________________
મુનિજી' તરીકે ઓળખ્યા કરે છે. એ વખતે મેં દેશસેવાની અને સાહિત્ય ઉપાસનાની ચોથી દીક્ષા લીધી, અને હું સાધુજીવનના માર્ગ કરતાં અન્ય માર્ગે પ્રવૃત્ત થયો. તે પછી હું માત્ર નામનો મુનિ રહ્યો.
એ દષ્ટિએ જ્યારે હું મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના પુણ્યમય જીવનનું સિંહાવલોકન કરું છું, ત્યારે એમના એકસરખી રીતે ચાલ્યા આવતા પવિત્ર જીવન વિશે મારા મનમાં એક અનન્ય શ્રદ્ધા ભરેલી લાગાગી ઉભરાઈ આવે છે. ૬૦ વર્ષ જેટલા એના લાંબા દીક્ષા પર્યાયની મને પરિપૂર્ણ કલ્પના અને અનુભૂતિ છે. એમનું સાધુજીવન ગંગાના પ્રવાહની માફક સતત, શાંત, સ્થિર, નિર્મળ અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામ કરતું વહેતું રહ્યું
એક મોટા વિદ્વાન હોવા છતાં એમણે પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવાની દષ્ટિએ ક્યારેય કશો પ્રયત્ન કર્યો નથી. જૈન સાધુસમાજના એક વિશિષ્ટ સંમાન્ય અને અગ્રણી સાધુપુરુષ હોવા છતાં પોતાની મહત્તા પ્રદર્શિત કરવાની એમણે કશી પ્રવૃત્તિ કરી નથી. પોતે આટલા મોટા વિદ્વાન અને અનેકજનવન્દનીય મુનિ હોવા છતાં કોઈપણ ભાવનાશીલ ગૃહસ્થ કે વિદ્વાનને ત્યાં એકલા જ પહોંચી જવાની એમની ટેવ એમની સરળતાની ઘાતક છે. પોતાના સંપ્રદાયના નિયમોનું સારી રીતે પાલન કરતાં છતાં તેઓ અન્ય સંપ્રદાયના કોઈ સાધુઓ પ્રત્યેકે તેમના ભિન્ન આચાર-વિચાર પ્રત્યે ક્યારેય અનાદર બતાવતા નથી. એ રીતે તેઓશ્રી સમદર્શી સાધુપુંગવ છે, એમ જ કહેવું જોઈએ. પોતાના સંપ્રદાયના જેરૂઢ વિચારો એમને ઉચિત ન લાગતા હોય, તેનું અનુસરણ કરવાની એમની વૃત્તિ હોતી નથી, અને એ માટે કોઈ કશી ટીકા-ટિપ્પણી કરે તો તેઓ તેના પર કશું લક્ષ્ય આપતા નથી કે તેનો કશો પ્રતિવાદ પણ કરતા નથી. નવા નવા જ્ઞાનભંડારો જોવાની, એ ભંડારોમાં છુપાઈ રહેલા વિવિધ વિષયોના અજ્ઞાત અને અલભ્ય-દુર્લભ્ય ગ્રંથો જોવા-તપાસવાની એમને હંમેશા તીવ્ર ઉત્કંઠા હોય છે. અને એ માટે શારીરિક સ્વાધ્યની પરવા કર્યા વગર લાંબા લાંબા વિહારો પણ એ કર્યા કરે છે. સાહિત્યને પ્રકાશમાં લાવવાની એમના જેવી તીવ્ર ઉત્કંઠા કોઈ પણ જૈન સાધુમાં મેં જોઈ નથી. જે કોઈ સાહિત્યપ્રિય સાધુ કે ગૃહસ્થ એમની પાસેથી પોતાના કાર્યમાં જે કઈ પ્રકારની સહાયતાની અપેક્ષા રાખતા હોય છે, તેમને યથાયોગ્ય સહાયતા આપવાની ઉદાર વૃત્તિ તેઓ હંમેશા દાખવતા હોય છે.
જે દિવસથી અમે પ્રથમવાર સમાગમમાં આવ્યા અને અમારી વચ્ચે સ્નેહભાવથી ગ્રંથી બંધાણી, ત્યારથી તે અત્યાર સુધી પણ એ એવી ને એવી જ સુદઢ રહી છે એ વસ્તુ મારા જીવન માટે એક અમૂલ્ય પાથેયરૂપ છે. શરૂઆતમાં કેટલાંક વર્ષ સુધી અમારો બન્નેનો જીવનપ્રવાહ સરખી દિશામાં વહેતો રહ્યો, પણ પછી મારો જીવનપ્રવાહ જુદા માર્ગે વળ્યો, અને જુદાં જુદાં રૂપો ધારણ કરતો ગયો. સમ-વિષમ અને ઊબડખાબડ ગણાય એવાં વિવિધ કાર્યક્ષેત્રોમાં હું ફરતો રહ્યો અને મારા જીવનનું કોઈ લક્ષ્ય સ્થિર ન થયું. મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજના નિશ્ચલ અને વિશિષ્ટ ધ્યેયલક્ષી જીવનપ્રવાહ સાથે મારે વિશૃંખલા જીવનમાં જો કંઈક સમાન તત્વ જેવું મને લાગતું હોય તો તે માત્ર એક સાહિત્યિક ઉપાસના અંગેનું છે. અને મારી એ સાહિત્યિક ઉપાસનામાં તેઓશ્રી સહાય તથા યોગ્ય સહકાર આપવાની અત્યંત ઉદાર અને નિષ્કામ વૃત્તિ દાખવતા રહ્યા છે. એમની આવી અનન્ય
125
થી પુણ્યચષેિત્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org