારાજજીને રુચિકર તો નથી. મેં ધંધો ન કર્યો.
૨૩. જેસલમેરના જ્ઞાનભંડારોનો સમુદ્ધાર માટે પૂ. પા. મહારાજજીએ જ્યારે ગુજરાતમાંથી વિહાર કર્યો ત્યારે વિહારમાં આવતાં જે ગામોમાં પોતાનાથી મોટા મુનિમહારાજો વિરાજમાન હતા તેમની પાસેથી તેમણે જેસલમેરના ભંડારોના સમુદ્ધારકાર્યની સફળતા માટે વિનમ્રભાવે શુભાશીર્વાદ મેળવ્યા હતા. મહારાજજીના વિનમ્રભાવ માટે ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક શ્રી ધૂમકેતુભાઈએ લખેલા ‘હેમચન્દ્રાચાર્ય’ પુસ્તકની પ્રસ્તાવના ‘‘લેખકનું નિવેદન’’માં લખ્યું છે કે—
‘‘હું જ્યારે પાટણ ગયો ત્યારે મહામુનિ શ્રી પુણ્યવિજયજીને મળવાનો મને પ્રસંગ મળ્યો. ‘વિદ્યા
શ્રી પુણ્યરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
80
www.jainelibrary.org