________________
પુણ્યચરિત મુનિશ્રી
પં. શ્રી સુખલાલજી, અમદાવાદ જ્યારે હું મુનિશ્રી પુણ્યવિજયજી વિશે વિચાર કરું છું, ત્યારે તેમની ઓળખાણ માટે પુણ્યચરિત' એ જ શબ્દ વાપરવો મને વિશેષ સંગત લાગે છે. આજ સુધીના, ત્રેપન વર્ષ જેટલા તેમની સાથેના લાંબા પરિચયથી હું તેમને જે રીતે ઓળખવા પામ્યો છું, તેનો અતિસંક્ષેપમાં અત્રે નિર્દેશ કરવા ધારું છું. તે ઉપરથી વાચકો સમજ - શકશે કે હું તેમને માટે ‘પુણ્યચરિત’ એવું સાર્થક વિશેષણ શા માટે વાપરું છું?
નિર્દભતા - મેં આટલા લાંબા પરિચયમાં જ્યારે પણ મુનિશ્રી પુણ્યવિજયજીમાં દંભનું તત્ત્વ જોયું નથી, જે સામાન્ય રીતે દરેક પંથના વેષધારીઓમાં સહેજે તરી આવતું હોય છે. મન, વચન અને વ્યવહારથી જુદાઈ મોટા ભાગે પ્રતિષ્ઠા સાચવવાના ખોટા ખ્યાલમાંથી પોષાય છે, પણ એવી પ્રતિષ્ઠાનો લોભ શ્રી પુણ્યવિજયજીને સ્પર્યો નથી, એ વસ્તુ મેં અનેક કટોકટીના પ્રસંગોએ પણ જોઈ છે. આચાર્ય હરિભદ્ર ધર્મનાં પ્રાથમિક લક્ષણોમાં નિર્દભતાને પ્રથમ સ્થાન આપ્યું છે, તે સ્વાભાવિક છે.
સતત કર્મયોગ-મુનિશ્રી પુણ્યવિજયજીનો ૧૯૧૫માં તેમના ગુરુ અને દાદાગુરુની હયાતીમાં મારે પ્રથમ પરિચય થયો, ત્યારથી આજ સુધી મેં તેમનામાં એકધારો કર્મયોગ નિહાલ્યો છે. અને તે કર્મયોગ એટલે શાસ્ત્રોદ્ધાર અને ભંડારોબારનો. આજે તો એમના આ કર્મયોગ વિશે જૈન અને જૈનેતરોમાં, આ દેશ-પરદેશોમાં એટલી બધી જાણ થઈ છે કે એ વિશે કાંઈ પણ કહેવું તે પુનરુક્તિ સમાન લાગે છે. તેમણે શાસ્ત્રો અને ભંડારોના મુખ્ય કેન્દ્ર ગુજરાત અને રાજસ્થાનનાં કેવળ પ્રસિદ્ધ શહેરોમાં જ જઈ તેમ જ રહી તે અંગે વ્યવસ્થિત કામ નથી કર્યું, પણ નજીક કે દૂર જ્યાં નાના ગામડામાં કે ઉપેક્ષિત એવાં સ્થળોમાં નાના-મોટાં શાસ્ત્રસંગ્રહની વાત સાંભળી, ત્યાં પણ જાતે પહોંચીને તે શાસ્ત્રસંગ્રહ અંગે બધું જ ઘટતું કર્યું છે. આ બધું કામ અંગત શાસ્ત્રસંગ્રહ વધારવા માટે નહિ પણ તે તે ભંડારો અને શાસ્ત્રો વધારે સુરક્ષિત કેમ રહે અને વધારે સુલભ કેમ બને અને છતાંય એમાંથી કશું ગુમ ન થાય એ દષ્ટિએ તેઓએ કામ કર્યું છે. અને આ કામ એટલું બધું વિશાળ, શ્રમસાધ્ય અને કંટાળો ઉપજાવનારું છે, છતાં એમણે એ પ્રસન્ન ચિત્તેત કર્યું છે. સ્થાનકવાસી, મૂર્તિપૂજક કે ઈતર પરંપરાના અનેક સાધુઓએ કે વિદ્વાનોએ મળીને પણ જે, જેવું અને જેટલું કામ નથી કર્યું છે, તેવું અને તેટલું કામ એકલે હાથે મુનિશ્રી પુણ્યવિજયજીએ કર્યું છે. અલબત્ત, પ્રારંભિક વર્ષોમાં તેમના ગુરુશ્રી મુનિ ચતુરવિયજી અને દાદાગુરુશ્રી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી સહાયક અને માર્ગદર્શક હતા જ.
સૂચિપત્રો -મુનિશ્રીએ નાનામોટા સંખ્યાબંધ ભંડારોની હસ્તલિખિત પ્રતિઓનું એક એક પાનું જોઈ એ અસ્તવ્યસ્ત પ્રતિઓને પણ સુસંગત કરી છે. તેના યોગ્ય સંરક્ષણ માટે વેષ્ટનો અને ડાબડાઓની સગવડ પણ કરી છે. વધારામાં, એ અનુભવના આધારે, તેમણે અનેક તાડપત્રીઓ અને કાગળની પ્રતિઓનાં આધુનિક ઢબે, ઉપયોગિતાની દષ્ટિએ, અનેક સૂચપિત્રો તૈયાર કર્યા છે અને કેટલાંક છપાવ્યાં પણ છે, જેનો લાભ દેશવિદેશના વિદ્વાનો અને સ્કોલરો સરળતાથી લે છે.
આધુનિક સગવડનો ઉપયોગ - પ્રાચીન કે અર્વાચીન લિખિત હજારો પોથીઓ મૂળ સ્વરૂપમાં દષ્ટિ
શ્રી પુણ્યચરિત્રમ્
122
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org