________________
કાગળો, શાહી, કલમ વગેરે લેખનનાં વિવિધ સાધનો કેવાં હોવાં જોઈએ એની માહિતી ન હોય તો પરિણામ એ આવે છે કે સારામાં સારી પદ્ધતિએ લખાયેલાં શાસ્ત્રો-પુસ્તકો અલ્પ કાળમાં જ નાશ પામી જાય છે. કેટલીકવાર તો પાંચ-પચીસ વર્ષમાં જ એ ગ્રંથો મૃત્યુના મોંમાં જઈ પડે છે.
પૂજ્યપાદ ગુરુવરશ્રી ઉપરોક્ત શાસ્ત્રલેખન વિષયક પ્રત્યેક બાબતની ઝીણવટને પૂર્ણપણે સમજી શકતા હતા, એટલું જ નહિ, પણ તેઓશ્રીના હસ્તાક્ષરો એટલા સુંદર હતા અને એવી સુંદર અને સ્વચ્છ પદ્ધતિએ તેઓ પુસ્તક લખી શકતા હતા કે ભલભલા લેખકોને પણ આંટીનાખે. એ જ કારણ હતું કે ગમે તેવા લેખક ઉપર તેમનો પ્રભાવ પડતો હતો અને ગમે તેવા લેખકની લિપિમાંથી તેઓશ્રી કાંઈને કાંઈ વાસ્તવિક ખાંચાખૂંચ કાઢતા જ.
પૂજ્યપાદ ગુરુદેવની પવિત્ર અને પ્રભાવયુક્ત છાયા તળે એકીસાથે ત્રીસ ત્રીસ, ચાલીસ ચાલીસ લહિયાઓ પુસ્તકો લખવાનું કામ કરતા હતા. તેઓશ્રીના હાથ નીચે કામ કરનાર લેખકોની સાધુસમુદાયમાં કિંમત અંકાતી હતી.
ટૂંકમાં એમ કહેવું જોઈએ કે જેમ તેઓશ્રી શાસ્ત્રલેખન અને સંગ્રહ માટેના મહત્ત્વના ગ્રથાના વિભાગ કરવામાં નિષ્ણાત હતા, એ જ રીતે તેઓશ્રી લેખનકળાના તલસ્પર્શી હાર્દને સમજવામાં અને પારખવામાં પણ નિષ્ણાત હતા.
પૂજ્યપાદ ગુરુવરની પવિત્ર ચરણછાયામાં રહી તેમના ચિરકાલીન લેખનકળા વિષયક અનુભવોને જાણીને અને સંગ્રહીને જ હું મારો “ભારતીય જૈન શ્રમાગસંસ્કૃતિ અને લેખનકળા” નામનો ગ્રંથ લખી શક્યો છું. ખરું જોતાં એ ગ્રંથલેખનનો પૂર્ણ યશ પૂજ્ય ગુરુદેવશ્રીને જ ઘટે છે.
શાસ્ત્રસંશોધન-પૂજ્યપાદ ગુરુવરશ્રીએ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીના શાસ્ત્રસંગ્રહમાંના નવા લખાવેલ પ્રાચીન ગ્રંથો પૈકી સંખ્યાબંધ મહત્ત્વના ગ્રંથો અનેકાનેક પ્રાચીન પ્રત્યન્તરો સાથે સરખાવીને સુધાર્યા છે. જેમ પૂજ્ય ગુરુદેવ લેખનકળાના રહસ્યને બરાબર સમજતા હતા, એ જ રીતે સંશોધનકળામાં પણ તેઓશ્રી પારંગત હતા. સંશોધનકળા, તેને માટેનાં સાધનો, સંકેતો વગેરે પ્રત્યેક વસ્તુને તેઓશ્રી પૂર્ણ રીતે જાણતા હતા. એમના સંશોધનકળાને લગતા પાંડિત્ય અને અનુભવના પરિપાકને આપણે તેઓશ્રીએ સંપાદિત કરેલ શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળામાં પ્રત્યક્ષપણે જોઈ શકીએ છીએ.
જૈનજ્ઞાનભંડારોનો ઉદ્ધાર-પાટણના વિશાળ જૈન જ્ઞાનભંડારો એક કાળે અતિ અવ્યવસ્થિત દશામાં પડવ્યા હતા અને ભંડારોનું દર્શન પણ એકંદરે દુર્લભ જ હતું. એમાંથી વાચન, અધ્યયન, સંશોધન આદિ માટે પુસ્તકો મેળવવાં અતિ દુષ્કર હતાં. એની ટીપો-લિસ્ટો પણ બરાબર જોઈએ તેવી માહિતી આપનારાં ન હતાં અને એ ભંડારો લગભગ જોઈએ તેવી સુરક્ષિત અને સુવ્યવસ્થિત દશામાં ન હતાં. એ સમયે પૂજ્યપાદ પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી (મારા પૂજ્ય ગુરુદેવ) શ્રી ચતુરવિજજી મહારાજાદિ શિષ્ય પરિવાર સાથે પાટણ
શ્રી પુણ્યચરિત્રમ્
110
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org