________________
મહારાજે એમના વાત્સલ્યભર્યા જે આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, તે જ પૂજ્યપાદ પ્રવર્તકજી મહારાજના કરુણાપૂર્ણ આશીર્વાદ મેળવવાનું મને પણ કિંચિત્ સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. અમે બન્ને વર્ષો સુધી સાથે રહ્યા છીએ, સાથે વિહાર કર્યા છે, સાથે વિદ્યાધ્યયન પણ કર્યું છે. અને પાટણના જૈન ભંડારોમાં રહેલા ગ્રંથોનું અવલોકન, પ્રશસ્તિલેખન આદિ કાર્ય પણ સાથે રહીને કર્યું છે. પ્રાચીન ગ્રંથોના સંશોધન અને સંપાદન આદિનું પ્રારંભિક કાર્ય પણ અમે સાથે જ રહીને આરંભ્યું હતું.
શ્રી પુણ્યવિજયજી મહારાજના આંતર અને બાહ્ય બન્ને દષ્ટિએ સમાન રૂપે નિર્મળ, નિવ્યોજ, વિશુદ્ધ, અનાડંબર અને સત્ત્વગુણપરિપૂર્ણ જીવનનો હું વિશિષ્ટ સાક્ષી છું. એમના પરમસૌજન્ય ભરેલા સ્વભાવથી . એમના સંપર્કમાં આવનાર જૈન અને અજૈન એવા અનેક વિદ્વાનો પૂર્ણ પરિચિત છે. એમના જીવનનું એકમાત્ર પરમ લક્ષ્ય જ્ઞાનની ઉપાસના કરવાનું રહ્યું છે. એમણે નથી ક્યારેય કોઈ પણ પદવી પ્રાપ્ત કરવાની અભિલાષા સેવી કે નથી ક્યારેય કોઈ સંઘ કે સમાજ તરફતી સંમાન પ્રાપ્ત કરવાની આકાંક્ષા રાખી, નથી એમણે કોઈ ધનવાનોને પોતાના ખાસ અનુરાગી બનાવવાની કશી લાલસા બતાવી કે નથી કોઈને પોતાના શિષ્યો બનાવવાની ભાવના વ્યકત કરી. બાહ્ય આચારની દષ્ટિએ પણ વર્તમાન સાધુસમાજમાં હું એમને એક શ્રેષ્ઠ સાધુ તરીકે માનું છું, તેમજ પરમજ્ઞાનોપાસક તરીકે પણ હું એમને સર્વશ્રેષ્ઠ વિદ્વાન મુનિ સમજું છું.
આ પંક્તિઓ લખનાર વ્યક્તિએ પણ બરાબર ૬૦વર્ષ પહેલાં અર્થાત્ મુનિ શ્રી પુણ્યવિજયજીએ જ્યારે દીક્ષા લીધી તેના બે માસ પૂર્વે એમના જ સંપ્રદાયના એક વૃદ્ધ મુનિ પાસે રાજસ્થાનના પાલી ગામમાં સાધુવેશ ધારણ કર્યો હતો.
જોકે એની અગાઉ, સાત વર્ષ પહેલાં, મેં ૧૩-૧૪ વર્ષની નાની વયમાં, માતાનો અને પરિવારનો મોહ છોડી, ત્યાગી જીવનની બે દીક્ષાઓ લઈને મૂકી દીધી હતી. સર્વપ્રથમ વૈદાદિ શાસ્ત્રોનું અધ્યયન કરવાની તેમજ યોગાભ્યાસી બનવાની ઘેલછાને લીધે વિ. સં. ૧૯૫૮ના વૈશાખ માસમાં એક શૈવ સંન્યાસી મનાતા, કેવળ કોપીનને ધારણ કરનાર ખાખી બાવા પાસે ભૈરવી દીક્ષા લીધી હતી અને એ રીતે હું એક કોપીન સિવાય બીજું કોઈ વસ્ત્ર ધારણ નહીં કરવાની દૈગંબરી જીવનચર્યાનું અનશરણ કરનાર બટુક સંન્યાસી બન્યો. પરંતુ ૬-૭ મહિના પછી, એ ખાખી બાવાના દુશ્ચરિત્રો જોઈ મને ભયજનક ત્રાસ થયો, અને એક અંધારી મધ્ય રાત્રિએ હું એના ટોળામાંથી જીવ લઈને નાસી છૂટચો. ત્યાર પછી વિ. સં. ૧૯૫૯ના આસો માસમાં જૈન સંપ્રદાયના સ્થાનકવાસી તપસ્વી સાધુનો પરિચય થતાં એ સાધુમાર્ગની દીક્ષા લીધી, જેનું મેં ૭-૮ વર્ષ સુધી બરાબર પાલન કર્યું. પરંતુ એ દરમ્યાન મને જે તીવ્ર જ્ઞાનપિપાસા થવા લાગી તેની તૃપ્તિ એ સંપ્રદાયમાં પૂર્ણ થાય તેવું ન લાગવાથી હું જે માર્ગે જવાથી મારી જ્ઞાનવૃદ્ધિ થાય તે માર્ગની શોધમાં પડડ્યો અને અંતે એ સંપ્રદાયના સાધુવેશનો પણ મેં પરિત્યાગ કર્યો. તે પછી સંવત ૧૯૬૫ના માગશર માસમાં, ઉક્ત રીતે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના સંવિગ્ન માર્ગની દીક્ષા ગ્રહણ કરી. અને આ શરીર તે દિવસથી મુનિ જિનવિજયજીના નામે ઓળખાવ લાગ્યું. પરંતુ મારા કોઈ અજ્ઞાત પ્રારબ્ધયોગના બળે ૭-૮ વર્ષ પછી મેં એ સંપ્રદાયના સાધુવેશનો પણ પરિત્યાગ કર્યો, અને એ દીક્ષિત જીવનથી ઉપરત થયો. કેવળ મુનિ જિનવિજયજી એવું નામ આ શરીરને વળગી રહ્યું અને તેથી જ લોકો મને
શ્રી પુણ્યરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
124
www.jainelibrary.org