________________
આથી જ બાલ, યુવા, વૃદ્ધ અને વિદ્વાન કોઈપણ વ્યક્તિને તેમનું સાંનિધ્ય પ્રેરણાદાયક અને આનંદપ્રદ બને
પચીસ વર્ષ પૂર્વે પાટણ નિવાસી શ્રેષ્ઠી લલ્લુભાઈ ગોપાળદાસની પુત્રી સુશ્રી મંગુબહેનને સંયમ ગ્રહણ કરવાની અભિલાષા જાગી. શ્રી મંગુબહેનનું કુટુંબ જ્ઞાનાર્જન અને વ્યાખ્યાનાદિ માટે સાગરના ઉપાશ્રયે જતું, તેથી તે સમુદાયનાં સાધુ-સાધ્વીજી મહારાજની સાથે એમને વિશેષ પરિચય હોય તે સ્વાભાવિક છે. બીજા સમુદાયનાં સાધ્વીજી મહારાજ પાસે દીક્ષા લેવાની ભાવના જાગ્રત થતાં જ એક વિસંવાદ જાગ્યો. કેટલીક વ્યકિતઓની ઈચ્છા હતી કે શ્રી મંગુબહેને બીજા સમુદાયમાં દીક્ષા ન લેવી જોઈએ. તેઓએ પોતાની અંતર-વ્યથા પૂ. પુણ્યવિજયજી મહારાજ સાહેબને કહી સંભળાવી : ‘ગુરુદેવ ! આ સમુદાયમાં અહર્નિશ જ્ઞાનાદિ આરાધના કરનાર દીક્ષાર્થી બહેન અન્યત્ર દીક્ષા લે તો તે ક્યાં સુધી ઉચિત છે? જો આપશ્રીને દીક્ષા આપવાનું કહે તો આપ ના પાડજો. બીજા સમુદાયમાં દીક્ષા લેવાથી તો એ આપનાં દર્શન માટે પણ નહિ આવી શકે.” શ્રી આગમપ્રભાકરજીએ તે વ્યક્તિઓને પ્રત્યુત્તર આપ્યો કે, “હું જ્ઞાનાદિ આરાધનાને માનું , સંપ્રદાયતાને માનતો નથી. જ્ઞાનાદિ ઉપાસના માટે સ્વ-કલ્યાણકારી ગમે તે સમુદાયમાં દીક્ષિત થાય અને વંદનાર્થે આવે કે નહિ તેમાં મને શું વાંધો હોઈ શકે? દીક્ષાભિલાષી યોગ્ય વ્યકિતને તે સમુદાયના આચાર્યના કથનાનુસાર દીક્ષા આપવી તે પ્રત્યેક સાધુનું કર્તવ્ય છે.”
પૂજ્ય આગમપ્રભાકરજીનો આવો સ્વાભાવિક અને નિખાલસ પ્રત્યુત્તર તેમની અનન્તઃ ઉદારતાનો અપૂર્વ પરિચાયક છે. આ જાતની નિખાલસતા સર્વત્ર દુર્લભ હોય છે.
અનેક વિદ્વાનો, પંડિતો, રિસર્ચ સ્કોલરો આદિ તેમની વિદ્વત્તાનો લાભ લેવા અવારનવાર આવતા હોય છે. પણ મેં એવા સાધુ-સાધ્વીજી મહારાજને પણ તેમનાં દર્શનાર્થે આવતાં જોયાં છે, જેઓ તેમના સંપ્રદાયગત ન હોય, છતાં પણ આવનાર કોઈપણ વ્યક્તિને આવશ્યક પુસ્તકોના આત્મીયભાવે ઉચિત પરામર્શ આપતા ક્યારેય સ્વ-પરગણાનો ભેદ સ્પર્શી શક્યો નથી. હમણાં એક પંડિતજી મને મળવા આવેલા. પ્રસંગોપાત્ત તેમણે પોતાના મહાનિબંધની તૈયારીઓ માટે આવશ્યક પુસ્તકો જોવાની ઈચ્છા દર્શાવી. મેં તેમને પૂ. આગમપ્રભાકરજી પાસે પુસ્તકો મળવાની સંભાવના બતાવી. પંડિતજીને મેં પ્રથમ જ જોયેલ તેમ તેમણે પણ મહારાજ સાહેબનાં પ્રથમ જ દર્શન કરેલ. ત્યાં પંડિતજીએ આવશ્યક અને અલભ્ય પુસ્તકોમાંથી નોંધ કરવા બદલ ખૂબ જ આનંદ વ્યક્ત કરેલ.
વિ. સંવત ૧૯૨૨ના ગ્રીષ્માવકાશમાં એસ.એસ.સી.થી એમ.એ. સુધીની બહેનો માટે અમદાવાદમાં ‘સંસ્કાર-અધ્યયન-સત્ર'નું આયોજન થયેલ. સંવત ૧૯૨૩માં ભાવનગરમાં અને સંવત ૧૯૨૪માં પુનઃ અમદાવાદમાં આયોજન થયેલ. પૂજ્ય મહારાજ સાહેબે પ્રત્યેક સત્રમાં પોતાનો અમૂલ્ય સમય કાઢીને કન્યાઓને યથોચિત ઉપદેશ અને માર્ગદર્શન આપેલ. મેળાવડા પ્રસંગે પણ કન્યાઓના વકતવ્ય સામે અરુચિન દર્શાવતાં તેઓ તેમના માટે પ્રેરણારૂપ બનતા.
જેમ ફટિકનું સ્વરૂપ અન્તર્બાહ્ય એકસમાન હોય છે, તેમ પૂ. મહારાજ સાહેબનું જીવન એકરૂપ છે,
શ્રી પુણ્યચચૈિત્રમ્
118
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org