________________
જણાવ્યું કે સાહેબ મેં એક પત્ર છુપાવી રાખ્યો છે તે જો હું જાહેર કરું તો તેમની (સાધ્વીજી મહારાજની) કેટલી અવહેલના થાય, તે આપ આ પત્ર જોઈને જાણી શકશો.'' સામે મહારાજજીએ જણાવ્યું કે, “બહેન ! તારે સંયમની આરાધના કરવી છે, તો પછી આ કીચડને (પત્રને) લઈને કાં ફરે ? તેનો નાશ કર અને તને જ્યાં સંપૂર્ણ અનુકૂળતા લાગે તે સમુદાયમાં રહીને આત્મકલ્યાણ કર, એ જ સાચો માર્ગ છે” આ મતલબના મહારાજના વક્તવ્યની અસર આ બહેન ઉપર ખૂબ જ થઈ અને તે બહેને પોતાને સાચી પ્રેરણા મળ્યા બદલ ધન્યતા અનુભવી.
૧૮. પૂ. પા. પ્રવર્તકજી મહારાજ સાહેબ, પૂ. પા. ગુરુજી અને પૂ. પા. મહારાજજીની પાસે રહેનાર માણસોને બીજાં સ્થાનોમાં થોડી વધારે આર્થિક પ્રાપ્તિ મળતી હોય તો પણ, તેમનું વાત્સલ્ય એટલું રહેતું કે તેમને છોડીને કોઈ માણસ બીજા સ્થાનમાં જતો નહિ. એવા પણ પ્રસંગો બન્યા છે કે જ્યારે કોઈ લહિયાની માંદગી વખતે તેઓએ એની પૂરી સંભાળ લીધી હોય અને કોઈ મુસીબત વખતે પગારની રકમની ગણતરી કર્યા વગર, લાગણી ભીના બનીને, એને જરૂરી સહાય વખતસર પહોંચાડી હોય. તેઓ લહિયાઓ તરફ પુત્ર જેવી મૂાગી લાગણી હંમેશાં ધરાવતા. તો પછી એમની પાસેથી જવાનું કોને ગમે? સદાય માણસાઈભર્યું વર્તન, એ આ ત્રણે પૂજ્યોની અતિવિરલ વિશેષતા હતી.
૧૯, કોઈનો પણ નિંદક કે ટીકાખોર મહારાજજી સમક્ષ કંઈ કહેવા આવ્યો હોય ત્યારે પ્રથમ તો તેને પરનિંદાથી પર રહેવા અને શુભ પ્રવૃત્તિઓ કરવા તેઓશ્રી સૂચન કરતા. પણ જ્યારે કોઈ તેની પરનિંદાની વાત ચાલુ જ રાખે તો બહુ ગંભીર અને સહજ ગરમ સ્વરથી તેને દાદર ઊતરી જવાનું કહ્યાનો પણ પ્રસંગ બનતો. ટૂંકમાં, મહારાજજીનું પરગુણગ્રાહી અંતર પરદોષકથન જરાય સહી શકતું ન હતું. આ સંબંધમાં મને એક વખત જણાવેલું કે જ્યારે કોઈ માણસ આપણી પાસે પારકાની ટીકા-નિંદા કરે ત્યારે આપણે પ્રથમ તો એમ વિચારવું કે આ માણસ આવી વાત કહેવા કેમ આવ્યો? અહીં એ ચોક્કસ છે કે જે માણસની તેણે નિંદા કરી હોય તે ખરાબ હશે કે સારો? -એમાં વિકલ્પ છે જ, પણ આવનાર નિંદકની તો કોટી ઊંચી નથી જ. સમજદાર માણસે વ્યવહારમાં આ વાત વિચારવા જેવી છે.
૨૦. મહારાજજી વડોદરામાં બિરાજમાન હતા (પ્રાયઃ વિ. સં. ૧૯૯૯પછી). તે વખતે હું શ્રી જિનાગમ પ્રકાશિની સંસદના કાર્ય અન્વયે વડોદરા ગયેલો. આખો દિવસ મહારાજજી પાસે બેઠો હતો. દિવસ દરમ્યાન અંતરે અંતરે મુંબઈ વગેરે સ્થળોનાં કેટલાંક કુટુંબો મહારાજજીને વંદન કરવા આવ્યાં હતાં. આમાંના મુખ્ય ભાઈઓ પૈકી એક ભાઈએ દસ હજાર રૂપિયા સુધીના અને એક ભાઈએ ચાર હજાર રૂપિયા સુધીના કામ માટે અને અન્ય ભાઈઓએ પણ કોઈપણ કાર્ય માટે ખર્ચ કરવાની ભાવના બતાવી હતી. મહારાજજીએ જણાવેલું કે, કામ હશે ત્યારે જણાવીશ; તેઓએ તાત્કાલિક ખર્ચ માટે કશું જ જણાવ્યું નહીં! રાત્રે હું મહારાજજી પાસે બેઠો ત્યારે મેં સહજભાવે જણાવેલું કે કોઈ પણ પ્રેરણા વિના આજે પોતાની ભાવનાથી ખર્ચ કરવાનું કેટલાક ભાઈઓએ જણાવ્યું તો આપશ્રીએ કોઈને કશું જ કેમ ન કહ્યું?” મહારાજજીએ કહ્યું: “અત્યારે કશું જ કામ નથી.’ મેં ફરી જણાવ્યું કે, “કોઈ યોગ્ય ગૃહસ્થના ત્યાં રકમ મુકાવીએ તો ભવિષ્યમાં કોઈ જરૂરી કામ માટે તેનો ઉપયોગ કરી
થી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org