SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય, આ હેતુએ તેમને કંઈક સૂચવ્યું હોત તો કેમ?’' મહારાજજી ખૂબ જ ગંભીર થઈને બોલ્યા કે ‘‘અમૃત ! મારા કામનું મહત્ત્વ હશે તો તે માટેના ખર્ચનો પ્રબંધ જે તે સમયે થશે જ, એટલી દૃઢ માન્યતા છે. બાકી, ઉપાસકોની રકમ અગાઉથી એકત્રિત કરીને કોઈ એક વ્યક્તિના ત્યાં જમા કરાવવાનાં પરિણામ સારાં આવ્યાં નથી. આ સંબંધમાં મારી પાસે કેટલાક દાખલા પણ છે. આથી જ આવી રકમો એકત્રિત કરીને મારે પેઢાં (પેઢીઓ) ચલાવીને અર્થના વમળમાં અટવાઈ જ્ઞાનના કાર્યમાં ખલેલ પાડવી નથી. આવી બાબતો સાધુજીવનને તો બાધક છે જ, ઉપરાંત ભાવિક ઉપાસકોને ક્રમશઃ અશ્રદ્ધાને માર્ગે દોરનારી છે, એ નિશ્ચિત સમજજે.’’ ખરેખર, મહારાજજીએ પોતાના કાર્ય માટે પૈસાની ચિંતા ભાગ્યે જ કરી હશે. Y ૨૧. મહારાજજી અતિ મહત્ત્વના સંશોધનકાર્યમાં તલ્લીન થયાં હોય તે સમયમાં પણ કોઈ મુનિ કે ગૃહસ્થની અંતિમ બીમારીના પ્રસંગમાં કોઈ આરાધના કરવા માટે બોલાવવા આવે તો મહારાજજી, ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, તરત જ જતા અને તે તે બિમાર વ્યક્તિના ચિત્તની શાંતિ થાય તે રીતે આરાધના સંભળાવતા. આ કર્તવ્યની યાદ આપતાં મહારાજજીએ મને એક દિવસ કહેલું કે આ મોટા શેઠિયાઓના ત્યાં, જ્યારે અંતિમ બિમારી હોય ત્યારે, મોટે ભાગે તો ડોકટરોની સૂચના જ એવી હોય છે કે બીમારની પાસે કોઈ જઈ જ ન શકે. આ સ્થિતિમાં આ વસ્તુ પ્રાયઃ આપણી પરંપરાથી અને પારમાર્થિક રીતે પણ સંગત નથી. આવા પ્રકારની કર્તવ્યનિષ્ઠાનો એક પ્રસંગ જણાવું છું. અમદાવાદમાં લુણસાવાડા-મોટી પોળના ઉપાશ્રયે રોજના ક્રમ મુજબ એક દિવસ હું ગયો. મહારાજજીને વંદન કરીને બેઠો ને તરત જ મહારાજજીએ કહ્યું કે ‘‘ચાલ, આપણે ચીમનભાઈ કડિયાના ત્યાં જવું છે.’’ (આ દિવસોમાં શ્રી ચીમનલાલ કડિયા કેન્સરની અસાધ્ય બિમારીમાં હતા.) મેં પૂછ્યું : ‘‘કોઈએ કહેવરાવ્યું છે?'' મહારાજજીએ જણાવ્યું : ‘‘એમા કહેવરાવવાનું શું? જે જીવોની સાથે પ્રસંગવશ બોલવા-લખવાનો પ્રસંગ બન્યો હોય તેમની સાથે, જ્ઞાનીઓએ ચીંધેલા માર્ગને અનુસરીને, મનઃસમાધાન અને ખામણાં કરવાં જ જોઈએ. આ હકીકત ભગવાનના ઉપદેશની મહત્ત્વની મુખ્ય બાબતોમાંની એક છે.’’ પછી અમે બે શેખના પાડામાં શ્રી કડિયાના ઘેર ગયા. ઉપર જઈને જણાવ્યું કે પુણ્યવિજયજી મહારાજ સાહેબ પધાર્યા છે. શ્રી કડિયા તરત જ અંદરના ઓરડામાંથી બહારના ભાગમાં આવ્યા અને મહારાજજીને વંદન કર્યું. ત્યાર પછી મહારાજજીએ કહ્યું : ‘‘ચીમનભાઈ ! આપણે અહીં જે કંઈ વિવાદ આદિ થયું છે તે બધું અહીં જ મૂકવાનું છે. એની આછી-પાતળી પણ રેખા જો રહી જાય તો જન્માંતરમાં પણ શીંગડા માંડવા પડે અને કષાયાધીન પીડાઓ આપણે જ ભોગવવી પડે.’’ આ અને આ ભાવનું સૂચન કરીને– સાવજોગવિરઈ ઉકિત્તણ ગુણવઓ ય પડિવત્તી । ખલિયમ્સ નિંદણા વણતિગિચ્છ ગુણધારણા ચેવ । આ ગાથા ઉપર મહારાજજીએ લગભગ અર્ધા કલાક સુધી એવું હૃદયંગમ પ્રવચન કર્યું કે જેથી મને પણ એમ જ થયું શ્રી પુણ્યચરિત્રમ્ 79 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy