________________
આગમોના ખજાનચી
પૂ. સાધ્વીજી શ્રી ઓંકારશ્રીજી
સંતો અને મહાપુરુષોનાં ક્ષર અને અક્ષર બંને જીવનચરિત્રો આધુનિક ભૌતિકવાદમાં ફસાયેલા સંસારી મુનષ્યો માટે દીવાદાંડી સમાન છે. મહાન વિભૂતિઓનાં કાર્યો અને વચનોમાંથી સરળ જીવન અને ઉચ્ચ ચિંતન માટેની પ્રબળ પ્રેરણા અનાયાસે મળતી હોય છે. જૈનશાસનના પ્રભાવક, વિચક્ષણ, ધુરંધર આગમજ્ઞાતા, સૌજન્યમૂર્તિ, પ્રકાંડ વિદ્વાન અને સંશોધક પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના પવિત્ર કમલ જેવા જીવનની સુવાસને શબ્દોમાં વર્ણવવી એ દુષ્કર કાર્ય છે.
આગમપ્રભાકર પૂ. મહારાજશ્રીનો જન્મ આજથી ૭૪ વર્ષ પહેલાં પવિત્ર એવા કપડવંજમાં લાભપાંચમના દિવસે થયો હતો. શ્રી ડાહ્યાભાઈ અને શ્રીમતી માણેકબહેનનું દાંપત્ય, જ્ઞાનપંચમીએ જ્ઞાનદીવડો પ્રકાશિત થવાથી ધન્ય બની ગયું. સવિવેકી માતા-પિતાએ બાળપણમાં જ અણમોલ મોતીને પારખી લીધું. સદ્ગુણ અને સંસ્કારના સિંચનને અનુકૂળ આવે એવું શિક્ષણ અને વાતાવરણ તેમણે આપ્યું. ચૌદ વર્ષનું તેજસ્વી રત્ન જ્યાં ઝબકારા મારવા લાગ્યું ત્યાં વત્સલ માતાએ હ્રદયની ઉદારતા દાખવી અને પોતે પોષીને ઉછેરેલા, કલિમાંથી પુષ્પરૂપે પ્રકટાવેલા પનોતા પુત્રને જૈનશાસનના ચરણે અર્ધ્ય તરીકે અર્પણ કર્યો. ધન્ય છે એ માતાને એક કોમ કે કુટુંબના મટી તેઓ સમસ્ત સમાજના બની ગયા!
પૂજ્ય મહારાજશ્રીએ કિશોર અને યૌવનકાળનો ઉપયોગ ધર્મશિક્ષામાં કર્યો. તેમના ગુરુજીનું નામ પૂ. ચતુરવિજયજી હતું. તેમણે છાણીમાં દીક્ષા-શિક્ષા ગ્રહણ કરી હતી. પૂ. મહારાજશ્રી દીક્ષા સ્વીકાર કર્યા બાદ કેટલોક વખત પાટણમાં રહ્યા અને પૂજ્ય દાદાની સેવામાં પરાયણ થવા ઉપરાંત જ્ઞાનધ્યાનમાં મસ્ત રહેવા લાગ્યા, સ્વભાવે સરળ અને નિખાલસ હોવાથી તેઓ અભ્યાસકાળે પણ સૌનાં મન જીતી લેતા.
તેઓશ્રીનું અનુભવજ્ઞાન અલૌકિક અને આશ્ચર્યકારક છે. સંશોધનવૃત્તિ તથા તન-મનની એકાગ્ર વૃત્તિથી તેમણે પોતાનું જીવન આગમોમાં ગૂંથી દીધું. આગમ એમના શ્વાસોચ્છવાસમાં રમી રહ્યા. આગમોના અધ્યયન અને સંશોધન માટે તેમણે જીવનની એકેએક ક્ષણ ખરચી છે. જાણે જૈન ધર્મના આગમોનો ખજાનો સાચવનાર ખજાનચી ન હોય ! તે માટે તેમના ધૃતિ, ખંત અને તપ ખરેખર પ્રશંસનીય છે. તેમની વિદ્વત્તા અને તેમના ચારિત્ર્યથી આકર્ષાઈ અનેક વિદેશી વિદ્વાનો તેમની પાસે આવતા ત્યારે અંગ્રેજીના જ્ઞાનના અભાવે તેમને ઘણી મુશ્કેલી પડતી. તેથી તેમણે નિશ્ચય કર્યો કે જ્યાં સુધી પૂરતું અંગ્રેજી ન આવડી જાય ત્યાં સુધી દૂધ ગ્રહણ ન કરવું. અને બે વર્ષમાં તો તેમણે એ સંકલ્પ સિદ્ધ કર્યો!
પૂજ્યશ્રી જેવા વિદ્યાનુરાગી વિદ્વાનો વિરલ જ હશે. તેમણે મોટામાં મોટું કાર્ય એ કર્યું કે અસ્તવ્યસ્ત તથા જીર્ણશીર્ણ થઈ ગયેલા અસંખ્ય ભંડારોની તેમણે પુનર્વ્યવસ્થા કરી - કરાવડાવી. પાટણમાં લગભગ ૨૫ હજાર પુસ્તકોનું સંગ્રહાલય તથા અમદાવાદમાં પણ લાલભાઈદલપતભાઈભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવી સંસ્થાઓ પૂજ્યશ્રીની પ્રેરણા અને પરિશ્રમના પરિણામરૂપ છે. આવી સંસ્થાઓનાં અભ્યાસીઓ માટે અનુકૂળતા અને સુવ્યવસ્થા કરેલી છે. મારવાડની મરુભૂમિમાં-જેસલમેરમાં પણ પોતે બે વર્ષ નિવાસ કર્યો અને અનેક કષ્ટો વેઠીને
શ્રી પુણ્યચરિત્રમ્
120
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org