________________
ભરપૂર હતા. એઓશ્રીના વિષયમાં લખનાર હોય તો મોટું પુસ્તક થઈ જાય. એઓની ખોટ વિદ્વાનોને ખટકી રહી છે. એ ખોટ પુરાય એમ નથી. જૈન સમાજને એક અમૂલ્ય વ્યક્તિની ખોટ પડી ગઈ; એ ખોટ પુરાય એમ નથી. (રતિલાલ દીપચંદ દેસાઈ ઉપરના પત્રમાંથી. પુના, તા. ૪-૭-૭૧).
પૂ. આ. ભ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મ., પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરિજી મ. તથા પૂ. મુ. શ્રી યશોવિજયજી મહારાજ જૈન શ્રમણસંઘમાં રત્ન સમાન શ્રીમાનું આગમપ્રભાકરજી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મના સમાચાર જાણીને અમોને અત્યંત દુઃખ થયેલ છે. પ્રાચીન હસ્તલિખિત ભંડારોને વ્યવસ્થિત કરવાના અને જૈન આગમાદિ ધર્મશાસ્ત્રોનું સંશોધન-સંપાદન કરવાના પવિત્ર કાર્યમાં આ કાળમાં તેઓ પ્રથમ નંબરના શિરોમણિ સાધુપુરુષ હતા. મૃતની કિંવા સમ્યકજ્ઞાનની ઉપાસનામાં સમગ્ર જીવનને સમર્પિત કરનાર આવા પુણ્યપુરુષની સેંકડો વર્ષો બાદ શાસનને મળેલ ભેટ અદશ્ય થવાથી જૈન સંઘને ન પુરાય તેવી મહાન ખોટ પડેલ છે. તેઓશ્રીનો નમ્ર અને સરળ સ્વભાવ તેમજ સજ્જનતાની સુવાસ કોઈ પણ વ્યક્તિથી ભુલાય તેમ નથી. અમારી સાથે તેઓશ્રીનો ધર્મસ્નેહ ઘણો વધુ પ્રમાણમાં હોવાથી તેઓશ્રીની ભવ્ય મૂર્તિ અમારા હૃદય સમક્ષ વારંવાર પડી થાય છે, અને અમારી આંખો અશ્રુભીની બને છે. આવતીકાલના ગુણાનુવાદ સાથે શ્રદ્ધાંજલિ સમર્પણ કરવાના પ્રસંગમાં અમારા તરફની પણ શ્રદ્ધાંજલિ સ્વીકારશો. અને એ સ્વ. પુણ્યાત્માને શાસનદેવ જ્યાં હોય ત્યાં અપૂર્વ શાંતિ અર્પણ કરે એ અમારા દિલની ભાવના જાણશો.
દ. ધર્મ વિ.ના ધર્મલાભ. યશોવિજયના ધર્મલાભ સાથે મારું દિલ અને દિમાગ સ્તબ્ધ બની ગયું છે, જેથી કંઈ જ સૂઝતું નથી, જેથી પૂ. ગુરુજીએ જે લખ્યું છે તેમાં અત્યારે તો મારો સૂર પુરાવું છું. તેઓશ્રીનો આત્મા ફરીથી આ સૈકાને અંતે આગમનું કામ પૂરું કરે તેવા સ્થળે ઉત્પન્ન થયો હોય તેવી ઝંખના કરું છું.
મારા ધર્મલાભ સાથે ઉપર લખેલ શ્રદ્ધાંજલિ અમારી સહુની સંયુક્ત ગણી લેશો. દઃ પ્રતાપવિ. (પ્રતાપસૂરિ).
(વાલકેશ્વરની ગુણાનુવાદ સભા પ્રસંગે વાલકેશ્વર દેરાસરના ટ્રસ્ટીઓ ઉપર મોકલેલ સંદેશ. મુંબઈ, બોરીવલી પૂર્વ; તા. ૧૯-૬-૭૧).
પૂ. આ.ભ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ ઃ જૈન સાહિત્યના સતત અભ્યાસી મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના સ્વર્ગવાસથી સમગ્ર ભારતના સંઘમાં એક પુણ્યાત્માની મહાખોટ પડેલી અનુભવાય છે. એમના પોતાના સમગ્ર લાંબા દીક્ષા પર્યાયમાં હસ્તલિખિત પુસ્તકોના ભંડારોનો ઉદ્ધાર, તેવા અપ્રસિદ્ધ સાહિત્યને સંશોધનાદિ વિધિમાં પસાર કરી આધુનિક રીતે પ્રસિદ્ધ કરાવવા ઈત્યાદિક સાહિત્યવિષયક જૈન શાસનને અને જૈન સંઘને મોટો વારસો આપેલો છે, તેમની પછી તે વારસો સંભાળનાર તેવા કોઈ નજરમાં આવતા નથી, છતાં બહુરત્ના વસુંધરા ન્યાયે અને શાસન હજુ લાંબા કાળ સુધી અવિચ્છિન્ન પરંપરા પ્રમાણે વર્તવાનું છે. આજના એકત્રિત થયેલા ચતુર્વિધ શ્રીસંઘને આવા તેમના જેવા હસ્તલિખિ ગ્રંથો વાંચવા-લખવા, પ્રેસ કોપીઓ તૈયાર
શ્રી પુણ્યચરિત્રમ
174
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org