________________
સમક્ષ આવે અને એનો વ્યાપક ઉપયોગ થઈ શકે એ દૃષ્ટિએ તેમણે માઈક્રોફિલ્મ અને ફોટોસ્ટેટ કોપી દ્વારા સંખ્યાબંધ પ્રતિઓને સર્વસુલભ બનાવવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે, જે સુવિદિત છે.
સંગ્રહવૃત્તિ - આ ઉપરાંત એમણે જ્યાંથી પણ લભ્ય હોય ત્યાંથી નવનવાં શાસ્ત્રો અને નવનવા વિષયોના ગ્રંથોનો (પછી તે લિખિત હોય કે મુદ્રિત) સંગ્રહ પણ સારી પેઠે કર્યો છે.
આ સંગ્રહ ઉપર પણ એમણે અંગત માલિકીનો ભાવ પોષ્યો નથી, પણ જેને જેને ઉપયોગ હોય, તે બધાને ઉદારતાપૂર્વક પૂરા પાડવાની વૃત્તિ સતત પોષી છે, જે મેં અન્યત્ર ભાગ્યે જ જોઈ છે.
સર્વાર્પણ - આજ સુધીના પોતાના અંગત સંગ્રહનો મહામૂલ્ય અને દુર્લભ જેવો ભાગ એમણે સર્વ ઉપયોગની દૃષ્ટિએ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવી સાર્વજનિક સંસ્થાને અર્પિત કર્યો છે, અને તેમાં સતત ઉમેરા કરતા જ જાય છે.
સંપાદન અને ધીરજ - મુનિશ્રી પુણ્યવિજયજીએ એકલા અને બીજાના સહયોગમાં અનેક ગ્રંથો પ્રકાશિત કર્યા છે. એમનાં સંપાદનની વિશેષતા એ છે કે તેમાં આધુનિક સ્કોલરને જોઈતું બધું જ સરળતાથી મળી આવે એવાં પરિશિષ્ટો હોય છે. આ કામ જેટલી ધીરજ અને સ્પષ્ટ દષ્ટિની અપેક્ષા રાખે છે, તેટલી ધીરજ અને તેટલી સ્પષ્ટ દૃષ્ટિ તેમને સ્વાભાવિક છે. તેથી તેમની પાસેથી કામ લેવું હોય તો એ કામ લેનારે પણ એટલી જ ધીરજ અને એટલી જ ઉદારતા કેળવવાનું કઠણ કાર્ય કરવું જોઈએ, એ સહેજે ફલિત થાય છે.
સદા પ્રસન્ન અને નિર્દેર - તમે જ્યારે પણ મુનિશ્રીને મળો ત્યારે તમને એક જ વાત દેખાશે કે તેઓ સમવિષમ બધી પરિસ્થિતિમાં પ્રસન્ન યા અન્તર્મુખ દષ્ટિ હોય એવા જ જણાવાના. અનેક ગચ્છો અને સંઘાડાઓ વચ્ચે, એક યા બીજા કારણે, નાની કે મોટી ખટપટ ચાલતી મેં જોઈ છે. પણ મુનિશ્રી પુણ્યવિજયજીને મેં ક્યારેય કોઈના પ્રત્યે કટુતા અનુભવતા જોયા નથી. જેઓ સાવ રૂઢિચુસ્ત અને સંકુચિત વૃત્તિના હોય તેમના પ્રત્યે પણ તેમના મનમાં ડંખ મેં જોયો નથી. અને જેઓ વધારે પડતી છૂટ લેનાર હોય તેમના પ્રત્યે પણ તુચ્છતાની લાગણી સેવતા મેં તેમને અનુભવ્યા નથી. ઊલટું, પોતાની પાસે કાંઈ ને કાંઈ આશ્રય લેવા આવનારને એમણે ઉદાર દષ્ટિએ નભાવ્યા છે, અને ધર્મના ઉપબૃહણ અંગનું પોષણ જ કર્યું છે. એ રીતે જોતાં હું એમને ‘પુણ્યચરિત’ એવું સાર્થક વિશેષણ આપવા લલચાયો છું.
સત્ત્વગુણપરિપૂર્ણ સમદર્શી જીવન
મુનિ શ્રી જિનવિજયજી, ચંદેરિયા
મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મહારાજના એકાંત જ્ઞાનોપાસક પુણ્યમય જીવનના સહવાસનો વિશેષ લાભ મને ઘણા લાંબા સમય સુધી મળ્યો છે. પરંતુ એ બધાં સ્મરણો એટલા બધાં વિસ્તૃત છે કે જેમનું આલેખન કરવાનો અહીં અવકાશ નથી. એક પ્રકારે મહારાજશ્રી અને હું નાનપણથી સાથી છીએ. જે મહાન સાધુશ્રેષ્ઠ, સ્વ. પૂજ્યપાદ, પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજના પરમપ્રિય પ્રશિષ્ય હોવાને કારણે શ્રી પુણ્યવિજયજી
શ્રી પુણ્યચરિત્રમ્
123
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org