________________
તેમાં દંભને કોઈ અવકાશ નથી. આ કારણથી તેમના વિષયમાં કોઈ આલોચના કરે અને સ્વકાર્યવશ કોઈ તેમની પ્રશંસા પણ કરે, પૂ. મહારાજશ્રી તે વ્યક્તિની દાંભિક પ્રશંસા તથા તેના વિષયની મહત્ત્વપૂર્ણ આલોચના જાણતા હોય, છતાં ગંભીરતાવશ તેની નિંદા કરવાથી અળગાં રહીને સહજપણે તેનું કાર્ય પૂર્વવત્ કરી આપે, જેથી તે વ્યક્તિને કલ્પના પણ ન આવે કે મહારાજશ્રી મારો દાંભિક વ્યવહાર જાણે છે.
હિંગણઘાટમાં શ્રેષ્ઠિવર્ય બંસીલાલજી કોચરના બંગલે ઉપધાનતપનિમિત્તે માલા-પરિધાન મહોત્સવ હતો. તે પ્રસંગે પૂ. મહારાજ સાહેબને વિનંતી કરી કે મધ્યપ્રદેશમાં અલભ્ય ઉચ્ચ કોટિની પ્રતોનું એક પ્રદર્શન યોજાય તો જનતાને સારો લાભ મળે. પૂ. આગમપ્રભાકરજીએ પોતાના બે પંડિતો સાથે કેટલીક પ્રાચીન અલભ્ય વિવિધ પ્રતો અન્ય સામગ્રી સાથે મોકલીને જનતાને એનાં દર્શનનો લાભ અપાવ્યો.
પ્રાચીન જ્ઞાનભંડારોના મહાન ઉદ્ધારક, સંરક્ષક અને સંશોધક પૂજ્યશ્રી જેસલમેર પધાર્યા ત્યારે જેસલમેર જ્ઞાનભંડારનાં પુસ્તકો જીર્ણશીર્ણ અવસ્થામાં હતાં, છતાં એનાં દર્શન દુર્લભ હતાં. વ્યવસ્થાપકોને પુસ્તકોની અવ્યવસ્થિતતાનો ભય રહેતો હતો. પણ પૂજ્યશ્રીની વિદ્વત્તાના કારણે તે અલભ્ય પ્રતો સહર્ષ જોવા મળી. કષ્ટ સહન કરીને તેમના જ્ઞાનભંડારને વ્યવસ્થિત કર્યો તે તેઓની ઉદારવૃત્તિ અને અપૂર્વ કાર્યદક્ષતાનું ઘોતક છે.
પ્રાયઃ ૭૫ વર્ષની અવસ્થામાં પણ યુવાનોને માટે પ્રેરણારૂપ બની રહે તેવી ઘણી વાર અખંડ ૨૦ કલાકની જ્ઞાનોપાસના તેઓએ પ્રાપ્ત કરેલ સિદ્ધિની પરિચાયિકા છે. આત્મસ્થિત યોગીની માફક આગમસંશોધન કાર્યમાં જ્યારે લીન હોય ત્યારે શ્રેષ્ઠિવર્ય કસ્તૂરભાઈ જેવા વ્યક્તિઓને પણ તેમની પ્રતીક્ષા કરવી પડે. પણ તે પ્રતીક્ષામાં પણ આનંદનું વાતાવરણ સર્જાય, જ્યારે મહારાજશ્રીને ખ્યાલ અપાય કે અહીં કોઈ આપની પ્રતીક્ષા કરી રહ્યું છે.
પૂજ્યશ્રી આગમશાસ્ત્રોના મર્મજ્ઞ છે. તેમની આગમવિષયક ધારણાઓ સર્વાધિક પ્રામાણિક અને અનેકાન્ત-દષ્ટિકોણથી અવ્યાધિત છે. આગમવિષયક જટિલ પ્રશ્નોનું સમાધાન કરવાની તેમનામાં અદ્ભૂત ક્ષમતા છે. આ કારણે જ સાધ્વીજી મહારાજોના વ્યાખ્યાનાદિ વિષયમાં તેમની દૃષ્ટિ સ્પષ્ટ છે. તેમના સમુદાયના આચાર્યવર્ષે પણ સાધ્વી સંસ્થાને તૈયાર કરવા સ્વ-પર સમુદાયના સાધ્વીજી મહારાજાનો પોતાની સમક્ષ વ્યાખ્યાનાદિ કરાવાવમાં સ્વ-હીનતાની લાગણીનો કદાપિ અનુભવ કરતા નથી, કિન્તુ ભગવાનના શાસનના ચાર સંઘ પૈકી આ પણ માતારૂપ મહત્ત્વપૂર્ણ સંઘ છે તેમ માને છે, તેના ઉત્કર્ષમાં જ બધાનો ઉત્કર્ષ અનુભવે છે. પૂજ્યશ્રીના દીક્ષાપર્યાયની ષષ્ટીપૂર્તિના પાવન પ્રસંગે સાધ્વીજી પદ્મયશશ્રીજી આદિ સમુદાય સહ, હું શ્રદ્ધા-ભક્તિના અક્ષત સમર્પિત કરીને પૂજ્યશ્રીને વંદન કરું છું અને આવો ધર્મોત્સવ ઊજવવા બદલ વડોદરાના શ્રીસંઘને ધન્યવાદ આપું છું.
119
Jain Education International
For Private & Personal Use Only
શ્રી પુણ્યચરિત્રમ્
www.jainelibrary.org