________________
કરાવી સંશોધન-મુદ્રણાદિ કાર્યો કરી શકે તેવા વિદ્વાનો તૈયાર થાય તે માટે ઉપસ્થિત શ્રમણપ્રધાન શ્રી જૈન સંઘને અભ્યર્થના કરું છું. વળી, સ્વર્ગસ્થ આત્માના સમગ્ર જીવનની જેને સાહિત્યની કરેલી સેવાની અનુમોદના કરી તેમનો આત્મા ચિરશાંતિ અનુભવે તેવી શ્રદ્ધાંજલિ આ ટૂંકા પત્ર દ્વારા મોકલી કૃતાર્થ થાઉં છું. (વાલકેશ્વરની ગુણાનુવાદ સભા પ્રસંગે મોકલેલ સંદેશ. મુંબઈતા. ૧૯-૬-૬૧).
પૂ. આ. ભ. શ્રી વિજયઉદયરત્નસૂરિજી મહારાજ: મુંબઈ આગમપ્રભાકર પુણ્યવાન, પુણ્યવિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યાના ઘણા જદુઃખમય સમાચાર જાણી આત્માને ઘણું જ દુઃખ થયું છે. આજરોજ અમો બન્નેએ આચાર્ય મહારાજ શ્રી કસ્તૂરસૂરિજી મહારાજ આદિઠાણા ૧૪ સહિત દેવવંદન કર્યું છે. (અમદાવાદ, સાબરમતી; તા. ૧૫-૬-૭૧).
પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજ આદિ આજે નવ વાગે દૈનિક પત્ર “જનશક્તિ' તથા મુંબઈ સમાચાર' છાપામાં આગમપ્રભાકરજી મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના કાલધર્મના સમાચાર વાંચી અત્યંત દિલગીરી થઈ. ચતુર્વિધ શ્રીસંઘ સાથે દેવવંદન કર્યું. શાસનદેવ તેઓશ્રીના આત્માને પરમ શાન્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેઓશ્રીના કાળધર્મ પામવાથી જૈન સંઘમાં જ્ઞાની મુનિભગવંતોની ન પુરાય તેવી ખોટ પડી છે. (કુર્લા, જેઠ વદિ ૭, મંગળવાર, વિ. સં. ૨૦૨૬).
પૂ. મુ. શ્રી જંબૂવિજયજી મહારાજ: આજનો દિવસ મારે માટે ઘણો આઘાતજનક અને વેદનામય બન્યો છે. અમે માંડવી પાસે રાયણ નામે ગામડામાં હમણાં છીએ. એક ભાઈએ માંડવીથી ફોન દ્વારા સમાચાર મોકલ્યા કે કચ્છમિત્ર નામના કચ્છના છાપામાં સમાચાર છે કે પુણ્ય વિ. મ.નો મુંબઈમાં સ્વર્ગવાસ થયો છે.' આ સમાચાર સાંભળી મને અનેક રીતે આઘાત-સખત આઘાત-થયો. છવ્વીસ-છવ્વીસ વર્ષોનો ગાઢ સંબંધ અને એમાં થયેલા એમના વ્યક્તિત્વના અનુભવો આંખ સામે ખડા થયા. હમણાં તો લક્ષ્મણભાઈનો મને પત્ર હતો કે હોસ્પિટલમાં છે અને આરામ થઈ જશે. ત્યાં આ અચાનક સમાચારથી સખત આંચકો જ લાગ્યો. શું લખું? કેટલું લખું? મારા અંગત જીવનમાંથી કોઈ મહત્વનું વિશિષ્ટ અંગ કપાઈ ગયું હોય એવું મને લાગે છે. જ્ઞાનસાગરમાં જીવનભર ડૂબી રહેનાર અને અગાધ જ્ઞાનના અજોડ ભંડાર એવા આ મહાપુરુષ પાસેથી ઘણી ઘણી અપેક્ષા અને આશા સંઘને હતી ત્યારે જ એ ચાલ્યા ગયા. તમને સૌને ઘણું દુઃખ તો હોય જ. સંઘમાં પણ અમારા જેવા અનેકને આ મોટો દુઃખનો વિષય છે. જૈન સંઘને આ ન પુરાય એવી મહાન ખોટ પડી છે. હસ્તલિખિત પ્રાચીન ગ્રંથોનો-શાસ્ત્રોનો અગાધ અનુભવ હવે ક્યાં મુખેથી સાંભળવા મળશે? આગમ સાહિત્યની અનેક આશાઓ તૂટી પડી. પ્રભુ તેમના આત્માને પરમશાંતિ અને મુક્તિ આપે. (પૂ.પુણ્યવિજયજી મહારાજના શિષ્યગણને સંબોધીને લખેલ પત્રમાંથી. રાયણ(કચ્છ); તા. ૧૬-૬-૭૧).
175
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org