________________
કૃપા માટે હું ક્યા શબ્દોમાં મારો કૃતજ્ઞભાવ પ્રગટ કરું તે મને સમજાતું નથી. પરમાત્મારૂપ પરં જ્યોતિ પાસે મારી એટલી જ હાર્દિક પ્રાર્થના છે કે તેઓશ્રી પૂર્ણ શતાયું થાય અને એમની અખંડ જ્ઞાનોપાસનાનો પ્રજવલિત પ્રદીપ જ્ઞાનોપાસકોનાં જીવનને સદાય પ્રેરણાદાયક પ્રકાશ પ્રદાન કરતો રહે!
૪
જ્ઞાનતપસ્વી મુનિ શ્રી પુણ્યવિજયજી
પ્રો. દલસુખભાઈ માલવણિયા, ટોરોન્ટો (કેનેડા)
પૂજ્યપાદ મુનિરાજ શ્રી પુણ્યવિજયજીનો દીક્ષાપર્યાય સાઠ વર્ષનો થયો અને સાઠ વર્ષ સતત વિદ્યાનિષ્ઠામાં ગયાં છે. તેનો સાક્ષી છેલ્લાં ૩૪ વર્ષથી તો પ્રત્યક્ષથી અને તે પૂર્વનાં વર્ષોનો પરોક્ષ જ્ઞાનથી છું. પણ તેમની જ્ઞાનનિષ્ઠા આચારનિષ્ઠા શૂન્ય નથી તેની પણ મને ખાતરી થઈ છે. આ જ કારણ છે કે તેમની પ્રતિષ્ઠા વિદ્વાનોમાં અને જૈન સમાજમાં પણ છે.સર્વપ્રથમ તેમનો પરિચય ઈ. સ. ૧૯૩૫ના ઉનાળામાં થયો. પાટણના સાગરના ઉપાશ્રયમાં તેઓ કેટલીક બહેનોને ભણાવી રહ્યા હતા અને પૂ. પં. શ્રી સુખલાલજી અને હું ઉપર ગયા. જૈન સાધુ એક ગૃહસ્થને આદર આપે એ નવું દૃશ્ય પ્રથમવાર જોયું, અને પ્રથમવાર જ નમ્રતાની મૂર્તિનાં દર્શન થયાં, તે ભુલાય તેમ નથી. પૂ. મહારાજશ્રીની આ મૂર્તિ લાંબા ગાળાના પરિચય પછી પણ ઝાંખી પડી નથી, ઉત્તરોત્તર ઉજ્જવલ બનતી ગઈ છે અને તે કારણે મારો આદર ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે.
પ્રમાણમીમાંસાનું સંપાદન કરવાની દષ્ટિએ પૂ. પં. સુખલાલજી લગભગ આખો ઉનાળો પાટણમાં રહ્યા અને તેમની સાથે હું પણ રહ્યો અને પૂ. મહારાજશ્રીની જીવનચર્યા જોતો રહ્યો. તેઓશ્રીની સાથે તેમના પૂ. ગુરુ શ્રી ચતુરવિજયજી અને તેમના પણ ગુરુ પુ. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજને જોયા– એક એક કરતાં ચડિયાતા અને પરસ્પર તથા અન્ય પ્રત્યે સદ્વ્યવહારમાં કુશળ. સૌમ્ય પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી બીજે માળે બારણા પાસે જ બેઠા હોય—તેમની સૌમ્યમૂર્તિ ભુલાય તેમ નથી. પૂ. ચતુરવિજયજી તો સંશોધનમાં વ્યસ્ત હોય, પણ પૂ. પ્રવર્તકજી કોઈને કાંઈક સમજાવી રહ્યા હોય - આ નિત્યનું દૃશ્ય હતું. અને પૂ. પુણ્યવિજયજી પઠન-પાઠનસંશોધન–– આમ ત્રણ કાર્યોમાં રત દેખાયા. કદી પણ એ ત્રણમાંથી એકેયને દિવસે ઊંઘતા કે આડેપડખે થતા જોયા નહિ. સદા અપ્રમત્ત એ ત્રણેની મૂર્તિ તાજી હોય તેમ નજર સમક્ષ તરવરે છે. આજે એ ત્રિમૂર્તિમાંથી પૂ. મહારાજશ્રી જ છે, પણ તેમની આ ઉંમરે પણ અપ્રમતત્તા તો તેની તે જ છે—— તેથી આદર ઉત્તરોત્તર વધ્યું જ
.
જાય છે.
પછી તો પૂ. મહારાજશ્રીનો સંપર્ક ઉત્તરોત્તર વધતો ગયો, અને તેમના અનેક ગુણોનો પ્રત્યક્ષ પરિચય થતો રહ્યો, તેના વર્ણનની લાંબી હારમાળા થાય, પણ પ્રસ્તુતમાં તો અમુક જ ગણાવી શકાય.
મારા મિત્ર શ્રી રતિભાઈ દેસાઈ પૂ. મહારાજશ્રીના બાળકહૃદય ઉપર આફરીન છે. કોઈમાં આંટીઘૂંટી જોઉં છું તો મન પાછું પડતું અનુભવું છું, એટલે બાળકહૃદય પૂ. મહારાજશ્રીનું સ્પષ્ટ વક્તવ્ય પણ ખૂંચતું નથી. ઘણી વાર અનુભવ્યું છે કે જયાં બીજા ઘણુંબધું છુપાવીને વાત કરવામાં કુશળ હોય છે, ત્યાં પૂ. મહારાજશ્રી
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
126
www.jainelibrary.org