________________
ત્યાંના જ્ઞાનભંડારનો પુનરુદ્ધાર કર્યો.
પરોપકાર અને કેવળ જનકલ્યાણના જ હેતુથી પ્રવૃત્તિ કરી રહેલા આ પ્રકારના સંતોને પણ શારીરિક મર્યાદા તો નડે એ કુદરતનો ક્રમ છે. વધતી જતી વય છતાં પોતે સદાય પ્રસન્ન રહીને જુવાનોને પણ શરમાવે એવી અદા અને ભાવનાથી તેઓ રોજ આઠથી દશ કલાક સતત કાર્ય કરતા હોય છે. ઝાંખુ થઈ ગયેલું આંખોનું તેજ પણ હવે પ્રભુકૃપાથી પુનઃપ્રાપ્ત થવા લાગ્યું છે. તેમનાં તપ અને તેજ, વૈર્ય અને કાર્યનિષ્ઠા, શાંતિ અને શ્રદ્ધા, તેમની પાસે જનારને પ્રભાવિત કર્યા વિના રહે તેમ નથી.
આવા વીતરાગી મહાનુભાવોને પદવી કે પ્રતિષ્ઠાનો તો મોહ હોય જ ક્યાંથી? સાધુતાથી - માત્ર સ્વાંગ સાધુતા નહીં પણ વાણી, વિચાર અને કાર્યો વણાઈ રહેલી સાધુતાથી-શોભતું જીવન, માત્ર જૈન સમાજનું જ નહીં પણ માનવસમાજનું - ખાસ કરીને ગુજરાતનું તો ગૌરવ છે. એમનાં ચરણોમાં પ્રણામ કરી આપણે એક જ પ્રાર્થના કરીએ કે આવા જ્ઞાનસ્થવિર, વયસ્થવિર, અદ્વિતીય આગમપ્રભાકર મુનિશ્રીજીના શરીરને પ્રભુ લોકસેવાની દષ્ટિએ, સ્વાથ્ય અને દીર્ધાયુ આપે અને જૈન શાસનની આગમજ્યોત તેમના દ્વારા વધુ અને વધુ જવલંત બનાવે.
પ્રય ભાઈશ્રી સાંડેસરા
મુનિ શ્રી પુણ્યવિજયજી અભિવાદન સમારોહનું નિમંત્રણ મળ્યું. આ ધર્મોત્સવમાં હું સૌને સફળતા ઈચ્છું છું. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે આપણા સાહિત્યની ખૂબ સેવા કરી છે. ઈશ્વર એમને લાંબું આયુષ્ય આપે એવી મારી પ્રાર્થના. ભારતીય વિદ્યા ભવન, મુંબઈ. તા. ૪ ઓકટોબર, ૧૯૬૮
ક. મુનશીનાં વંદન.
(કનૈયાલાલ માણેકલાલ મુનશી).
* * * સ્નેહી ભાઈશ્રી ભોગીભાઈ,
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના દીક્ષા પર્યાયની ષષ્ટિપૂર્તિ પ્રસંગે એક ધર્મોત્સવ ઊજવવાનું નક્કી કર્યું છે તે જાણ્યું. મહારાજશ્રીએ પ્રાચીન સાહિત્ય અને ખાસ કરીને હસ્તલિખિત ગ્રન્થો વિશે જે અદ્ભુત કામ કર્યું છે તેના માટે આપણે સૌ એમને અંજલિ આપીએ તે યોગ્ય જ છે. એકનિષ્ઠાથી દેવી સરસ્વતીની ઉપાસના આટલા લાંબા સમય સુધી એમણે કરી છે તે પ્રસંગે આપણે એમને અભિનંદન આપીએ. રાજકોટ-૧
ડોલરભાઈ માંકડ તા. ૧૩-૧૧-૧૯૬૮.
કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. * * *
શ્રી પુણ્યચરિત્રમ
121
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org